ગાંધીનગરના દહેગામ તાલુકાના વટવા ગામમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણની ઘટના સામે આવી છે. બાઈક અડી જવાની સામાન્ય બાબતમાંથી મામલો બીચક્યો હતો અને બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા હતા. બીજી તરફ ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
- બાઈક અડી જેવી બાબતમાં મામલો બિચક્યો
- વટવામાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ
સરપંચની ચૂંટણી દરમિયાન થયેલી અદાવતને ધાયને રાખી દહેગામના વટવા ગામમાં બે જૂથો વચ્ચે બાઇક અડી જવા જેવી સામાન્ય બાબતમાં મોટી બબાલ થઈ હતી. અને મામલો બીચક્યો હતો. બંને જૂથો સામસામે આવી ગયા હતા. અને એક બીજા ઉપર પથ્થર મારો કર્યો હતો. આ હુમલામાં 15 લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકના સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા છે. જેમાથી બે વ્યક્તિને વધુ ઈજાઓ પહોંચી હોવાથી ગાંધીનગર સિવિલમાં ટ્રાન્સ્ફર કરવામાં આવ્યા હતા. તો ગામમાં હાલ પૂરતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત નાખી દેવામાં આવ્યો છે.
World / નેહરુનું ભારત એક એવું બની ગયું છે જ્યાં અડધા સાંસદો સામે દુષ્કર્મ અને હત્યા જેવા ફોજદારી આરોપો પેન્ડિંગ છે :સિંગાપોરના વડા પ્રધાન
Gujarat / રાજ્ય સરકારની નવી ગાઈડલાઈન જાહેર, શાળા કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઈન
કચ્છ / કચ્છમાં વધુ 7 પાકિસ્તાની બોટ ઝડપાઇ, ઘુષણખોરો માટે લાલ જાજમ બનતો દરિયાકિનારો
