Delhi News/ દિલ્હીમાં ઘોંઘાટનો વિરોધ કરવા પર મણિપુરના સંગીતકાર વિક્રમસિંહની હત્યા; 8આરોપીઓ ઝડપાયા

Delhiના કિલોકરીમાં ઘોંઘાટનો વિરોધ કરવા પર મણિપુરના સંગીતકાર સી. વિક્રમસિંહની ટોળાએ હત્યા કરી દીધી છે. પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી છે.

NATIONAL Top Stories India
Delhi

Delhi Manipur Musician C. Vikramjit Murder News: રાજધાની દિલ્હીમાં મણિપુરના સંગીતકાર અને ગિટારિસ્ટ સી. વિક્રમસિંહની કથિત રીતે ટોળાએ માર મારીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, વિક્રમસિંહે પોતાના ઘર નજીક આવેલા બે ઢાબા પર થઈ રહેલા ભારે ઘોંઘાટનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું.

કચરો નાખવા નીચે આવ્યા ત્યારે થયો વિવાદ

આ ઘટના રવિવારે રાત્રે આશરે 11:30 વાગ્યે દિલ્હીના(Delhi) કિલોકરી ગામમાં બની હતી. વિક્રમસિંહ પોતાના એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી કચરો નાખવા માટે નીચે આવ્યા હતા. તે દરમિયાન નજીકના બે ઢાબા પર કામ કરતા કેટલાક લોકો ભારે અવાજ કરી રહ્યા હોવાનું તેમણે જોયું હતું. વિક્રમસિંહે તેમને અવાજ ઓછો કરવા કહ્યું હતું, જેને લઈને તેમની સાથે બોલાચાલી થઈ હતી. પોલીસ તપાસ મુજબ, વિક્રમસિંહ વિવાદ બાદ પોતાના ફ્લેટ તરફ પરત જઈ રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ તેમને રોકીને માર માર્યો હતો. હુમલામાં કુલ આઠ લોકો સામેલ હોવાનો પોલીસનો દાવો છે, જેમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે. પોલીસે આ કેસમાં તમામ આરોપીઓની ધરપકડ કરી છે.

સારવાર દરમિયાન સંગીતકારનું મોત

હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા વિક્રમસિંહને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. વિક્રમસિંહ દિલ્હીમાં(Delhi) પોતાની પત્ની અને પુત્ર સાથે રહેતા હતા. સી. વિક્રમસિંહ છેલ્લા લગભગ 17 વર્ષથી દિલ્હીમાં મ્યુઝિક ટીચર તરીકે કામ કરતા હતા. તેઓ સારા સંગીત શિક્ષક ઉપરાંત ગિટારિસ્ટ તરીકે પણ ઓળખાતા હતા. તેમની હત્યાની ઘટનાથી પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે.

પૂર્વોત્તરના નાગરિકોની સુરક્ષા પર સવાલ

ઘટના બાદ કિલોકરી ગામમાં 100થી વધુ લોકો એકત્ર થયા હતા અને હત્યા તેમજ દિલ્હીમાં(Delhi) પૂર્વોત્તરના નાગરિકો સાથે થતા કથિત હુમલાઓ સામે વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાએ દિલ્હીમાં રહેતા પૂર્વોત્તરના લોકોની સુરક્ષાને લઈને ફરી ચર્ચા જગાવી છે. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે. સંગમાએ ઘટનાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. બીજી તરફ કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ જણાવ્યું હતું કે દિલ્હી પોલીસે તેમને ઝડપી તપાસ અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. તેમણે કહ્યું કે ટૂંકા સમયમાં ચાર્જશીટ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.


આ પણ વાંચો:દિલ્હીમાં ઘરમાં ઘૂસી 20 વર્ષની યુવતીની ગોળી મારી હત્યા, આરોપીની શોધખોળ તેજ

આ પણ વાંચો:દિલ્હી: 17 વર્ષની પિતરાઈ બહેનની હત્યા કરી મૃતદેહ સુટકેસમાં ભરી ફેંક્યો, આરોપીની ધરપકડ

આ પણ વાંચો:દિલ્હી હત્યાકાંડ: ફોરેન્સિક વિદ્યાર્થીનીનો ઘી-તેલ-વાઈનથી ‘પરફેક્ટ મર્ડર’ પ્લાન, CCTVએ ખોલી પોલ