World News/ ભારત, ચીન અને જાપાનથી આવતા સામાન પર અમેરિકા વધારશે ટેરિફ, USએ આપ્યા સંકેત

ટ્રમ્પ પ્રશાસને ભારત, ચીન સહિત 60 દેશો પર બળજબરીપૂર્વકની મજૂરી (ફોર્સ્ડ લેબર) નો આરોપ લગાવીને 10% થી 12.5% સુધીનો વધારાનો ટેરિફ (Tariffs) લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. વાંચો સંપૂર્ણ અહેવાલ.

international Top Stories World
Tariffs

Donald Trump Tariff on India:  એક તરફ ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરારના ફ્રેમવર્ક તૈયાર કરવાની હકારાત્મક જાહેરાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ફરી એકવાર મોટો ટેરિફ બોમ્બ ફોડવાની તૈયારી કરી લીધી છે. અમેરિકી સરકારે ભારત સહિત દુનિયાના 60 જેટલા મોટા વેપારી ભાગીદાર દેશોના ઉત્પાદનો પર 10% કે તેથી વધુ વધારાનો ટેરિફ (આયાત શુલ્ક) લગાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ આકરા પગલાં પાછળ અમેરિકાએ એવો ગંભીર આરોપ લગાવ્યો છે કે આ દેશોમાંથી આવતો કેટલોક સામાન બળજબરીપૂર્વક મજૂરી (Forced Labor) કરાવીને તૈયાર કરવામાં આવ્યો હોઈ શકે છે.

કયા દેશ પર કેટલો Tariffs લાગશે?

આજે એટલે કે બુધવાર, 3 જૂન 2026 ના રોજ સવારે ‘અમેરિકી વેપાર પ્રતિનિધિ કાર્યાલય’ (US Trade Representative – USTR) દ્વારા જારી કરાયેલા સત્તાવાર રિપોર્ટમાં આ આયાત શુલ્કને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે:

10% વધારાનો ટેરિફ: કેનેડા, મેક્સિકો, તાઇવાન, યુનાઇટેડ કિંગડમ (બ્રિટન) અને તેના જેવા કેટલાક દેશો પર 10% વધારાની ટેરિફ (Tariffs) લાદવાની દરખાસ્ત છે. આરોપ છે કે આ દેશોએ બળજબરીપૂર્વકની મજૂરીથી બનેલા સામાનની આયાત પરના પ્રતિબંધને યોગ્ય રીતે લાગુ કર્યો નથી.

12.5% વધારાનો ટેરિફ: ચીન, જાપાન, ભારત, દક્ષિણ કોરિયા, બ્રાઝિલ અને સ્વિટ્ઝર્લેન્ડ સહિતના અન્ય ઘણા મોટા દેશો પર સીધો 12.5% જેટલો મોટો વધારાનો ટેરિફ(Tariffs)  લગાવવાની યોજના છે.

Tariffs

અમેરિકી કામદારોના હિત માટે લીધો નિર્ણય

યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવના રાજદૂત જેમિસન ગ્રીયરે આ અંગે કડક નિવેદન આપતા જણાવ્યું છે કે, “અમારા સૌથી મહત્વપૂર્ણ વ્યાપારી ભાગીદાર દેશો બળજબરીપૂર્વકની મજૂરીથી બનેલા સામાનની આયાતને રોકવામાં નિષ્ફળ રહ્યા છે, જે બિલકુલ સ્વીકાર્ય નથી. આના કારણે વૈશ્વિક બજારમાં એક એવી પરિસ્થિતિ ઊભી થાય છે, જ્યાં અમેરિકી કામદારોને અસમાન (Tariffs) અને અયોગ્ય સ્પર્ધાનો સામનો કરવો પડે છે.”

તેમણે ઉમેર્યું કે દરેક વ્યાપારી ભાગીદારે હવે એ સુનિશ્ચિત કરવા માટે કડક પગલાં ભરવા પડશે કે વૈશ્વિક વેપાર અજાણતાં પણ બળજબરીપૂર્વકની મજૂરીને પ્રોત્સાહન ન આપે. જો કે, રાહતની વાત એ છે કે આ નવો ટેરિફ(Tariffs) પ્લાન અમેરિકામાં તાત્કાલિક લાગુ કરવામાં આવશે નહીં. તેને સત્તાવાર રીતે મંજૂરી આપતા પહેલા સામાન્ય અમેરિકી જનતા અને વેપારીઓનો અભિપ્રાય (Public Opinion) લેવાશે અને આખા પ્રસ્તાવની કાયદાકીય સમીક્ષા કરવામાં આવશે.


આ પણ વાંચો : ઇરાનની ધમકી બાદ ટ્રમ્પ એક્શનમાં, ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે નવા યુદ્ધવિરામની જાહેરાત

આ પણ વાંચો : રશિયાએ યુક્રેન પર વરસાવી મિસાઈલો, જીવ બચાવવા હજારો લોકો સબવે સ્ટેશનમાં ભરાયા

આ પણ વાંચો :આફ્રિકામાં ઇબોલા વાયરસનો આઉટબ્રેક, સંક્રમિતોની સંખ્યા 320ને પાર થતાં WHO એલર્ટ