Kolkata News : પશ્ચિમ બંગાળમાં સગીરઓ પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં રવિવારે ઈ-રિક્ષા ચાલકની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. કોલકાતાના પૂર્વી બહારના વિસ્તારમાંથી 14 વર્ષની છોકરી પર દુષ્કર્મ અને હત્યા કરવાના આરોપમાં સૌમિત્ર રોય (22 વર્ષ)ની ધરપકડ કરવામાં આવી હતી. કોલકાતામાં 13 વર્ષની સગીરાના રેપ અને દુષ્કર્મનો કેસ ઉકેલાઈ ગયો. પોલીસે ઈ રિક્ષા ચલાવી રહેલા 22 વર્ષીય યુવાનની ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર, ગત “ગુરુવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ છોકરી તેની માતા સાથે ઝઘડો થયા બાદ તેના ન્યુ ટાઉન ઘરેથી નીકળી ગઈ હતી. છોકરી રસ્તાઓ પર ભટકતી રહી અને પછી રોયને ઘરે લઈ જવાનું કહ્યું. બીજા દિવસે સવારે સ્થાનિક લોકોને તેનો મૃતદેહ મળ્યો,” બિધાન નગર પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું. પોલીસે સ્કેન કરેલા સુરક્ષા કેમેરાના ફૂટેજમાં છોકરી રોયની ઇ-રિક્ષા રોકીને તેમાં ચઢતી દેખાઈ. “પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવાયું છે કે છોકરીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન, રોયે જણાવ્યું હતું કે તે શુક્રવારે રાત્રે 2 વાગ્યાની આસપાસ એક નિર્જન જગ્યાએ ગયો હતો, જ્યાં તેણે ગુનો કર્યો હતો. અમે તપાસ કરી રહ્યા છીએ કે રોયનો કોઈ સાથી હતો કે નહીં,” અધિકારીએ ઉમેર્યું. પોલીસે તેની ધરપકડ કરી છે. પૂછપરછમાં આરોપીએ કહ્યું કે તે રાતે નશામાં હતો, બિરીયાની પણ ખાધી હતી. તેણે હત્યાનો ગૂનો કબૂલી લીધો છે. આરોપીની પૂછપરછમાં અનેક ખુલાસાઓ થયા.
પોલીસની પૂછપરછમાં રોયની પત્ની મૌસુમીએ પોલીસને જણાવ્યું છે કે તેની 4 વર્ષ પહેલા રાણાઘાટમાં તેના એક મિત્રની ગર્લફ્રેન્ડ સાથે છેડતી અને દુર્વ્યવહાર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, અને તે માટે તે 8 મહિનાથી જેલમાં હતો. અગાઉના કેસના સંદર્ભમાં તેને હજુ પણ રાણાઘાટ કોર્ટમાં હાજર થવાનું બાકી છે. આરોપીની ધરપકડ જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ (પોક્સો) અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ કરવામાં આવી.
આ પણ વાંચો: HIV પોઝિટિવે સગીરાનું અપહરણ કરી દસ મહિના સુધી કર્યુ દુષ્કર્મ
આ પણ વાંચો: પોરબંદરના મંડેર ગામે 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મનો કેસમાં પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી
આ પણ વાંચો: અમદાવાદ : લગ્નની લાલચે વધુ એક દુષ્કર્મની ઘટના
