ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરના એટલે કે, આવતીકાલે જાહેર થવાના છે.અરવલ્લી જિલ્લામાં મોડાસા, બાયડ, અને ભિલોડા એમ ત્રણ વિધાનસભા બેઠકોનો સમવોશ થાય છે.આ બેઠકોની મતગણતરી મોડાસાની એન્જીનીયરીંગ કોલેજમાં થશે.જિલ્લાની ત્રણ બેઠકો ઉપર ભાજપ, કોંગ્રેસ, આપ અને અન્ય પક્ષોના કુલ 30 ઉમેદવારોનું ભાવી જાહેર થશે. ત્યારે હાલ મોડાસા એન્જીનીયરીંગ કોલેજ ખાતે 1366 ઇવીએમ મશીન ચુસ્ત સુરક્ષા સાથે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. જેને ધ્યાને રાખીને મતગણતરીના સ્થળ પર 130 પોલીસ, 2 ડીવાય.એસ.પી અને એક એસ.પી.નો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
અરવલ્લી જિલ્લાની ત્રણ વિધાનસભા મોડાસા બાયડ અને ભિલોડા બેઠક માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે જિલ્લામાં શરેરાશ મતદાન 67.34 ટકા થયું છે જે પૈકી સૌથી વધુ બાયડ બેઠક ઉપર 69.99 ટકા , મોડાસામાં 69.99 જયારે ભિલોડા બેઠક ઉપર 65.07 ટકા મતદાન થયું છે જિલ્લાના કુલ 8.30 લાખ મતદારો પૈકી 5.59 લાખ મતદારોએ બીજા તબક્કામાં મતદાન કરી સમગ્ર જિલ્લાની ત્રણ બેઠકો ઉપર ભાજપ કોંગ્રેસ આપ અને અન્ય પક્ષોના30 ઉમેદવારોનું ભાવી મતપેટીઓમાં કેદ કર્યું છે. ત્યારે આ ઉમેદવારોના ભાવીનો ફેસલો એટલેકે મતગણતરી આવતી કાલે જિલ્લા મથક મોડાસા ખાતે આવેલી એન્જીનીયરીંગ કોલેજ ખાતે થનાર છે ત્યારે આ ગણતરીને પગલે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
આવતી કાલે યોજાનાર મતગણતરી ને લઈ વહીવટી તંત્ર એ મતદાન બાદથી તૈયારીઓ શરુ કરી પૂર્ણ કરી દીધી છે મતગણતરીની કામગીરી વહેલા માં વહેલીતકે પૂર્ણ થાય એ રીતે સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે ત્રણે વિધાનસભા બેઠક ના કુલ 1366 ઇવીએમ વીવીપેટની કુલ 14 ટેબલ પર 29 રાઉન્ડ માં.ગણતરી યોજાશે જે માટે કર્મચારીઓનો સટાફ પણ ફાળવી દેવામાં આવ્યો છે.
જિલ્લાની ત્રણે વિધાનસભા બેઠક ના 1062 મતદાન કેન્દ્રો પરથી તમામ 1366 ઇવીએમ મશીન ચુસ્ત સુરક્ષા સાથે મોડાસા એન્જીનીયરીંગ કોલેજ ખાતે લવાયા છે અને સ્ટ્રોંગ રૂમમાં પોલીસ જાપ્તા હેઠળ સુરક્ષિત મુકવામાં આવ્યા છે મત ગણતરી સમયે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હાલ ગણતરી સ્થળે 130 પોલીસ, 2 ડીવાયએસપી અને એક એસપી દ્વારા સંપૂર્ણ મતગણતરી સ્થળે સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે જયારે પરિણામ બાદ વિજય સરઘસ માટે પણ પોલીસ દ્વારા અલાયદું આયોજન ગોઠવી કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે.
આ પણ વાંચો:આવતીકાલે બપોરના બારથી એકની વચ્ચે રાજકોટનું પરિણામ આવી જશે
આ પણ વાંચો:મહેસાણાની સાત બેઠકો પર કુલ 1869 મતદાન મથકોના મતોની ગણતરી થશે
આ પણ વાંચો: MCDમાં જીત બાદ કેજરીવાલને જોઈએ 2 વસ્તુઓ, PM મોદી પાસે પણ માંગ્યા આશીર્વાદ
