Not Set/ વિશ્વાસમાં લઇ છેતરપિંડી કરવાના બનાવો વધ્યા : છેલ્લા બે દિવસમાં 4 લોકો ફ્રોડનો ભોગ બન્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એક તરફ કથળતી જઇ રહી છે. તેવા સંજોગોમાં ચોરી, લૂંટ, હત્યા અને મારામારીના બનાવો સતત વધી રહ્યા છે

Gujarat

– નાના કેરાળા ગામના યુવક સાથે બે ઇસમો દ્વારા જેસીબી લઇ જઇ અને છેતરપિંડી કરાઇ

– પ્લાસ્ટિક અને ડાયમંડ માર્કેટમાં ટ્રેડીંગની લાલચ આપી અને વઢવાણના યુવક સાથે મેનેજરે છેતરપિંડી કરી

– સેશન્સ કોર્ટના નિવૃત્ત સ્ટેનોગ્રાફર સાથે ચાર લોકો દ્વારા ખોટી ઓળખ આપી વિદેશથી સોનાના બિસ્કીટ સસ્તા ભાવે આપવાની લાલચ આપી અને પિત્તળના બિસ્કીટ પધરાવી દેતા ચકચાર

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એક તરફ કથળતી જઇ રહી છે. તેવા સંજોગોમાં ચોરી, લૂંટ, હત્યા અને મારામારીના બનાવો સતત વધી રહ્યા છે. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના બનાવોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસમાં ચાર લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી અને રકમ પણ આપવામાં આવી હોવાનું બહાર આવવા પામ્યું છે. જેને લઈને ચકચાર મચી જવા પામી છે. હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓને આ બાબતે સાવધ રહેવાની જરૂર છે. અને કોઈની વાતોમાં અથવા કોઈના વિશ્વાસમાં આવી કોઈ પણ જાતના આર્થિક લેવડ દેવડના વ્યવહારો અને ધંધાકીય વ્યવહારો ન કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા સલાહ આપવામાં આવી રહી છે. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં ચાર લોકો પાસેથી લાખો રૂપિયાની રકમ ફ્રોડ કરનારાઓ દ્વારા પડાવી લેવામાં આવી છે. જેને લઇને ચકચાર વ્યાપી જવા પામી છે.

સુરેન્દ્રનગર શહેરના બહુચર હોટલ નજીક વસવાટ કરતા અને ધ્રાંગધ્રા કોર્ટમાં સ્ટેનોગ્રાફર તરીકે રિટાયર્ડ થઈ અને નિવૃત્ત જીવન ગુજારતા જીતેન્દ્રભાઈ અમદાવાદી સાથે વિશ્વાસમાં લઈ અને એક ટોળકી દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. સોનાના બિસ્કીટ સસ્તા ભાવે નામ બદલી અને ચાર લોકો દ્વારા સ્ટેનોગ્રાફર રિટાયર્ડ નિવૃત જીવન ગુજારતા જીતેન્દ્રભાઈ અમદાવાદી સાથે વિશ્વાસઘાત થયો છે. સોનાના નામે પિત્તળના બિસ્કીટ આપી દઈ અને આ ટોળકી ફરાર બની જવા પામી છે. અન્ય એક બનાવમાં નાના કેરાળાના સ્થાનિક યુવક સાથે જેસીબી મશીન આપી અને તેની સાથે છેતરપિંડી કરાઇ હોવાનું સામે આવ્યું છે. તેવા સંજોગોમાં બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના સ્થાનિક યુવક પ્લાસ્ટીક અને ડાયમંડ માર્કેટમાં ટ્રેડીંગની લાલચ આપી અને વઢવાણના યુવક સાથે મેનેજરે છેતરપીંડી કરી છે.અને અન્ય એક બનાવમાં વસ્તડી ગામે ત્રણ વર્ષ પહેલા ભાગમાં હોટલ બનાવી અને ત્યારબાદ મૂળ માલિકને હોટેલ ખાલી નહીં કરી ગઈ અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા યુવકો સાથે છેતરપિંડી થઈ હતી. જેમાં યુવકે છેતરપિંડી થતાં ઝેરી દવા ગટગટાવી છે.

