Not Set/ આનંદનગરના દેવ ઓરમ કોમ્પલેક્સમાં ભીષણ આગ, 150 જેટલા લોકોને રેસ્કયુ કરાયા

અમદાવાદ, અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા દેવઓરમ કોમ્પ્લેક્સમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો . કોમ્પ્લેસના 8 માં અને 9માં માળે આગ લાગી હતી જેથી સમગ્ર કોમ્પ્લેક્સમાં અફડાતફડી મચી ગઇ હતી. બિલ્ડિંગમાં આવેલી ઇલેકટ્રીક લાઈનમાં આગ લાગી હતી જેણે ધીરે ધીરે વધીને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને ફાયર ફાયટરના 10થી વધુની ટીમે ભારે જહેમત બાદ […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા દેવઓરમ કોમ્પ્લેક્સમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો . કોમ્પ્લેસના 8 માં અને 9માં માળે આગ લાગી હતી જેથી સમગ્ર કોમ્પ્લેક્સમાં અફડાતફડી મચી ગઇ હતી. બિલ્ડિંગમાં આવેલી ઇલેકટ્રીક લાઈનમાં આગ લાગી હતી જેણે ધીરે ધીરે વધીને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને ફાયર ફાયટરના 10થી વધુની ટીમે ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી. આગ લાગવાના કારણે કોમ્પ્લેક્સમાં આવેલી ઓફિસોમાં લોકો બિલ્ડિંગમાં ફસાઈ ગયા હતા ત્યારે ફાયર ફાઈટરે ભારે જહેમત બાદ હાઇડ્રોલિક ક્રેઇનનો ઉપયોગ કરીને કોમ્પ્લેક્સ માંથી અંદાજે 150 જેટલા લોકોને બહાર કાઢ્યા હતા જેમાંથી આશરે 50 જેટલા લોકો ગભરામણના કારણે બેભાન થઈ ગયા હતા જેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.