Bhuj News/ PM મોદીની ભુજ મુલાકાતને પગલે જાહેરનામુ : મીરજાપર સભા સ્થળના માર્ગો બપોરે 1થી સાંજે 7 વાગ્યા સુધી બંધ, વૈકલ્પિક રૂટની વ્યવસ્થા

26 મે 2025ના રોજ બપોરે 1થી સાંજે 7 વાગ્યા સુધી ભુજ શહેરના કેટલાક માર્ગો બંધ રહેશે

Gujarat Others

Bhuj News : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભુજ મુલાકાતને લઈને ટ્રાફિક નિયંત્રણ માટે કલેક્ટર આનંદ પટેલે જાહેરનામુ બહાર પાડ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિદૂર બાદ પ્રથમવાર કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. જેને પગલે આ ટ્રાફિક વ્યવસ્થા કરવામાં આવી છે. કલેકટરના હુકમ મુજબ, 26 મે 2025ના રોજ બપોરે 1થી સાંજે 7 વાગ્યા સુધી ભુજ શહેરના કેટલાક માર્ગો બંધ રહેશે. 36 કવાટર્સ ત્રણ રસ્તાથી એરપોર્ટ ત્રણ રસ્તા, કોડકી ચાર રસ્તા, ત્રિમંદિર અને પ્રિન્સ રેસિડેન્સી ત્રણ રસ્તાથી ભગવતી ચાર રસ્તા સુધી વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે.

વૈકલ્પિક માર્ગ તરીકે, 36 કવાટર્સથી સરપટ નાકા થઈને ભુજ શહેરમાં પ્રવેશી શકાશે. માંડવી, માતાના મઢ, નખત્રાણા અને નારાયણ સરોવર જવા માટે 36 કવાટર્સથી રેલ્વે સ્ટેશન, આત્મારામ સર્કલ, RTO સર્કલ થઈને મિરઝાપર ગામ તરફનો માર્ગ ઉપલબ્ધ રહેશે.

ભુજ શહેરમાં પ્રવેશ માટે મિરઝાપર ગામના બે નંબરના ગેટથી ગૌશાળા થઈને મુંદરા રોડ માર્ગનો ઉપયોગ કરી શકાશે. સરકારી વાહનો, પોલીસ અધિકૃત વાહનો, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના વાહનોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.



આ પણ વાંચો:15 સેકન્ડમાં 5 લોકોના મોત, એક ભૂલથી થયો અકસ્માત, રાજસ્થાનમાં કેન્ટર સાથે ટાટા સફારીની ટક્કર

આ પણ વાંચો:રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતમાં 9ના મોત અને 15 ઘાયલ

આ પણ વાંચો:રાજસ્થાનનાં બુંદીમાં ઘટી મોટી દુર્ઘટના, ભીષણ માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત