Rajkot News: રાજકોટ (Rajkot) માં મતદારયાદી સુધારણા (SIR) ની પ્ર્રક્રિયા દરમિયાન 2.95 લાખ ડુપ્લિકેટ નામ કમી કરવામાં આવ્યા છે. તેમા પરપ્રાંતીય મતદારોના નામ પણ હતા. મોટાભાગના ડુપ્લિકેટ મતદારોના નામ કમી કરવામાં આવ્યા તેમા પરપ્રાંતીયોની સંખ્યા મોટાપાયા પર છે. આ ઉપરાંત 2002ની યાદીમાં સમાવિષ્ટ 89,292 મતદારો મૃત્યુ પામેલા હતા અને 61,271 મતદારો ગેરહાજર હતા.
રાજકોટમાં 33,452 નવા મતદારો ઉમેરાયા
રાજકોટ (Rajkot)જિલ્લામાં 33,452 નવા મતદારો ઉમેરાયા હતા. તેમા 7,200થી વધુ લોકો પુરાવા રજૂ કરી શક્યા ન હતા. આમ પ્રથમ યાદીમાં 20.95 લાખ મતદારોનો સમાવેશ થાય છે. ગુજરાતમાં મતદારયાદી સુધારણા (SIR)ની પ્રક્રિયા વિપક્ષના વિરોધના વંટોળનો ભોગ બની છે. કોંગ્રેસે આ મતદારયાદીને લઈને રાજ્યવ્યાપી વિરોધ કર્યો છે અને જિલ્લાદીઠ વિરોધ પણ કર્યો છે.

રાજકોટ સહિત ગુજરાતમાં SIRનો તીવ્ર વિરોધ
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ (Rajkot)જેવા રાજ્યના મોટા શહેરો સહિત દરેક જિલ્લાથી લઈને તાલુકા સુધી કોંગ્રેસે વિરોધ કર્યો છે અને કલેક્ટરને તેના માટે કલેક્ટરને આવેદન આપ્યું છે. તેના માટે વિરોધ પ્રદર્શન કર્યા છે અને ધરણા પણ કર્યા છે.
તેની પાછળનું સૌથી મોટું કારણ છે કે ગુજરાતમાં મતદારયાદી સુધારણાની પ્રક્રિયા દરમિયાન 73.73 લાખ મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે. જ્યારે 9.69 લાખ મતદારો તેમના સ્થળે મળ્યાં જ નથી. આ સિવાય 3.81 લાખ ડુપ્લિકેટ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. જયારે 40.25 લાખ મતદારોએ કાયમી સ્થળાંતર કર્યુ હોવાનું જણાવાયું છે. આ સિવાય 18.07 લાખ મૃતક મતદારોને મતદારયાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.

રાજકોટમાં પરપ્રાંતીય મતદારોના નામમાં ધરખમ ઘટાડો
ગુજરાતમાં નવેમ્બર મહિનાથી મતદારયાદી સુધારણાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. અગાઉની મતદારયાદીમાં 5.08 કરોડ મતદારોના નામ હતા. હવે 73.73 લાખ નામો દૂર કરવામાં આવતા રાજ્યમાં કુલ મતદારોની સંખ્યા 4.34 કરોડ થઈ ગઈ છે. અંતિમ મતદારયાદી 17 ફેબ્રુઆરીના રોજ જાહેર થશે. તેથી અંતિમ યાદી પછી પણ વિવાદ થાય તો આશ્ચર્ય નહી થાય. તેની સાથે અંતિમ મતદારયાદી પછી કુલ કેટલા મતદારોના નામ કમી થયા છે તે જોવાનું પણ ઘણું મહત્વનું રહેશે.
આ પણ વાંચો: તા.01.01.2026 લાયકાત આધારે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) શરૂ
આ પણ વાંચો: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની સંયુક્ત પ્રેસ વાર્તા…
આ પણ વાંચો: 17 ઓગસ્ટથી રાહુલ ગાંધીની મતદાર અધિકાર યાત્રા બિહારના સાસારામથી શરૂ થશે
