Ahmedabad News: ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તારીખ 26-27 મે, 2025ની મુલાકાત સંદર્ભે ભારતીય સેનાના સન્માનમાં રચનાત્મક પોસ્ટરો મૂકવામાં આવ્યા છે.


અમદાવાદ શહેરમાં ઓપરેશન સિંદૂર સફળ થવા પાછળ ઉપયોગ કરાયેલી મિસાઈલો, ટેન્કના પ્રતીકો મૂકવામાં આવ્યા છે.



પકવાન બીટ, એરપોર્ટ સર્કલ રિવરફ્રન્ટ વગેરે રૂટ પર તેમજ વિવિધ સર્કલે ઓપરેશન સિંદૂરના કટઆઉટ્સ મૂકી ભારતીય સેનાનું માન વધારવામાં આવ્યું છે.



