World News/ અમેરિકા-કેનેડા વેપાર યુદ્ધ વકર્યું, કેનેડાએ 600થી વધુ અમેરિકી વસ્તુઓ પર 50% સુધી ટેરિફ ઝીંક્યો

અમેરિકા સાથેના વેપાર વિવાદમાં Canadaએ આકરું વલણ અપનાવતા 600થી વધુ અમેરિકી સામાન પર 50% સુધીનો ટેરિફ લાગુ કર્યો છે. જાણો વિગતવાર અહેવાલ.

international Top Stories World
Canada

US Canada Trade War Tariffs News: એક સમય હતો જ્યારે અમેરિકાએ ભારત સહિતના દેશોના ઉત્પાદનો પર ટેરિફ વધારીને વૈશ્વિક વેપારમાં હલચલ મચાવી હતી. હવે અમેરિકાના નજીકના સાથી દેશ કેનેડા સાથે પણ ટેરિફને લઈને સીધી ટક્કર શરૂ થઈ છે. અમેરિકા અને કેનેડા વચ્ચેનો વેપાર વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે. અમેરિકી પગલાંના જવાબમાં કેનેડાએ 600થી વધુ અમેરિકી ઉત્પાદનો પર ભારે જવાબી ટેરિફ લાગુ કર્યો છે. કેટલીક વસ્તુઓ પર તો 50 ટકા સુધીનો ટેરિફ લગાવવામાં આવ્યો છે. બંને દેશો વચ્ચેની વાટાઘાટો નિષ્ફળ રહ્યા બાદ કેનેડાએ આ આકરું પગલું ભર્યું છે.

629 વસ્તુઓ પર લાગુ થયો નવો ટેરિફ

કેનેડા(Canada) સરકારના નિર્ણય મુજબ 8 સપ્ટેમ્બરની મધરાતથી નવા ટેરિફ અમલમાં આવ્યા છે. કુલ 629 પ્રકારની અમેરિકી વસ્તુઓ પર 15થી 50 ટકા સુધીના ટેરિફ લગાવવામાં આવ્યા છે. આ ઉત્પાદનોની વાર્ષિક આયાતનું મૂલ્ય આશરે 27.6 અબજ કેનેડિયન ડોલર હોવાનું જણાવાયું છે. આ યાદીમાં સ્ટીલ, ફર્નિચર, કપડાં અને વિવિધ ઇલેક્ટ્રોનિક્સ સહિતની વસ્તુઓ સામેલ છે. શરૂઆતમાં 874 ઉત્પાદનોને ટેરિફના દાયરામાં મૂકવાનો પ્રસ્તાવ હતો, પરંતુ બાદમાં કેટલીક દરિયાઈ ખાદ્ય વસ્તુઓને યાદીમાંથી દૂર કરવામાં આવી હતી.

Canadaએ અમેરિકા પર નિર્ભરતા ઘટાડવા કહ્યું

કેનેડાના(Canada) વડાપ્રધાન માર્ક કાર્નીએ દેશના વેપારીઓ અને નાગરિકોને અમેરિકી બજાર પરની નિર્ભરતા ઓછી કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે કેનેડા પોતાની આર્થિક દિશામાં ફેરફાર કરવાની ક્ષમતા ધરાવે છે. તેમના મતે આ પરિવર્તન માટે કેટલીક આર્થિક કિંમત ચૂકવવી પડી શકે છે, પરંતુ કોઈ પગલું ન ભરવાથી લાંબા ગાળે વધુ નુકસાન થઈ શકે છે. આ કાર્યવાહી અમેરિકાના અગાઉના ટેરિફના જવાબરૂપે કરવામાં આવી છે. અમેરિકાએ કેનેડાથી આવતા વાઇન, ફર્નિચર, ડેરી પ્રોડક્ટ્સ, સિમેન્ટ અને સ્પોર્ટ્સ સામગ્રી સહિતના ઉત્પાદનો પર ટેરિફ વધાર્યા હતા. હવે કેનેડાએ પણ અમેરિકી ઉત્પાદનોને નિશાન બનાવીને જવાબી કાર્યવાહી કરી છે.

USMCA કરાર પર પણ અસરની આશંકા

કેનેડા પોતાની કુલ નિકાસનો મોટો હિસ્સો અમેરિકાને મોકલે છે, જેના કારણે બંને દેશો વચ્ચેનો વેપાર સંબંધ અત્યંત મહત્વનો છે. બીજી તરફ, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડિયન બોમ્બાર્ડિયર વિમાનો અને વાહનો પર વધુ ટેરિફ લગાવવાની ચેતવણી આપી છે. આ વધતા તણાવ વચ્ચે અમેરિકા, કેનેડા અને મેક્સિકો વચ્ચેના USMCA વેપાર કરારના ભવિષ્યને લઈને પણ ચિંતાઓ વધી રહી છે. જો બંને દેશો વચ્ચે ટેરિફની આ લડાઈ આગળ વધશે તો ઉત્તર અમેરિકાના વેપાર અને ઉદ્યોગો પર તેની મોટી અસર પડી શકે છે.


આ પણ વાંચો:અમેરિકા-ઈરાન યુદ્ધ વધુ ભીષણ, અમેરિકાએ 5 ઈરાની ઓઈલ ટેન્કરો પર અમેરિકાનો હુમલો

આ પણ વાંચો: BRICSમાં ભારતની અધ્યક્ષતાના રશિયાએ કર્યા વખાણ, 90% લેવડદેવડ સ્થાનિક ચલણમાં

આ પણ વાંચો: સાઉદી અરેબિયા પર હુમલા બાદ મક્કા ડિફેન્સ પેક્ટની કસોટી, હવે પાકિસ્તાન-તુર્કી શું કરશે?