Gujarat Weather/ ગુજરાતના વાતવરણમાં પલટો, કમોસમી વરસાદની શક્યતાથી પાક બગડવાની ભીતિ

આગામી દિવસોમાં હજુ પણ કમોસમી વરસાદ પડવાનીસંભાવના છે.

Top Stories Gujarat Breaking News
Image 23 1 ગુજરાતના વાતવરણમાં પલટો, કમોસમી વરસાદની શક્યતાથી પાક બગડવાની ભીતિ

Gujarat Weather News: ગુજરાતમાં ગઈકાલ સાંજથી વાતાવરણમાં પલટો (Weather Changed) આવ્ચો છે. મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડતા લોકોને ઠંડીમાં ભીંજાવું પડ્યું હતું. આજે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉ.ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠું પડવાની ભીતિ સેવાઈ રહી છે.

ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં રાત્રિ દરમિયાન માવઠું પડ્યું હતું. રાત્રિ દરમિયાન કમોસમી વરસાદ વરસવાથી કેટલાક વિસ્તારમાં કરા પડ્યા હતા. ખેડબ્રહ્માના દામવાસમાં બરફના કરા પડ્યા હતા. આઠમાંથી ચાર તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. માવઠાથી વરિયાળી અને બટાકાના પાકને નુકશાન થવાની ભીતિ રહી છે. હિંમતનગર 01 મિમી, ઇડર 06 મિમી, ખેડબ્રહ્મા 04 મિમી, વડાલી 07 મિમી વરસાદ નોંધાયો હતો.

રાજકોટના જસદણ પંથકમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. ધુમ્મસ છવાતા વાહનોની લાઈટો ચાલુ રાખવાની ફરજ પડી છે. ધુમ્મસ સાથે ધૂંધળુ વાતાવરણ જોવા મળ્યું હતું. જીરાના પાકને નુકસાનની ભીતિ સેવાઈ છે. આટકોટ, ખારચીયા સહિત વિસ્તારોમાં ધુમ્મસ છવાયું છે. તો અમદાવાદમાં ભરશિયાળે ભાદરવો જોવા મળ્યો હતો.  શહેરના વાતાવરણમાં મોટો પલટો આવ્યો હતો. વહેલી સવારે શહેરના અનેક વિસ્તારોમાં ઝાપટાં પડ્યા હતા. ઇસનપુર,મણિનગર, કાંકરિયા વિસ્તાર, રાયપુર, ખોખરા, હાટકેશ્વર, નરોડા વિસ્તારમાં માવઠું પડ્યું હતું. કમોસમી વરસાદને પગલે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું છે. શહેરના સિંધુભવન રોડ પર ધુમ્મસની ચાદર છવાઈ હતી. કમોસમી માવઠું પડતા ઠંડીમાં વધારો થવાની શક્યતાઓ રહી છે.

આગામી દિવસોમાં હજુ પણ કમોસમી વરસાદ પડવાનીસંભાવના છે. આજે અને આવતીકાલે ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.  પ્રતિ કલાકે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે. છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં બરફનાં કરાં પડવાની સંભાવના છે.

પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં રાત્રિ દરમ્યાન કમોસમી વરસાદ પડ્યો હતો.  આજે સવારથી જિલ્લામાં વાદળછાયું અને ધુમ્મસભર્યું વાતવરણને લઇ ખેડૂતો ચિંતિત બન્યા હતા. રાત્રિ દરમ્યાન કમોસમી વરસાદી છાટા વરસ્યા હતા. કમોસમી વરસાદથી ખેતરનો પાક નાશ થવાની શક્યતા જણાતા ખેડૂતો માટે આફત બની શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કડકડતી ઠંડી સાથે હવે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોને પાકમાં નુકસાન થવાનો ડર

આ પણ વાંચો:હવામાન વિભાગ : રાજ્યમાં અનેક સ્થાનો પર ઘેરાયા વાદળો, ક્રિસમસ તહેવારમાં જોવા મળી શકે કમોસમી વરસાદ

આ પણ વાંચો:12 રાજ્યોમાં તોફાન અને વરસાદ સાથે કરા પડવાની સંભાવના,14માં કોલ્ડ વેવ-ધુમ્મસની ચેતવણી