અમદાવાદ/ 12 માર્ચથી કોંગ્રેસની દાંડી યાત્રા, કોચરબ આશ્રમથી દાંડી સુધી ટ્રેક્ટર યાત્રા યોજશે

અમદાવાદ 12 માર્ચથી કોંગ્રેસની દાંડી યાત્રા, કોચરબ આશ્રમથી દાંડી સુધી ટ્રેક્ટર યાત્રા યોજશે

Ahmedabad Gujarat

12 માર્ચનો ઐતિહાસિક દિવસ જયારે મહાત્મા ગાંધીએ મીઠા સત્યાગ્રહ માટે દાંડી યાત્રા શરુ કરી હતી. અમદાવાદથી શરુ કરેલી પદ યાત્રા છેક દાંડી જઈ ને પૂરી કરી હતી.

ગુજરાત કોંગ્રેસ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી દાંડી યાત્રાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા દાંડી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત કોંગ્રેસ છેલ્લા ઘણા વર્ષોથી દાંડી યાત્રાનું આયોજન કરે છે આ વર્ષે પણ  ગાંધી આશ્રમથી કોચરબ આશ્રમ સુધી પદયાત્રા અને કોચરબ આશ્રમ થી દાંડી સુધી ટ્રેક્ટર યાત્રા યોજશે. દેશભર ખેડૂત નેતાઓ ટ્રેક્ટર રેલીમાં જોડાશે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ પણ અલગ અલગ દિવસે જોડાશે. દાંડી માર્ગે કોંગ્રેસનો ખેડૂત સત્યાગ્રહ કરશે. પરંતુ પોલીસ પરમિશન બાદ કાર્યક્રમને આખરી ઓપ અપાશે.