- ગુજરાતમાં વધુ એક વાર કમોસમી માવઠુ
- ગઇકાલે રાત્રે 12 સુધી 7 તાલુકામાં આંશિક વરસાદ
- કચ્છ-ગાંધીનગર અને અમદાવાદજિલ્લાના તાલુકામાં વરસાદ
- મુંદ્રા-ભચાઉ અને રાપર તાલુકામાં કમોસમી વરસાદ
- કલોલ-માણસા અને ગાંધીનગર તાલુકામાં પણ માવઠુ
- અમદાવાદજિલ્લાના માંડલ તાલુકામાં વરસાદ
- આંશિક વરસાદ છતાં ખેડૂતોના પાકને નુક્સાન
- પાકને નુક્સાન થતાં ખેડૂતો વધુ એક વાર પરેશાન
- અમદાવાદ શહેરમાં પણ કમોમસી વરસાદ
- ગુજરાતમાં શિયાળો અને ચોમાસુ મિશ્ર ઋતુનો અનુભવ
- શિયાળાના ઠંડક અને ચોમાસાથી ઝાકળની સ્થિતિ
ઠંડીની ઋતુમાં એકવાર ફરી ચોમાસાની એન્ટ્રી થઇ ગઇ છે. ગુજરાતમાં મોડી રાત્રિએ અનેકો જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. રાજ્યનાં પાટનગરથી લઇને મેટ્રો સિટી અમદાવાદમાં પણ ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.
આ પણ વાંચો – સુરેન્દ્રનગર / કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર એ.કે. ઔરંગાબાદકરના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ સ્કિલ કમિટીની બેઠક યોજાઇ
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં મોડી રાત્રિએ કમોસમી વરસાદ પડ્યો હતો. મળી રહેલી માહિતી અનુસાર ગઇ કાલે રાત્રે 12 થી 7 તાલુકામાં આંશિક વરસાદ નોંધાયો છે. જણાવી દઇએ કે, કચ્છ, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાનાં તાલુકામાં વરસાદ પડ્યો હતો. જો કે આ પહેલા હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે તે અંગે જણાવ્યુ હતુ. જો કે રાજ્યમાં ક્યાંક હળવા છાંટા પડ્યા છે, તો કેટલાક શહેરોમાં માત્ર રોડ રસ્તા ભીના થયા છે. ઘણી જગ્યાએ તો એવો અનરાધાર તૂટી પડયો છે, જાણે ચોમાસું ફરી પાછુ બેસી ગયું હોય. જો કે હવે કમોસમી વરસાદ જાણે સામાન્ય વાત બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિત રાજ્યનાં અન્ય ભાગોમાં પણ કમોસમી વરસાદને પગલે જનજીવન ખોરવાયું હતું. હવામાન વિભાગે મંગળવારે ગુજરાતનાં ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. જો કે, મંગળવારની પૂર્વરાત્રીએ જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજ્યનાં અમદાવાદ જિલ્લાનાં માંડલ તાલુકો, ઉપરાંત ગાંધીનગર જિલ્લાનાં કલોલ, માણસા અને દહેગામમાં કમોસમી વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત, સૌરાષ્ટ્રનાં રાજકોટ, જામનગર, મોરબી, હળવદ તેમ જ ઉત્તર ગુજરાતનાં અરવલ્લી, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, વિસનગર, બહુચરાજી, ચાણસ્મા, પાટણ, પાલનપુર, વાવ પંથકમાં વરસાદી છાંટા પડ્યા હતા, જેના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું અને તૈયાર પાકને બચાવવા માટે દોડાદોડી કરી મૂકી હતી. સોમવારે આખો દિવસ વાદળોથી ધૂંધળા બનેલા વાતાવરણનાં કારણે વહેલી સવારે હવામાં ભેજનું પ્રમાણ પણ વધ્યું હોવાથી સવારે ધુમ્મસ જોવા મળ્યું હતું.
આ પણ વાંચો – મહારાષ્ટ્રમાં / નારાયણ રાણેના પુત્ર અને ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેની થઇ શકે છે ધરપકડ!
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા બે દિવસમાં શિયાળો અને ચોમાસુ આમ બન્ને ઋતુનો લોકોએ અનુભવ કર્યો છે. શિયાળો ચાલી રહ્યો છે જેના કારણે ઠંડક અને કમોસમી વરસાદ પડવાથી ઝાકળની સ્થિતિ ઉભી થઇ છે.
