અમદાવાદ/ સ્ટેન્ડિંગ કમિટીએ અંતે સફાઇવેરો વધારવાની દરખાસ્ત ફગાવી

મંતવ્ય ન્યૂઝે આ દરખાસ્ત અંગે AMC ની આકરી ટીકા કર્યા બાદ બીજા જ દિવસે આ નિર્ણય લેવાયો છે. ફ્રેબ્રુઆરીમાં મૂકાતા બજેટના સમયે જ ‘બજેટ નવા કરબોજ વગરનું છે.’

Top Stories Ahmedabad Gujarat
સ્ટેન્ડિંગ કમિટીએ,

અમદાવાદના નગરજનો ઉપર પાછલા બારણે રૂ. 75 થી 80 કરોડનો સફાઇવેરો-યુઝર્સચાર્જિસ ઝીંકવાની વિવાદી દરખાસ્ત આખરે સ્ટેન્ડિંગ કમિટીએ, માથે આવી રહેલી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફગાવી દીધી છે. મંતવ્ય ન્યૂઝે આ દરખાસ્ત અંગે AMC ની આકરી ટીકા કર્યા બાદ બીજા જ દિવસે આ નિર્ણય લેવાયો છે. ફ્રેબ્રુઆરીમાં મૂકાતા બજેટના સમયે જ ‘બજેટ નવા કરબોજ વગરનું છે.’ તેવી સુફિયાણી જાહેરાત કરી મ્યુનિ. કોર્પોરેશને વાહવાહી લૂંટી હતી, એ જ ગાળામાં પાછલા બારણે સ્ટેન્ડિંગ કમિટીમાં રહેણાંકની મિલકતમાં હાલ રોજનો રૂ.1 યુઝર્સચાર્જ છે. તે વધારીને રૂ. 3 અને કોમર્શિયલ મિલકતમાં હાલ રૂ. 2 છે તે વધારીને રૂ. 5 કરવાની દરખાસ્ત વહીવટીતંત્રએ મૂકી હતી. આ દરખાસ્ત પાસ થઈ હોત તો, નાગરિકો ઉપર રૂ. 75 થી 80 કરોડનો બોજો પડવાનો હતો. રહેણાંકનો વાર્ષિક યુઝર્સચાર્જ  હાલમાં રૂ. 365 છે. તે વધીને રૂ. 1095 અને કોમર્શિયલ મિલકતોમાં રૂ. 730 છે, તે વધીને રૂ. 1825 થઈ જાત, શહેરની રહેનનકની 18 લાખ જેટલી મિલકતોને અને 6 થી 7 લાખ કોમર્શિયલ મિલકતોને આ વધારો લાગુ પાડનાર હતો.

આ અંગે મંતવ્ય ન્યૂઝે કરેલી ટીકાં દરમિયાન અમે પણ જણાવ્યું હતું કે, ચૂંટણીનું વર્ષ હોવાથી સ્ટેન્ડિંગ કમિટી સૂચવાધેલાં આ ચાર્જિસમાં ધટાડો કરશે તેમ ચોક્કસપણે જણાય છે. સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ અને મેયર કિરીટ પરમારે હિંમતપૂર્વક અને સુજબૂજ સાથે આ કરવધારો કરવાની દરખાસ્ત રદ કરી કમિશનર તરફ પાછી મોકલી દીધી છે. ચેરમેને તો એમ પણ કહ્યું કે હું ચેરમેન રહીશ ત્યાં સુધી આ દરખાસ્ત પાસ નહીં કરું, અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રોપર્ટીટેક્સની રકમમાં સફાઇવેરો આવી જ જાય છે. પરંતુ દેશભરમાં યોજાતા સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાગ લેવા માટે યુઝર્સચાર્જ કેટલો વસૂલવામાં આવે છે. તે બાબત મહત્વની ગણાય છે. એ બાબતને નજર સમક્ષ રાખી આ દરખાસ્ત મુકાઇ હતી તેમ એક એક અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો :ડાયમંડ સીટી સુરત વધુ એકવાર થઈ કલંકિત, 15 વર્ષીય સગીરા પર કરાયું દુષ્કર્મ

આ પણ વાંચો :રાજકોટમાં જન્માષ્ટમીનો મેળો યોજાય શકે છે?, કારણ જાણો…

આ પણ વાંચો : ગુજરાત હાઇકોર્ટે સાબરમતી નદી પ્રદૂષણ મામલે AMCને આપ્યો આ આદેશ,જાણો

આ પણ વાંચો : રાજ્યમાં વધુ એકવાર થયું પેપરલીક, ધો. 10 અને 12ની પ્રિલિમિ પરીક્ષાનું યુટ્યુબ પર થયું લીક

આ પણ વાંચો :વટવા ગામમાં હિંસક જૂથ અથડામણમાં 15 ઘાયલ, ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