Gujarat Weather News : અમદાવાદ હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી છે. આગામી 3 દિવસ એટલે કે 26થી 29 ડિસેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠું પડવાની શક્યતા છે. ગુજરાતમાં ધીમે-ધીમે ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે, તેવામાં વાતાવરણમાં પલટો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે આજે સોમવારે રાજ્યના નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 28 ડિસેમ્બર સુધીની આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જેવા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. ઉત્તર પૂર્વ રાજસ્થાનથી પવન ફુંકાતા આ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં તાપમાનને લઈને હવામાન વિભાગે આંકડા જાહેર કર્યા છે. જેમાં રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 7.9 C. નોંધાયું છે. જ્યારે ભુજમાં 11.2 C., કંડલા એરપોર્ટમાં 13.5 C., સુરેન્દ્રનગરમાં 14.5 C., ગાંધીનગરમાં 17.1 C. અમદવાદમાં 17.8 C., ભાવનગરમાં 18.8 C. વડોદરામાં 19.8 C., સુરતમાં 20.2 C. તાપમાન નોંધાયું છે. ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાના પાકની સંભાળ રાખે અને જરૂરી સાવચેતી રાખે. વહીવટી તંત્રને પણ આ અંગે સજ્જ રહેવા જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: કડકડતી ઠંડી વચ્ચે ગુજરાતમાં વરસદની આગાહી
આ પણ વાંચો: ઠંડીની સાથે સાથે હવે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની પણ આગાહી
આ પણ વાંચો: રાજ્યમાં ઠંડીનો પ્રકોપ વધશે, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી માવઠાંની આગાહી
