Gandhinagar News/ ગુજરાત કેડરના IPS રાજીવ રંજન ભગતને SPGમાં ADG તરીકે પ્રમોશન, કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય

1998 બેચના ગુજરાત કેડરના IPS અધિકારી રાજીવ રંજન ભગતને (IPS Rajiv Ranjan Bhagat) સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)માં એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ મે 2027 સુધી આ મહત્વપૂર્ણ પદ પર સેવા આપશે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
IPS Rajiv Ranjan Bhagat

Gandhinagar News:કેન્દ્ર સરકારની કેબિનેટ નિયુક્તિ સમિતિએ દેશની સર્વોચ્ચ સુરક્ષા એજન્સી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ના ઉચ્ચ વહીવટી માળખામાં મહત્વનો ફેરફાર કર્યો છે. 1998 બેચના ગુજરાત કેડરના અનુભવી અને પ્રતિષ્ઠિત IPS અધિકારી રાજીવ રંજન ભગતને (IPS Rajiv Ranjan Bhagat) SPGના એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG) તરીકે નિયુક્ત કરવાનો સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે.

ગુજરાતના IPS રાજીવ રંજન ભગતને (IPS Rajiv Ranjan Bhagat) SPGમાં મોટી જવાબદારી

કર્મચારી વિકાસ વિભાગ (DoPT) દ્વારા 1 જૂન, 2026ના રોજ જારી કરવામાં આવેલા આદેશ મુજબ, રાજીવ રંજન ભગત (IPS Rajiv Ranjan Bhagat) ચાર્જ સંભાળવાની તારીખથી મે 2027 સુધી આ પદ પર કાર્યરત રહેશે. તેઓ હાલમાં SPGમાં જ ઇન્સ્પેક્ટર જનરલ (IG) તરીકે કાર્યરત છે અને તેમની ડેપ્યુટેશન અવધિ પણ અગાઉ વિસ્તારિત કરવામાં આવી હતી.

SPGના ટોચના વહીવટી માળખામાં ફેરફાર

રાજીવ રંજન ભગત (IPS Rajiv Ranjan Bhagat) ગુજરાત પોલીસ સેવામાં તેમની લાંબી અને ઉત્કૃષ્ટ સેવાઓ માટે જાણીતા છે.SPGમાં તેઓ અગાઉ ઇન્સ્પેક્ટર જનરલ તરીકે લાંબા સમયથી સેવા આપી રહ્યા છે. તેમના IG કાર્યકાળ દરમિયાન વડાપ્રધાનની સુરક્ષા પ્રોટોકોલ્સને વધુ આધુનિક અને અસરકારક બનાવવામાં તેમનું મુખ્ય યોગદાન રહ્યું છે.

તેઓ નવીનતમ સુરક્ષા તકનીકો, ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ, થ્રેટ અસેસમેન્ટ અને હાઈ-રિસ્ક મિશનના અમલમાં તેમની કુશળતા માટે વખાણાયા છે. તેમની નીડરતા, વ્યવસાયિક કુશળતા અને લીડરશિપ ક્ષમતાને જોતાં જ આ પ્રમોશન આપવામાં આવ્યું છે.


આ પણ વાંચો:ગુજરાતમાં IPS અધિકારીઓની મોટા પાયે બદલીની તૈયારી

આ પણ વાંચો:IPS મનોજ નિનામાની રાજકારણમાં એન્ટ્રી, IGP પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાશે!

આ પણ વાંચો:ગુજરાતમાં 200થી વધુ IPS છતાં નિર્લિપ્ત રાયની જ કેમ ચર્ચા? જાણો અનોખો રેકોર્ડ