aahmedabad/ અમદાવાદ : શહેરની ટ્રાફિક સમસ્યા દૂર કરવા પોલીસ AI ટેકનોલોજીની લેશે મદદ

અમદાવાદ શહેર વિસ્તરણ કરી રહ્યું છે. શહેરનો વિસ્તાર વધવા સાથે વસ્તી પણ વધાતા ટ્રાફિક પણ વધ્યો છે. ટ્રાફિક સમસ્યા દૂર કરવા ટેકનોલોજીની મદદ લેવાશે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2024 02 09T143047.683 અમદાવાદ : શહેરની ટ્રાફિક સમસ્યા દૂર કરવા પોલીસ AI ટેકનોલોજીની લેશે મદદ

અમદાવાદ શહેર વિસ્તરણ કરી રહ્યું છે. શહેર હવે પોળ અને સોસાયટીઓ સુધી સીમિત ના રહેતા ઘુમા અને ગાંધીનગર સુધી વિસ્તરીત થયું છે. શહેરનો વિસ્તાર વધવા સાથે વસ્તી પણ વધી છે. આ કારણે રસ્તાઓ પર ટ્રાફિક પણ વધ્યો છે. આજે શહેરી રહીશો પાસે સામાન્ય રીતે સાઈકલથી લઈને કાર સુધીના વાહનો હોય છે. એટલે કે સાઈકલ અને એક્ટીવા અને બાઈકની સાથે ફોર વ્હીલર પણ અવશ્ય હોય છે. શહેરમાં આજે ઓફિસ ટાઈમમાં સવારે અને સાંજે જબરજસ્ત ટ્રાફિક જોવા મળશે. સી.જી. રોડ હોય કે પછી એસ.જે. રોડ હોય કે પછીનારોલ- નરોડા રોડ, દરિયાપુર, કાલુપુરુ અથવા મણિનગર જેવા વિસ્તારો હોય, તમામ વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ જોવા મળે છે. શહેરી રહીશોની ટ્રાફિક સમસ્યા દૂર કરવા હવે પોલીસ આજના આધુનિક સમયની ટેકનોલોજી AI (આર્ટિફિશિયલ ઇન્ટેલેજીન્સ)ની મદદ લેશે.

અમદાવાદ ટ્રાફિક સમસ્યા, ટ્રાફિક પોલીસ, રખડતા ઢોરનો ત્રાસ, ગુજરાત હાઈકોર્ટ,  ગુજરાત સરકાર - Ahmedabad traffic problem traffic police Torture of stray  cattle Gujarat High Court

શહેરના નાગરિકો ઉપરાંત ટ્રાફિક પોલીસ માટે પણ ટ્રાફિક એક મોટી સમસ્યા બની છે. આથી જ પોલીસ માર્ગો પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા નવા પ્રયોગો કરી રહી છે. આ મામલે પોલીસ વડા જી.એસ.મલિકે જણાવ્યું કે શહેરમાં કેટલાક વિસ્તારો ટ્રાફિકની સમસ્યા બહુ ગંભીર છે. વધુ પડતા ટ્રાફિકના કારણે લોકો પોતાના મહત્વના કામનો ઘણો બધો સમય તેમાં વ્યય થાય છે. આથી જ શહેર પોલીસે આ સમસ્યામાંથી છુટકારો મેળવવા ટેકનોલોજીની મદદ લઈ રહી છે. આ મામલે વધુ અભ્યાસ કરવામાં આવ્યો છે. ખાસ તો એ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે કયા સિગ્નલો પર કેટલો સમય વધુ ટ્રાફિક હોય છે, તે સ્થાનને ઓળખી ટ્રાફિક સંચાલનને વધુ સારું બનાવવા AI કેવી રીતે ઉપયોગી બની શકે તે શક્યતાઓ પર અમે આગળ વધી રહ્યા છીએ.

વધુમાં મલિકે જણાવ્યું કે મેગા સિટી બેંગલુરુમાં ટ્રાફિક નિયમન લઈને કેવી વ્યવસ્થા છે તેના માટે પોલીસ સફીન હસનને બેંગલુરુ મોકલવામાં આવી રહ્યા છે. ત્યાં તેઓ AI સાથે કેવી રીતે બેંગલુરુમાં ટ્રાફિક નિયમન થઈ રહ્યું છે તેની માહિતી મેળવશે. ખાસ કરીને અત્યારે શહેરના એસ.પી. રીંગ રોડ પર બપોરના એક – બે કલાક સિવાય હંમેશા વધુ ટ્રાફિક જોવા મળે છે. એસ.પી. રિંગ રોડના ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા રાજ્યના ગૃહ વિભાગને રજૂઆત કરવામાં આવી છે. જેમાં સમગ્ર એસ.પી. રીંગ રોડને અમદાવાદ શહેર પોલીસ ક્ષેત્રમાં સોપંવાની માંગ કરાઈ છે. હાલમાં 80 ટકા રિંગ રોડનો હિસ્સો અમદાવાદ શહેરમા છે. જ્યારે 20 ટકા હિસ્સો ગાંધીનગર અને અમદાવાદ ગ્રામ્યમાં જાય છે. શહેરના ટ્રાફિક પોલીસ પાસે એસ.પી.રીંગ રોડનો તમામ ક્ષેત્ર આવી જાય તો ટ્રાફિક સમસ્યા દૂર કરવાનું વધુ સરળ બની શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :uttarakhand/હલ્દવાણીમાં બબાલ વધી, આગચંપી વચ્ચે કર્ફ્યુ, જોતાં જ ગોળી મારવાનો આદેશ

આ પણ વાંચો :uttarakhand/હિંસા બાદ હલચલ તેજ, ​​CM ધામીએ દેહરાદૂનમાં બોલાવી બેઠક