પ્લાસ્ટીક અને ડાયમંડ માર્કેટમાં ટ્રેડીંગની લાલચ આપી છેતરપીંડી કરી

સુરેન્દ્રનગર શહેરના ભૌમિકભાઇ સુરેશભાઇ દલસુખભાઇ ખાખી જાતે કંસારા ઉં.વ.34 ધધો વેપાર રહે.60 ફુટ રોડ તપોવન સામે વઢવાણનાએ ફરીયાદ નોંધાવેલી છે. લીંબડી જી.આઇ.ડી.સી. આરોપી કેલી નામની વ્યકિત મોબાઇલ નંબર +44 7502045758 તથા તપાસમાં ખુલે તે આરોપીએ પોતે POSB-Bankમાં મલેશીયા તથા ભારતમાં મેનેજર છે અને તે પ્લાસ્ટીક અને ડાયમંડ માર્કેટમાં ટ્રેડીંગનુ પ્લેટફોર્મ ચલાવે છે. તેવો મેસેજ કરી ફરીયાદી સાથે ઔપચારીક વાતચીત કરી ફરીયાદીને વિશ્વાસમાં લઇ ઓનલાઇન ટ્રેન્ડીંગ કરી વિવિધ તારીખ તથા સમયે અલગ અલગ એકાઉન્ટ નંબરથી કુલ રૂા.4,45,000/-જમા કરાવી જમા કરાવેલા રૂપિયા ફરીયાદીને પરત નહી આપી ફરીયાદી સાથે ઓનલાઇન આર્થિક છેતરપીંડી કરી વિશ્વાસઘાત કરી ગુન્હો કર્યો હતો. આ બનાવની તપાસ ઇન્ચાર્જ સર્કલ પો.ઇન્સ. ડી.એમ.રાવલ લીંબડીનાઓ કરે છે. આ મામલે હાલમાં પોલીસ દ્વારા પણ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને છેતરપિંડી કરનાર જે એજન્ટ છે, તેને ઝડપી પાડવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

વસ્તડી ગામે ભાગમાં હોટલ બનાવી અને ત્યારબાદ મૂળમાલિકને હોટેલ ખાલી ન કરી દેતા ઝેરી દવા ગટગટાવી
વઢવાણ તાલુકાનાં વસ્તડી ગામે હાઈવે ચાર રસ્તા ઉપર આવેલા હોટલના ભાગીદારે ભાગ નહીંં આપીને તેમજ હોટલ ખાલી નહી કરીને ભાગીદારને રીવોલ્વર બતાવી ધમકી આપતા ફીનાઈલ ગટગટાવી લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સાયલા – લીંબડી હાઈવે ઉપર વઢવાણ તાલુકાનાં વસ્તડી ગામ પાસે ચાર રસ્તા ઉપર હોટલ બાપા સીતારામ આવેલી છે. વસ્તડી ગામનાં જાદવ નરોતમભાઈ સોંડાભાઈ અને યુવરાજભાઈ જીવાભાઈ ગોહિલ તથા દશરથભાઈ જોરૂભાઈ ગોહિલ હોટલમાં ભાગીદાર છે.આ બન્ને ભાગીદારે હોટલમાં ભાગ આપવાની મનાઈ કરીને તેમજ હોટલ ખાલી કરવા પાંચ લાખ રૂા. માંગણી લઇને નરોતમભાઈને બંદુક બતાવી ધમકી આપી હતી કે, બે મર્ડર કર્યા છે. ત્રીજુ તારૂ કરવુ પડશે. નરોતમભાઈએ જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસવડા, અને સબંધિત પોલીસને અરજી આપી હતી. પરંતુ કાર્યવાહી થઈ નથી એમ નરોતમભાઈ જણાવે છે, ધમકીથી ડરી ગયેલા નરોતમભાઈએ ફિનાઈલ ગટગટાવી લેતા સારવાર માટે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. અત્યારે હાલમાં ઘટના સ્થળે પોલીસ દોડી ગઈ છે. અને આ મામલે પોલીસ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામે પોતાની વાડીમાં જ દવા ગટગટાવી લેતા યુવકને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અને તાત્કાલિક પણે તેની સારવાર પણ શરૂ કરવામાં આવતા હાલમાં તેમની તબીયત સ્થિર હોવાનું પણ જાણવા મળ્યું છે.

નાના કેરાળા ગામના યુવક સાથે બે ઈસમો દ્વારા જેસીબી લઈ જઈ અને છેતરપિંડી કરાઇ

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નાના કેરાળા ગામના વતની સાથે જૂનાગઢના બે શખ્સો દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે. જેસીબી મશીન લઈ ગયા બાદ તેની રકમ અને હપ્તા રેગ્યુલર ન ભરતા છેતરપિંડી કરાઇ હોવાનું પોલીસ ફરિયાદ વઢવાણ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી છે. નાનુભાઇ સગરામભાઇ લાંબરીયા જાતે ભરવાડ ઉં.વ.આ.42 રહે.મેમકા તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર નાએ ફરીયાદ નોંધાવેલી છે કે, તા.24/11/2021 કલાક 17/00 વાગ્યે નાના કેરાળા ગામ તા.વઢવાણ આરોપી (1) નદીમભાઇ મુન્નાભાઇ મંદાણી (2) મુન્નાભાઇ ઇબ્રાહીમભાઇ મંદાણી રહે.બંન્ને ટીંબાવાડી બાયપાસ જુનાગઢ ફરીયાદી પાસેથી આરોપીએ જે.સી.બી. રજી. નં.GJ-13-AD-0647 વાળુ રૂા.3,00,000/- આપી અને બાકીના દર મહીને રૂા.72,232/- લેખે ચડેલા આઠ હપ્તા ભરવાનો વિશ્વાસ અને ભરોસો આપી નોટરી કરાર કરી જેસીબી મશીન લઇ જઇ જેસીબીના હપ્તા આરોપીએ નહી ભરી અને મોબાઇલ ફોનમાં હપ્તા નહી ભરવાની અને જેસીબી મશીન પાછુ નહી આપવાની વાત કરી ગાળો દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી એકબીજાએ મદદગારી કરી ગુન્હો કર્યો હતો.

