બરેલી
આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ અને હિંદુવાદી નેતા ડો . પ્રવીણભાઈ તોગડિયા ગુરુવારે ઉત્તર પ્રદેશમાં બરેલી શહેરમાં પહોચ્યા હતા. આ દરમ્યાન તેમણે ભાજપ પર નિશાનો સાધ્યો હતો. રામ મંદિર પર પૂછેલા સવાલમાં તેમણે કહ્યું હતું કે ભાજપ ટ્રીપલ તલાકમાં કાનૂન બનીને મુસ્લિમ મહિલાઓ માટે વકીલ બની ગઈ છે. રામ મંદિર વિશે કોઈ કામ નહિ કરતા રામ ભગવાનને ધોકો આપ્યો છે.
તમને જણાવી દઈએ કે દિલ્લીમાં ભાજપે ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે કાર્યાલય બનાવ્યા છે . અયોધ્યામાં રામ મંદિરનું કામ હજુ પણ શરુ નથી થયું. ભાજપે દેશની જનતાને ધોકો આપ્યો છે. ભાજપની સરકારે કઈ જ નથી કર્યું તેણે ના તો યુવાનોને નોકરી આપી કે ખેડૂતના દેવા પણ માફ નથી કર્યા.
બુધવારે બીએસએફના એક જવાનનું માથું કાપીને આતંકવાદી લઇ ગયા તેમ છતાં આજ સુધી સરકાર પાકિસ્તાનને પણ કોઈ પાઠ ભણાવી નથી શકી. પ્રવીણ તોગડિયાએ ભાજપની સરકાર પર પોતાના નિવેદનથી આકરા શબ્દોમાં ટીકા કરી હતી.
