Surat News/ સુરતનાં કામરેજમાં પરિવારનો સામૂહિક આપઘાત, 3નાં મૃતદેહો મળી આવ્યાં

આજે સુરત જીલ્લાના કામરેજમાં ગળતેશ્વર તાપી નદીમાં મહિલા સહિત 2 પુરૂષોના નદીમાંથી મૃતદેહો કાઢતાં ચકચાર મચી ગઈ હતી. નદીમાં પડેલ 5 પૈકી 3 લોકોના ડૂબી જતાં

Top Stories Gujarat Surat

Surat News: સુરત (Surat)ના કામરેજ (Kamrej)માં ગળતેશ્વર તાપી નદી (Tapi River)માં 3 લોકોના ડૂબવાથી મોત નિપજ્યા છે. મહિલા સહિત 2 પુરૂષો એક જ પરિવારનાં હોવાનું સામે આવ્યું છે. કામરેજ પોલીસે સામૂહિક આપઘાત મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આજે સુરત જીલ્લાના કામરેજમાં ગળતેશ્વર તાપી નદીમાં મહિલા સહિત 2 પુરૂષોના નદીમાંથી મૃતદેહો કાઢતાં ચકચાર મચી ગઈ હતી. નદીમાં પડેલ 5 પૈકી 3 લોકોના ડૂબી જતાં મોત નિપજ્યા છે, તમામ મૃતક એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે. ફાયરબ્રિગેડે 3 લોકોનાં મૃતદેહો પાણીમાંથી કાઢ્યા છે, તેમજ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ મોકલી તપાસ શરૂ કરી છે. મૃત્યુ પામેલ પતિ, પત્ની અને પુત્ર હોવાની પ્રાથમિક માહિતી પોલીસ તપાસમાં સામે આવી છે. પરિવાર દ્વારા સામુહિક આત્મહત્યા કરાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. મૃતકોમાં પ્રજાપતિ વિપુલ રાવજીભાઈ, સરિતા વિપુલભાઇ, પુત્ર વ્રજ વિપુલભાઈ પ્રજાપતિનું પણ પાણીમાં ડૂબતા મોત થયું છે. ત્રણેય મૃતકો જેકેપી નગર, સિંગાપોર, કતારગામના રહીશ હોવાની વિગતો મળી છે. પોલીસે સામૂહિક આપઘાત (Mass Suicide) મામલે તપાસ શરુ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ પરિવારને શેરબજારમાં ઘણું નુકસાન થવાથી અંતિમ પગલું ભર્યુ હોવાની માહિતી મળી છે. થોડા દિવસ અગાઉ સાબરકાંઠાના વડાલીમાં સામૂહિક આત્મહત્યા (Mass Suicide)ના બનાવને પગલે ચકચાર મચી ગઈ હતી. જેમાં પાંચ સભ્યોએ અગમ્ય કારણોસર દવા ગટગટાવી હતી. પતિ પત્ની સહિત ત્રણ બાળકોએ દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સગર પરિવારના પતિ-પત્નીના મોત બાદ 3 બાળકો સારવાર હેઠળ હતા. જેમાં આજે 2 બાળકોના મોત નિપજતાં સમગ્ર પરિવાર આઘાતમાં છે.

તમને જણાવી દઈએ કે દેશમાં આત્મહત્યાના આંકડા ચિંતાજનક છે અને તાજેતરના વર્ષોમાં તેમાં વધારો થયો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના ડેટા અનુસાર, 2022 માં ભારતમાં કુલ 1,71,000 આત્મહત્યા નોંધાઈ હતી. આ સંખ્યા પાછલા વર્ષો કરતા લગભગ 2.6% વધુ હતી. સરેરાશ, દરરોજ લગભગ 468 આત્મહત્યા (Suicide)ના કિસ્સાઓ બનતા હતા, જેનો અર્થ એ થાય કે દર કલાકે લગભગ 19-20 આત્મહત્યાના કિસ્સાઓ બનતા હતા. વર્ષ 2021 માં 164033 આત્મહત્યા નોંધાઈ હતી, જેમાં પુરુષોનું પ્રમાણ 70% થી વધુ હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડાલીમાં સામૂહિક આપઘાત મામલે દીકરીનો વીડિયો વાયરલ, બે વ્યાજખોરો સામે નોંધાઈ ફરિયાદ

આ પણ વાંચો:સુરતમા પરિવારે કર્યો સામૂહિક આપઘાત,ઘર માંથી મળી સુસાઇડ નોટ

આ પણ વાંચો:રાજકોટમાં સામૂહિક આપઘાત, પતિપત્ની અને પુત્રની એકસાથે આત્મહત્યા