મહિલા સહિત બે સામે ગુન્હો દાખલ કરાતા તપાસનો ધમધમાટ
સાયલા તાલુકાના ચોરવીરા ગામે એક મહિલાએ સગીરાને પોતાને ઘેર બોલાવ્યા બાદ એક શખ્સે બળાત્કાર ગુજાર્યા હતો. આ મામલે મદદગારી કરનારી મહિલા સહિત બે સામે ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની તપાસ ઈન્વેસ્ટીગેશન યુનિટ ક્રાઈમ અગેઈન વુમનને સોંપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ચોરવીરા ગામે રહેતી ભારતીબેન વનરાજભાઈ સાંબળીયા નામની પરિણીતાએ તેની પરિચીત સગીરાને પોતાને ઘેર બેસવા બોલાવ્યા બાદ સગીરાને થાળી લેવા માટે રૂમમાં મોકલીને રૂમનો દરવાજો આડો કરી દીધો હતો.તેમજ રૂમમાં અગાઉથી હાજર વિશાલ ભુપત સાંબલીયા નામના શખ્સે સગીરા ઉપર બળાત્કાર ગુજારીને મારી નાંખવાની ધમકી આપી હતી.
સગીરાએ સાયલા પોલીસમાં જણાવતા સાયલા પીએસઆઈ એમ.એચ.સોલંકીએ પોસ્કો એકટ અંતર્ગત શખ્સ અને મહિલા સામે ગુનો નોંધ્યો હતો. આ કેસની તપાસ ઈન્વેસ્ટીગેશન યુનિટ ક્રાઈમ અગેઈન વુમનને સોંપેલી હોવાનુ જાણવા મળે છે.
