Mann Ki Baat:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનો 122મો એપિસોડ આજે પ્રસારિત થઈ રહ્યો છે. કાર્યક્રમમાં પીએમ મોદીએ લોકોને કહ્યું કે સમગ્ર દેશને સેનાની બહાદુરી પર ગર્વ છે.
‘મન કી બાત’ કાર્યક્રમના ૧૨૨મા એપિસોડમાં લોકો સાથે વાત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે આખો દેશ આતંકવાદ સામે એક થયો છે, ગુસ્સાથી ભરેલો છે, પરંતુ દૃઢ નિશ્ચયી છે. આજે દરેક ભારતીયનો સંકલ્પ આતંકવાદનો અંત લાવવાનો છે. ઓપરેશન સિંદૂર દરમિયાન આપણા દળોએ બતાવેલી બહાદુરીએ દરેક ભારતીયને ગર્વ કરાવ્યો છે. ઓપરેશન સિંદૂરથી સમગ્ર વિશ્વમાં આતંકવાદ સામેની લડાઈમાં એક નવો આત્મવિશ્વાસ અને ઉત્સાહનો સંચાર થયો છે. ઓપરેશન સિંદૂરએ દેશના લોકો પર એટલો પ્રભાવ પાડ્યો છે કે ઘણા પરિવારોએ તેને પોતાના જીવનનો ભાગ બનાવી લીધો છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “આપણી સેનાએ સરહદ પાર આતંકવાદી છાવણીઓનો નાશ જે ચોકસાઈથી કર્યો તે અસાધારણ છે. ઓપરેશન સિંદૂર માત્ર એક લશ્કરી મિશન નથી; તે આપણા સંકલ્પ, હિંમત અને બદલાતા ભારતનું ચિત્ર છે અને આ ચિત્રે સમગ્ર દેશને દેશભક્તિની ભાવનાથી ભરી દીધો છે અને તેને ત્રિરંગાના રંગોમાં રંગી દીધો છે.”
આ પણ વાંચો:PM મોદી આજે મન કી બાતના 119મા એપિસોડને સંબોધશે, જાણો અપડેટ
આ પણ વાંચો:સ્પેસ સાયન્સ, AIથી લઈને હેલ્થ ટીપ્સ સુધી… PM મોદીએ મન કી બાતમાં શું કહ્યું?
આ પણ વાંચો:વર્ષ 2025ની પહેલી મન કી બાત, નાગરિકો સાથે કરશે સંવાદ
