અમદાવાદ/ ખોડલધામ નરેશ પટેલને લઈ BJP અધ્યક્ષ નડ્ડાનું મોટું નિવેદન, કહ્યું, “કેટલાક લોકો સમાજના નામે આગળ..

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા શુક્રવારે ગુજરાતના પ્રવાસે છે, ત્યારે સવારે ભાજપના કાર્યકર્તાઓ સાથેના સંબોધનમાં તેમણે કોંગ્રેસને પડકાર ફેંકીને કહ્યુ હતું કે, અનેક લોકો પોતાની રીતે પોતાના સમાજના નામે આગળ આવવાનો પ્રયાસ કરે છે.

Gujarat Others
નરેશ પટેલ

રાજ્યમાં ટોચના પાટીદાર નેતાઓમાંના એક અને ખોડલધામ નરેશ પટેલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે અને અન્ય કોઈ રાજકીય પાર્ટીમાં, તેને લઇ અનેક કયાસ લગાવવામાં આવી રહ્યા છે અને આ મામલે પોતે નરેશ પટેલ દ્વારા પણ કોઈ સ્પષ્ટ વલણ સામે આવ્યું નથી, ત્યારે આ હવે મામલે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાનું આ મામલે એક મોટું નિવેદન સામે આવ્યું છે.

આપને જણાવી દઈએ કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા શુક્રવારે ગુજરાતના પ્રવાસે છે, ત્યારે સવારે ભાજપના કાર્યકર્તાઓ સાથેના સંબોધનમાં તેમણે કોંગ્રેસને પડકાર ફેંકીને કહ્યુ હતું કે, અનેક લોકો પોતાની રીતે પોતાના સમાજના નામે આગળ આવવાનો પ્રયાસ કરે છે. સબ કા સાથ, સબકા વિકાસ, સબ કા વિશ્વાસના મધ્યમથી અમે આગળ આવીશું. ગુજરાત એક પ્રયોગશાળા છે, અમે કયો પ્રયોગ કરીશું. એ અમારી ઉપર છોડી દો. કેસ બાય કેસ હું જજમેન્ટલ ના થઈ શકું. અનેકવાર તમે નિર્ણય કરી લો છો અને પછી ત્યાં પહોંચો છો.આ સાથે તેઓએ કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું કે, ભાજપનો સામનો કરવો હોય તો 50-60 વર્ષ તપસ્યા કરવી પડે.

આ સાથે જ તેઓએ રાજ્યમાં બદલવામાં આવેલી રૂપાણી સરકાર અંગે જણાવ્યું કે, પક્ષની રણનીતિ પ્રમાણે નિર્ણય લેવાયો છે. ગુજરાત અમારી પ્રયોગશાળા છે, આવી હિંમત કોણ કરી શકે. રણનીતિ અને પક્ષનો નિર્ણય હતો અને એ દેખાય છે. પક્ષ અમારે ચલાવવાનો છે અને અમે નક્કી કરીશું. લોકોએ કમળને મત આપ્યા છે અને કમળની જ સરકાર છે. ભાજપે જે રીતે અલગ અલગ ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો છે, લગભગ 90 ટકા કરતાં વધુ પરિણામ ભાજપને મળ્યા છે, ગુજરાત મોડલ આજે દેશ જોઈ રહ્યું છે, આ મોડલ દેશમાં આગળ વધી રહ્યું છે.

આ પણ વાંચો:ગુજરાતના ગૌરવનું મંતવ્ય ન્યૂઝે કર્યુ સન્માન, CM ભુપેન્દ્ર પટેલ સહીત આ મંત્રીઓ રહ્યા ઉપસ્થિત