Rajkot News/ રાજકોટમાં ફૂડ ડિલિવરીમેનનો આપઘાત, બે સંતાનોએ છત્રછાયા ગુમાવી

રાજકોટના રૈયા હિલ વિસ્તારમાં આવેલા ગોવર્ધન હાઇટ્સમાં રહેતા 44 વર્ષીય ચેતનભાઈ રાવરાણીએ ઝેરી પ્રવાહી પી આપઘાત (Suicide)કરી લેતા રિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે

Gujarat Rajkot
રાજકોટના રૈયા હિલ વિસ્તારમાં આવેલા ગોવર્ધન હાઇટ્સમાં રહેતા 44 વર્ષીય ચેતનભાઈ રાવરાણી (Chetanbhai Ravrani)એ ઝેરી પ્રવાહી પી આપઘાત (Suicide)કરી લેતા રિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

Rajkot News : રાજકોટના રૈયા હિલ વિસ્તારમાં આવેલા ગોવર્ધન હાઇટ્સમાં રહેતા 44 વર્ષીય ચેતનભાઈ રાવરાણી (Chetanbhai Ravrani)એ ઝેરી પ્રવાહી પી આપઘાત (Suicide)કરી લેતા રિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ચેતનભાઈ ઓનલાઇન ફૂડ ડિલિવરીનું (Food Delivery Man)કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ ત્રણ બહેનોના એકના એક ભાઈ હતા અને તેમને બે પુત્રો છે.

મળતી માહિતી મુજબ, ચેતનભાઈ ગઈકાલે બપોરે ઘરે પરિવારજનોને ‘એક કામ માટે બહાર જાઉં છું, હમણાં પાછો આવું છું’ તેમ કહી સ્કૂટર લઈને નીકળ્યા હતા. જોકે, મોડી રાત સુધી તેઓ ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી.

દરમિયાન રૈયા ચોકડી નજીકથી ચેતનભાઈનું સ્કૂટર મળી આવ્યું હતું. પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા ત્યારે માધાપર ચોકથી આગળ હાઈવે પર લોકોનું ટોળું જોવા મળ્યું હતું. સ્થળ પર 108 એમ્બ્યુલન્સ પણ પહોંચેલી હતી. પરિવારજનો ત્યાં પહોંચ્યા ત્યારે ચેતનભાઈ બેભાન હાલતમાં મળી આવ્યા હતા અને તેમણે ઝેરી પ્રવાહી પીધું હોવાનું સામે આવ્યું હતું.

108ના EMT દ્વારા તપાસ કરવામાં આવતા ચેતનભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસનો સ્ટાફ પણ સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં ચેતનભાઈના પત્નીનું નામ ભાવીશાબેન હોવાનું અને તેમને બે પુત્રો હોવાનું સામે આવ્યું છે. બંને પુત્રોમાં એક ધોરણ-10માં અભ્યાસ કરે છે, જ્યારે બીજો કોલેજમાં અભ્યાસ કરે છે. પરિવારના મુખ્ય આધારસ્તંભ એવા પિતાના અચાનક મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.

ચેતનભાઈ રાવરાણી (Chetanbhai Ravrani)એ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે હાલ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. પરિવારજનો પણ આ અંગે અજાણ હોવાનું પોલીસને જણાવ્યું છે. ગાંધીગ્રામ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો : ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં રેગિંગનો ખુલાસો, મોડાસામાં ભારે ગમગીની વચ્ચે અંતિમ વિદાય

આ પણ વાંચો : રાજકોટના મોટી મેંગણી ગામે 16 વર્ષની સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ

આ પણ વાંચો : રાજકોટમાં યુવકના આપઘાત કેસમાં પત્ની સહિત 6 સામે ફરિયાદ: સુસાઈડ નોટમાં લખ્યું- “મને જીવવા જેવો રહેવા દીધો નહીં”