Sabarkantha News: હિંમતનગર ગ્રામ્ય વિસ્તારમાં લગ્નના માત્ર છ મહિનામાં પરિણીતાએ જીવન ટૂંકાવી લેતા ચકચાર (Married Woman Death) મચી છે. કાટવાડ ગામમાં બનેલી આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોએ સાસરીયા પક્ષ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. કાટવાડ ગામે રહેતી પરિણીતાના લગ્નને હજુ છ મહિના જેટલો જ સમય થયો હતો. જોકે, આ ટૂંકા લગ્નજીવન બાદ તેનું મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
Married Woman Death: સાસરીયા પક્ષ પર શારીરિક-માનસિક ત્રાસનો આક્ષેપ
મૃતક પરિણીતાના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, લગ્ન બાદથી જ તેને સાસરીયા પક્ષ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ, સતત ત્રાસથી કંટાળીને પરિણીતાએ આ અંતિમ પગલું ભર્યું હોવાનો (Suicide Abetment Case) આક્ષેપ છે.
પતિ સહિત 6 લોકો સામે પોલીસ ફરિયાદ
સમગ્ર મામલે હિંમતનગર ગ્રામ્ય પોલીસે (Himmatnagar Police) પરિણીતાને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાના આરોપસર પતિ સહિત સાસરીયા પક્ષના છ લોકો સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં પતિ, સાસુ, સસરા, નણંદ, જેઠ અને જેઠાણીનો સમાવેશ થાય છે.

ચાર આરોપીઓની ધરપકડ
પોલીસે ગુનો નોંધીને તપાસ આગળ ધપાવતા અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીઓની ભૂમિકા અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

પરિવારજનોએ નિષ્પક્ષ તપાસની માંગ કરી
પરિણીતાના મોત બાદ પરિવારજનોએ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. બીજી તરફ, હિંમતનગર ગ્રામ્ય પોલીસ દ્વારા સમગ્ર કેસમાં પુરાવા અને ફરિયાદના આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
@દિપકસિંહ રાઠોડ
આ પણ વાંચો: મહિલા કોન્સ્ટેબલ જ્હાનવી ડાભી આપઘાત કેસ, જ્હાનવીને માનસિક ત્રાસ આપતો પરણિત કમાન્ડો પ્રેમીની પોલીસે કરી ધરપકડ
આ પણ વાંચો: ગાંધીનગરમાં 28 વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત, શાહીબાગ હેડ ક્વાર્ટર્સમાં હતી ફરજ પર
આ પણ વાંચો: અમદાવાદના પોલીસ સ્ટેશનમાં યુવકનો આપઘાત, મદદ માટે આવ્યો હતો