નિવૃત સ્ટેનોગ્રાફરનો કિસ્સો

જીતેન્દ્રકુમાર વ્રજલાલ ડાયાભાઇ અમદાવાદી જાતે સ્થાનક વાસી જૈન ભાવસાર ઉં.વ.59 ધંધો ગુજરાતી સ્ટેનોગ્રાફર બીજી એ.ડી. સેસન્સ કોર્ટ ધ્રાંગધ્રાં હાલ નિવૃત રહે.સુરેન્દ્રનગર વસંત વૃજ સત્યમ પાર્ક કિરણ સોસાયટી પાછળ અંબા મીકેનીક પાછળ બહુચર હોટલ પાસે તા.વઢવાણે ફરીયાદ નોંધાવેલી છે કે, તા.28/12/2020 રાત્રીના કલાક 21/30 થી 22/00 વાગ્યાના અરસામાં ફરીયાદીના રહેણાંક મકાને આરોપી (1) કમલેશ ગયાપ્રશાદ વર્મા ખોટુ નામ વિજયસિંહ વાઘેલા ધારણ કરનાર મો.નં.9978080839 રહે.નલીયા એવરેસ્ટ કોલોની જી.ભુજ હાલ રહે.આશાપુરા નગર ફેજ-3 ગીતા કોર્ટેજ એરપોર્ટ રોડ ભુજ (2) સમા મુકીમ મોડભાઇ ખોટુ નામ અનીલ વાણીયા ધારણ કરનાર રહે.મોટી રોહતડ રતાડીયા પંચાયત ખાવડા ભુજ મો.નં.9586659675 (3) ચંદનબેન કમલેશભાઇ વર્મા ખોટુ નામ ભાવનાબા જાડેજા ધારણ કરનાર રહે.ભુજ (4) સુમીત મિશ્રા મો.નં.9586659675 આરોપી નં-1 થી 3 નો માણસ આરોપી નં-1 નાએ ફરીયાદીને મોબાઇલ ફોન ઉપર વાતચીત કરી વિશ્વાસમા લઇ નોકરી કરતા હોવાની ઓળખ આપી અને તમામ આરોપીઓએ ખોટા નામ ધારણ કરી ફરીયાદીને મોબાઇલ ફોન પર તથા રૂબરૂ મળી વિશ્વાસમા લઇ આરોપી નં.2 થી 4 નાએ આરોપી નં.(1) સાથે અગાઉ નક્કી કરેલ પુર્વ આયોજીત કાવતરાને અંજામ આપવા માટે જીતેન્દ્રભાઈને સારી ક્વોલીટીના વિદેશી સોનાના બિસ્કીટના તાજેતરના એક સોનાના બીસ્કીટના બજાર ભાવ 49,0000/- હોય.

જેના બદલે એક સોનાનુ બિસ્કીટ 40,000/-સસ્તા ભાવે આપવાનુ નક્કી કરી અને અગાઉથી આરોપીઓએ કરેલા કાવતરા મુજબ ભુમી જવેલર્સ ગાંધીધામ ખાતેથી 40,000/- અગાઉ જમા કરાવી અને ફરીયાદીને એક સોનાનુ બેસ્ક્ટી 4,50,000/- મા આપવાનુ નક્કી કર્યા મુજબ આપ્યું હતુ. ત્યારબાદ આરોપીએ અલગ અલગ મોબાઇલ ફોન નંબરોથી ફરીયાદીને વિશ્વાસમાં લઈ ગુનાને અંજામ આપવા હેતુથી ફરીયાદીને વિશ્વાસમાં લઇ તા.27/08/2021ના રોજ રૂપીયા 4,90,000/- નું સોનાનુ બિસ્કીટ રૂપીયા 4,50,000/- 100 ગ્રામનુ ગાંધીધામ ખાતેથી અપાવી વિશ્વાસમા લઇ આરોપીએ કટકે કટકે અલગ અલગ તારીખે રૂપીયા 8,00,000/-ના પીતળના બિસ્કીટ નં-2 ખોટા સોનાના બિસ્કીટ બોક્ષમા આપી ફરીયાદીને આજ દિન સુધી આરોપીઓએ વિશ્વાસમા લઈ નાણા ફરીયાદીને પરત આપવા મોબાઇલ ફોન પર બાંહેધરી આપી. જે નાંણા આજદીન સુધી નહી આપી આરોપીએ ગુન્હોર કરવામાં એકબીજાની મદદગારી કરી ગુન્હો કર્યો હતો.