Ahmedabad News/ અમદાવાદ : લગ્નની લાલચે વધુ એક દુષ્કર્મની ઘટના

પહેલા Instagram મારફતે આવ્યા એકબીજાના પરિચયમાં

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : અમદાવાદમાં લગ્નની લાલચે વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં યુવત અને યુવતી પહેલા Instagram મારફતે એકબીજાના પરિચયમાં આવ્યા હતા. બાદમાં મળવાના બહાને એકબીજા વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા હતા. ત્યારબાદ યુવકે થોડા દિવસ પહેલા યુવતીને હોટેલમાં મળવા બોલાવી હતી. હોટેલમાં મળવાના બહાને બોલાવી આરોપી યુવકે દુષ્કર્મ આચર્યું હતું.

ત્યાર બાદ આરોપી વારંવાર અલગ-અલગ જગ્યાએ યુવતીને બોલાવતો હતો. આખરે યુવતીએ તેને માતા-પિતાને જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ અંગે આરોપી ધવલ હિતેન્દ્રભાઈ ચાવડા સામે વાસણા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે વાસણા પોલીસે ફરિયાદને આધારે આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદની ટ્રાફિક સમસ્યા દૂર કરશે શહેરની વચ્ચે બનનારો બ્રિજ

આ પણ વાંચો:સુરતમાં 44 જેટલા મોટા સર્કલને નાના કરાશે, ટ્રાફિક સમસ્યા દૂર કરવા નવતર પ્રયોગ

આ પણ વાંચો:અમદાવાદ : શહેરની ટ્રાફિક સમસ્યા દૂર કરવા પોલીસ AI ટેકનોલોજીની લેશે મદદ