Gandhinagar News : ગાંધીનગરમાં નર્સિંગ પરીક્ષા વિવાદ મુદ્દે બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રાઈમરી ચર્ચા માટે બેઠક કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ બેઠકમાં અધિકારીઓ, યુનિવર્સિટીના સત્તાવાળાને બોલાવવામાં આવ્યા હતા. આગામી 3 દિવસમાં ઉકેલવામાં આવશે નર્સિંગ પરીક્ષાનો વિવાદ આવે તેવી શક્યતા છે.
પરીક્ષાની કેટલીક બાબતો ધ્યાને આવી હોવાનું આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે નર્સિંગની પરીક્ષામાં રાજ્યમાં 90 જેટલા સેન્ટરો હતા. આ તમામ સેન્ટરમાં કેવી રીતે માર્કસ મુકવામાં આવ્યા હતા તેની પણ બેઠકમાં ચર્ચા થઈ હતી.
સરકાર આગામી સમયમાં વિદ્યાર્થીઓના હિતમાં ઝડપથી યોગ્ય નિર્ણય કરશે. ઉપરાંત મેરીટવાળા વિદ્યાર્થીઓને અન્યાય નહિ થાય એમ પણ આરોગ્ય પ્રધાને વધુમાં ઉમેર્યું હતું.
આ પણ વાંચો: સુરતમાં 12 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ
આ પણ વાંચો: સાબરકાંઠામાં શિક્ષકે બે કલાક સુધી સગીરા પર આચર્યું દુષ્કર્મ, સ્થિતિ લથડતા કર્યું આવું…
આ પણ વાંચો: જસદણમાં દુષ્કર્મની ઘટનાથી ખળભળાટ, કૌટુંબિક ભાઈની ધરપકડ