Ebola Virus Outbreak 2026: કોરોના મહામારીના વૈશ્વિક સંકટમાંથી માંડ બહાર આવેલી દુનિયા સામે હવે ફરી એકવાર એક નવો જીવલેણ વાયરસ ચિંતાનો વિષય બન્યો છે. આફ્રિકા ખંડમાં અત્યંત ખતરનાક અને ઘાતક ગણાતા ‘ઇબોલા’ વાયરસનો(Ebola Virus) પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે, જેના કારણે ત્યાં આઉટબ્રેકની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. તાજેતરના અહેવાલો અનુસાર, આફ્રિકાના પ્રભાવિત વિસ્તારોમાં ઇબોલા વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 321 પર પહોંચી ગઈ છે. ટૂંકા ગાળામાં જ સંક્રમિતોનો આંકડો 320ને પાર થતાં સ્થાનિક આરોગ્ય તંત્ર સહિત વૈશ્વિક સંગઠનો પણ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયા છે.
ઝડપી સંક્રમણ અને ઊંચો મૃત્યુદર મોટો પડકાર
આફ્રિકામાં ઇબોલા વાયરસનો(Ebola Virus) કહેર દિન-પ્રતિદિન ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે, જેના લીધે સ્થાનિક વહીવટીતંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. આ વાયરસ તેના ઊંચા મૃત્યુદર અને અતિ ઝડપી સંક્રમણને કારણે મેડિકલ જગતમાં અત્યંત ઘાતક માનવામાં આવે છે. જે દર્દીઓમાં ઇબોલાના લક્ષણો દેખાઈ રહ્યા છે, તેમને તાત્કાલિક આઇસોલેટ કરીને વિશેષ સારવાર આપવામાં આવી રહી છે. જો કે, તબીબો માટે આ સંક્રમણનો ફેલાવો અટકાવવો એ હાલમાં સૌથી મોટો પડકાર બની ગયો છે.
વૈશ્વિક સ્તરે Ebola Virus માટે સાવચેતીના પગલાં શરૂ
આફ્રિકામાં બગડતી પરિસ્થિતિને જોતાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને અન્ય આંતરરાષ્ટ્રીય મેડિકલ ટીમો (Ebola Virus) આ સમગ્ર સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહી છે. આ ઘાતક વાયરસ આફ્રિકાની બોર્ડર પાર કરીને દુનિયાના અન્ય દેશોમાં ન ફેલાય તે માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ અને મેડિકલ ચેકપોસ્ટ્સ પર અત્યારથી જ સાવચેતીના કડક પગલાં લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: કોરોના બાદ હવે ઇબોલા વાયરસનો ખતરો? દિલ્હી એરપોર્ટ પર DGHS એ જાહેર કરી એડવાઇઝરી
આ પણ વાંચો: શું દુનિયામાં નવો વાઇરસ ફેલાઈ રહ્યો છે? જાપાને કેમ રાષ્ટ્રીય મહામારી જાહેર કરી
આ પણ વાંચો: અમદાવાદ: ઇબોલા વાયરસને લઈને AMC સજજ
