Surat News/ સુરતમાં 12 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ

સુરત શહેરના અડાજણમાં 21 વર્ષ રાહુલ ચૌહાણ નામના યુવકે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું

Top Stories Gujarat Surat Breaking News

Surat News: સુરતમાં સતત મહિલા સાથે શારીરિક છેડતી એન તેમાં પણ નાની બાળકી સાથે દુષ્કર્મની સતત ઘટના વધી રહી છે. ત્યારે વધુ એક ઘટના સમયે આવી છે સુરતના અડાજણથી. અહિયાં 12 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. યુવકે સગીરાને પોતાના પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસે ગુનો નીંધી તપાસ હાથ ધરી છે.

તમને જણાવી દઈએ કે, સુરત શહેરના અડાજણમાં 21 વર્ષ રાહુલ ચૌહાણ નામના યુવકે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેનો વીડિયો બનાવી તેને બ્લેકમેલ કરતો હતો. જે બાદ કિશોરીએ આ સમગ્ર ઘટના વિષે તેની માતાને જાણ કરી હતી. આ પછી માતાએ સમગ્ર બાબતે પોલીસને જણાવતા પોલીસે ગુનો નોંધી આરોપી રાહુલ ચૌહાણની ધરપકડ કરી હતી.

આ પહેલા સુરતના પલસાણા તાલુકા નજીક એક શ્રમજીવી પરિવારની 4 વર્ષની બાળકી રમી રહી હતી, ત્યારે નજીકમાં રહેતો 45 વર્ષનો આધેડ ઇસમ બાળકીને લાડ લડાવવા લાગ્યો હતો. ત્યારબાદ હવસખોર આરોપી બાળકીને અડધો કિલોમીટરના અંતરે આવેલા પોતાના રૂમ પર લઈ ગયો હતો. જ્યાં તેણે બાળકીને પોતાનો હવસનો શિકાર બનાવી હતી. ત્યારબાદ બાળકી લોહીલુહાણ હાલતમાં રડતી રડતી ઘરે પહોંચી હતી. આ જોઈ શ્રમિક પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવારજનો તાત્કાલિક બાળકીને લઈને કડોદરા પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં લવ જેહાદ : યુસુફ મંડપવાલાએ કમલસિંહ નામ ધારણ કરી દુષ્કર્મ આચર્યુ

આ પણ વાંચો:સુરતમાં પાંચ બાળકોના પિતાનું ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ

આ પણ વાંચો:સુરતના સગીરા પરના દુષ્કર્મના કેસમાં કાફેની આડમાં કપલ બોક્સ ચલાવતા સંચાલકની ધરપકડ