Israel Lebanon Ceasefire Agreement: મિડલ ઈસ્ટ (Middle East) માં લાંબા સમયથી ચાલી રહેલા ભયાનક સૈન્ય તણાવ અને હિંસા બાદ આખરે મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણ અને ફિટકાર બાદ ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે યુદ્ધવિરામ (Ceasefire) ના નવીનીકરણ પર ઐતિહાસિક સહમતિ સદાઈ ગઈ છે. અમેરિકાની મધ્યસ્થતામાં યોજાયેલી ચોથા રાઉન્ડની હાઈ-લેવલ બેઠક બાદ બંને દેશો આ શાંતિ સમજૂતી પર પહોંચ્યા છે. આ કરાર હેઠળ લેબેનોનમાં કેટલાક ખાસ પ્રાયોગિક સુરક્ષા વિસ્તારો (Experimental Security Zones) બનાવવામાં આવશે, જેમાંથી હિઝબુલ્લાહના લડવૈયાઓને સંપૂર્ણપણે બહાર રાખવામાં આવશે.
Ceasefire ની 4 મુખ્ય અને કડક શરતો
આ શાંતિ કરારને જમીન પર લાગુ કરવા માટે હિઝબુલ્લાહ સામે 4 મુખ્ય શરતો રાખવામાં આવી છે:
ગોળીબાર પર સંપૂર્ણ રોક: હિઝબુલ્લાહ દ્વારા ઈઝરાયલના(Ceasefire) સરહદી વિસ્તારો તરફ કરવામાં આવતા તમામ પ્રકારના રોકેટ, મિસાઈલ અને સૈન્ય હુમલાઓ તાત્કાલિક અસરથી બંધ કરવા પડશે.
હથિયારો અને લડવૈયાઓની વાપસી: લેબેનોનની પ્રખ્યાત લિટની નદી (Litani River) ની દક્ષિણ દિશામાં આવેલા તમામ સરહદી વિસ્તારોમાંથી હિઝબુલ્લાહના લડવૈયાઓ અને તેમના ઘાતક હથિયારોના જથ્થાને સંપૂર્ણપણે હટાવી લેવામાં આવશે.
લેબેનોની સેનાનું નિયંત્રણ: સુરક્ષા ક્ષેત્ર જાહેર કરાયેલા આ તમામ સરહદી વિસ્તારો પર હવે કોઈ આતંકી સંગઠન નહીં, પણ લેબેનોનની સત્તાવાર આર્મી (Lebanese Army) પોતાનું પૂર્ણ નિયંત્રણ મેળવશે અને સુરક્ષા સુનિશ્ચિત કરશે.
પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ: નો-ગો ઝોન જાહેર કરાયેલા આ વિસ્તારોમાં હિઝબુલ્લાહની કોઈપણ પ્રકારની નવી સૈન્ય છાવણી, શંકાસ્પદ હલચલ કે પ્રવૃત્તિઓ પર કડક પ્રતિબંધ રહેશે.
વાર્તાલાપમાં હિઝબુલ્લાહ ગેરહાજર, ઈરાનને સીધો સંદેશ
અમેરિકાના વિદેશ મંત્રાલયમાં યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠક બાદ જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ઈઝરાયલ અને લેબેનોન વચ્ચેના ભવિષ્યના સંબંધો બંને દેશોની સાર્વભૌમ અને કાનૂની સરકારો જ નક્કી કરશે. લેબેનોનના ભવિષ્યને પ્રભાવિત કરવાના કે તેમાં દખલગીરી કરવાના કોઈપણ બાહ્ય દેશ કે સંગઠનના પ્રયાસોને સહન કરવામાં નહીં આવે.
આ આખા નિવેદનને સીધું જ હિઝબુલ્લાહના કટ્ટર સમર્થક અને ફંડર એવા ઈરાન તરફના સ્પષ્ટ ઈશારા તરીકે જોવામાં આવી રહ્યું છે. સૌથી ખાસ વાત એ છે કે આ આખી શાંતિ વાર્તાલાપમાં હિઝબુલ્લાહ પોતે સીધી રીતે ટેબલ પર હાજર નહોતું.
શાંતિની દિશામાં મોટું પગલું પણ પડકારો યથાવત
આ સુરક્ષા વિસ્તારોને ગ્રાઉન્ડ લેવલ પર કેવી રીતે ઓપરેટ કરવામાં આવશે તેની સંપૂર્ણ બ્લુપ્રિન્ટ હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. જોકે, અમેરિકાના અથાગ પ્રયાસોથી થયેલી આ સમજૂતીને મિડલ ઈસ્ટમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા મહાયુદ્ધના(Ceasefire) તણાવને ઓછો કરવા માટે એક ઐતિહાસિક પ્રગતિ માનવામાં આવી રહી છે. પ્રાદેશિક રણનીતિક નિષ્ણાતોનું કહેવું છે કે આ સમજૂતી કાગળ પર જેટલી મજબૂત અને સ્પષ્ટ દેખાય છે, તેની અસલી સફળતાનો ખરો આધાર આગામી દિવસોમાં હિઝબુલ્લાહ અને ઈરાનના વાસ્તવિક વલણ અને શરતોના પાલન પર રહેશે.
આ પણ વાંચો :કુવૈત એરપોર્ટના પેસેન્જર ટર્મિનલ પર બ્લાસ્ટ, એક ભારતીય નાગરિકનું કરુણ મોત, ફ્લાઇટ્સ બંધ કરાઈ
આ પણ વાંચો :જાપાનમાં પરવાનગી વગર મસ્જિદ બનાવવા પર ભડકી સરકાર, ગમે ત્યારે ચાલશે બુલડોઝર
આ પણ વાંચો : ભારત, ચીન અને જાપાનથી આવતા સામાન પર અમેરિકા વધારશે ટેરિફ, USએ આપ્યા સંકેત
