Sabarkantha News/ સાબરકાંઠામાં શિક્ષકે બે કલાક સુધી સગીરા પર આચર્યું દુષ્કર્મ, સ્થિતિ લથડતા કર્યું આવું…

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાની એક શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની પર તે જ શાળાના શિક્ષક દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

Top Stories Gujarat Others Breaking News

Sabarkantha News: સાબરકાંઠામાં વધુ એકવાર શિક્ષણ જગત શર્મસાર થયો છે. બર્થ ડે કેક કાપવાના બહાને ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.હિંમતનગર તાલુકાની ગ્રામ્ય શાળામાં સગીરા અભ્યાસ કરતી હતી.ઇડર રોડ ઉપર આવેલા ગેસ્ટ હાઉસમાં ધોરણ 10માં અંગ્રેજી અને સંસ્કૃત ભણાવતા શિક્ષકે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.

દુષ્કર્મ આચરતા સગીરાની સ્થિતિ લથડતા સિવિલ હોસ્પિટલ મૂકી શિક્ષક પલાયન થઇ ગયો હતો.ત્યારે આ મામલે હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી છે. જણાવીએ કે, શિક્ષક વિદ્યાર્થીનીને બર્થડે કેક કાપવાના બહાને ઇડર રોડ પર આવેલા ગેસ્ટ હાઉસમાં લઇ ગયો હતો. જ્યાં તેણે સતત બે કલાક સુધી વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરતાં વિદ્યાર્થીની તબિયત લથડી હતી. ત્યારબાદ શિક્ષક વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલ ખાતે મૂકીને ભાગી ગયો હતો.

જ્યારે સગીર વિદ્યાર્થીનીએ ઘટનાની જાણ કરી, ત્યારે ઘટનાસ્થળે પહોંચેલા પરિવારના સભ્યોએ તેમની પુત્રીને સાંત્વના આપી અને સમગ્ર ઘટના અંગે ગ્રામીણ પોલીસને જાણ કરી. આ સમગ્ર મામલે પોલીસે ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપી શિક્ષકને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના સમગ્ર પંથકમાં હાહકાર મચી જવા પામ્યો છે. વાલીઓને પોતાના બાળકોને લઇને અસુરક્ષાની ભાવના અનુભવી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જસદણમાં દુષ્કર્મની ઘટનાથી ખળભળાટ, કૌટુંબિક ભાઈની ધરપકડ

આ પણ વાંચો:સગીરા પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં ઈ-રિક્ષા ચાલકની ધરપકડ

આ પણ વાંચો:HIV પોઝિટિવે સગીરાનું અપહરણ કરી દસ મહિના સુધી કર્યુ દુષ્કર્મ