Gujarat News:કડકડતી ઠંડી વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં વરસાદની આગાહી, રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, 27 ડિસેમ્બરે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. જામનગર(Jamnagar) , દ્વારકા (Dwarka), પોરબંદર(Porbandar),બનાસકાંઠા(Banaskantha),સાબરકાંઠામાં વાવાઝોડાની આગાહી છે. માવઠાની આગાહી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ છોટાઉદેપુર, નર્મદા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી છે જેના કારણે વરસાદની શક્યતા છે અને વાદળો પણ છવાયેલા રહી શકે છે.

મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થયો છે, સુરેન્દ્રનગર અને રાજકોટમાં 7.2 ડિગ્રી, મહુવામાં 13.5 ડિગ્રી, કેશોદમાં 13.9 ડિગ્રી, પોરબંદરમાં 14.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે. અમરેલીમાં 14.8 ડિગ્રી, ગાંધીનગરમાં 16.4 ડિગ્રી, અમદાવાદમાં 17.6 ડિગ્રી, ડીસામાં 16.1 ડિગ્રી. વેરાવળમાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં નીચા દબાણનું ક્ષેત્ર યથાવત છે. તે આગામી બે દિવસમાં વધુ સ્પષ્ટ થશે. આ પછી, તે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તમિલનાડુ કિનારા તરફ આગળ વધે તેવી શક્યતા છે. તમિલનાડુના દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાશે અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફિયરમાંથી ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.

ભારતીય હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું છે કે આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે. દેશના મોટાભાગના ભાગોમાં શિયાળા દરમિયાન સામાન્ય તાપમાન વધુ નોંધાય તેવી શક્યતા છે. ઠંડીના મોજાના દિવસો ઓછા રહેશેઃ ઉત્તર પશ્ચિમ, મધ્ય અને ઉત્તરપૂર્વ ભારતમાં ઓછા શીત લહેરના દિવસો રહેશે. દક્ષિણ ભારતમાં ઠંડી વધી શકે છે. દક્ષિણ દ્વીપકલ્પના ભારતમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું રહી શકે છે. ઉત્તરથી દક્ષિણ તરફ તીવ્ર શીત લહેર ફૂંકાઈ રહી છે. હિમાચલમાં હિમવર્ષાના કારણે ઠંડીમાં વધારો થયો છે. ડિસેમ્બર આવતાની સાથે જ ઠંડીએ પોતાના રંગ દેખાડવાનું શરૂ કરી દીધું છે. પરંતુ ડિસેમ્બરના આવનારા દિવસો વધુ ડરામણા હશે તેવી ધારણા છે. ઠંડીની નવી આગાહીને લઈને હવામાન વિભાગે મોટું એલર્ટ આપ્યું છે.
આ પણ વાંચો: ખેડૂતો માટે મોટા સમાચાર! અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી
આ પણ વાંચો:ઠંડા પવનોએ ઠંડીમાં વધારો કર્યો, 17 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે, જાણો કેવું રહેશે હવામાન?
આ પણ વાંચો:ગુજરાતમાં કમોસમી વરસાદથી ઠંડીનું પ્રમાણ વધશે! 20 શહેરોમાં તાપમાનમાં ઘટાડો થયો છે
