Rajkot News: રાજકોટના વડવાજડી ઈશ્વરિયા રોડ પર આવેલા ગોપાલ નમકીનના જૂના વેરહાઉસમાં (Gopal Namkeen warehouse) આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની જાણ થતાં રાજકોટ ફાયર બ્રિગેડ અને મેટોડા ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ટીમોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
Gopal Namkeen warehouse: જૂના માલસામાનમાં આગ લાગતાં દોડધામ
મળતી માહિતી મુજબ, વેરહાઉસમાં જૂના કલરના માલસામાનમાં આગ લાગી હતી. આગને કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની (Rajkot Fire Brigade) ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી.
ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો
રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ સાથે મેટોડા ફાયર બ્રિગેડની (Metoda Fire Brigade) બે ગાડીઓએ કામગીરીમાં જોડાઈને આગ બુઝાવી હતી. હાલ મળતી માહિતી મુજબ, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.
આ પણ વાંચો: અમરેલી ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો! ₹60 હજારની લેતીદેતીમાં તુફાન ગાડીને આગ ચાંપી, 2 યુવકોનાં મોત
આ પણ વાંચો: અમરેલીના ગુંદરણની સીમમાં ડબલ મર્ડર: ખેતરમાં પાર્ક ગાડીમાં આગ લગાવી, અંદર સૂતેલા બે બળીને ભળથુ
આ પણ વાંચો: સુરતમાં ફટાકડાના સ્ટોલમાં ભીષણ આગ! રોકેટના ધડાકાથી કિરણ ચોકમાં અફરાતફરી
