ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ફરી કમોસમી વરસાદ અને ઠંડીની આગાહી કરવામાં આવી છે. રાજયના અનેક જિલ્લાઓમાં 1 થી 4 જાન્યુઆરી દરમિયાન સામાન્ય વરસાદની સાથે ગાજવીજ અને કરાની શક્યતા છે. આ સાથે રાજ્યમાં શીત લહેર પણ જોવા મળી શકે છે, જે સામાન્યથી વધુ રહી શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડી તરફથી ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરથી રાજયના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ખાસ કરીને ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ પવન ફૂંકાવા અને ઠંડીમાં વધારો થવાનો અનુમાન છે.
અંબાલાલ પટેલે પણ હવામાનમાં આ પલટાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં હવામાનમાં મોટો પલટો આવી શકે છે. 1થી 4 જાન્યુઆરી દરમિયાન પશ્ચિમ હિમાલયના વિસ્તારમાં હળવાથી છૂટાછવાયા વરસાદની આગાહી છે. આગામી 4થી 8 જાન્યુઆરીમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડી શકે છે. હવામાન વિજ્ઞાનીએ કહ્યું છે કે 4 થી 8 જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં કડકડતી ઠંડીની અસર જોવા મળી શકે છે, અને તે સમયે હવામાનમાં ભારે પલટો આવી શકે છે.
આ પણ વાંચો: ગુજરાતના વાતવરણમાં પલટો, કમોસમી વરસાદની શક્યતાથી પાક બગડવાની ભીતિ
આ પણ વાંચો: કડકડતી ઠંડી સાથે હવે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોને પાકમાં નુકસાન થવાનો ડર
આ પણ વાંચો: ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા, 3 દિવસની આગાહી
