Entertainment News: મશહૂર ફિલ્મ મેકર વિશાલ ભારદ્વાજની ‘ઓ રોમિયો’ ફિલ્મ (‘O Romeo’ Bollywood Film) આજે 13 ફેબ્રુઆરીએ થિયેટર્સમાં રિલીઝ થશે અને આ ફિલ્મના ટીઝર અને ટ્રેલરથી દર્શકો અત્યંત પ્રભાવિત થયા છે! આ ફિલ્મમાં શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરી લીડ સ્ટારકાસ્ટમાં સામેલ છે. આ ફિલ્મ વિશે સોશિયલ મીડિયા (Social Media) પર અનેક ચર્ચાઓ ઉઠી રહી છે કારણ કે, બોલીવુડની આ ફિલ્મથી લોકોને પહેલેથી જ અનેક અપેક્ષાઓ હતી.
તમને કદાચ ખબર નહિં હોય પણ, અમિતાભ બચ્ચન સ્ટારર્ પીકૂ ફિલ્મ (Amitabh Bachchan, Piku Movie)ના કલાકારો દીપિકા પાદુકોણ અને દિવંગત અભિનેતા ઇરફાન ખાન (Deepika Padukone, Irrfan Khan) સાથે આ જ પ્રકારના એક કથાનક પર એક ફિલ્મ બનાવવાનું પ્લાન થઇ ચૂક્યું હતું! ‘સપના દીદી’ નામના ટાઇટલ સાથે એક ફિલ્મ બનાવવાની વિશાલ ભારદ્વાજની યોજના હતી જે મૂવી મુખ્યત્વે ‘રહીમા ખાન’ પર આધારિત હતી.

ક્રિએટિવ મતભેદ અને ઇરફાનનું સ્વાસ્થ આડે આવ્યા
સાત વર્ષ અગાઉ ઇરફાન ખાનની લથડેલી તબિયત અને ક્રિએટિવ મતભેદોના કારણે આ ફિલ્મ બનવામાં અંતરાય ઊભો થયો હતો અને આ પ્રોજેક્ટ પડતો મૂકવો પડેલો! હવે એક નોખા દ્રષ્ટિકોણથી અને નવા એક્ટર્સ સાથે વિશાલ ભારદ્વાજે આ જ વિષય પર ફરી એક નવી ફિલ્મ બનાવી છે જેમાં શાહીદ કપૂર (Shahid Kapoor)ને ઇરફાનના પાત્રમાં રિપ્લેસ કરવામાં આવ્યો છે અને દીપિકાના સ્થાને તૃપ્તિ ડિમરી એનું કિરદાર નિભાવે છે.
ઓ રોમિયોના ટ્રેલર લોન્ચિંગ દરમિયાન, ફિલ્મ ‘સપના દીદી’ (Sapna Didi Film) અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્નના ઉત્તરમાં વિશાલે શું જણાવ્યું એ વિશે જાણીએ….

‘ઓ રોમિયો’ ફિલ્મ (O Romeo Film) માં હુસૈન ઉસ્તરાની ભૂમિકા
ઇરફાન અને દીપિકાએ હીટ ફિલ્મ ‘પીકૂ’ બાદ આ નવી ફિલ્મમાં કામ કરવાનું શરુ કરી દીધું હતું. ફિલ્મ મેકરે જણાવ્યું કે, “દીપિકા પાદુકોણે તો ‘સપના દીદી’નું અડધું શૂટિંગ પણ પૂરું કરી નાખ્યું હતુ અને એ ઇરફાન ખાન સાથે કામ કરી રહી હતી….” પરંતુ, ઇરફાન ખાનની કથળતી જતી તબિયત અને બાદમાં એમનું મૃત્યુ થવાથી કામ રોકાઇ ગયું હતું અને એ ઉપરાંત, ડિરેક્ટર હની ત્રેહાન (Director Honey Trehan) સાથે એમના કહેવાતા રચનાત્મક મતભેદોના કારણે આ પ્રોજેક્ટનું કામ અટકાવી દેવામાં આવ્યું હતુ.
એવું કહેવાય છે કે, વિશાલ ભારદ્વાજ (Vishal Bhardwaj) ‘સપના દીદી’ નામની આ ફિલ્મમાં દીપિકા પાદુકોણને અંડરવર્લ્ડ ડોન ‘રહીમા ખાન’ અને ઇરફાન ખાનને ગેંગસ્ટર ‘હુસૈન ઉસ્તરા’ (Gangsters ‘Rahima Khan’ & ‘Hussain Ustra’)ના સ્વરુપમાં પ્રસ્તુત કરવાના હતા.

શી રીતે બદલાયા આ કહાણીના કલાકાર?
ટ્રેલર લોન્ચિંગ પ્રસંગે વિશાલ ભારદ્વાજે સ્પષ્ટ કર્યુ હતું કે, “એ પટકથા અને કલાકાર અલગ હતા અને આ એક તદ્દન અલગ ફિલ્મ છે! ‘ઓ રોમિયો’નો ભૂતકાળની આ ફિલ્મ સાથે કોઇ જ સંબંધ નથી!”
એમણે સાફ-સાફ જણાવ્યું હતું કે, જ્યારે એમણે આ નવી ફિલ્મ પર કામ કરવાનું શરુ કર્યું ત્યારે એનું શીર્ષક કંઇક અલગ હતું…કથાનકમાં સમય સાથે અનેક પરિવર્તનો થયા…શરુઆતમાં એનું નામ ‘ઓ રોમિયો’ ન હતું પણ જેમ-જેમ કહાણી આગળ ધપતી ગઈ એ પછી, એનું નામ નિર્ધારિત કરવામાં આવ્યું, જે વિશે ક્યારેય વિચાર્યું પણ ન હતું!!

પંકજ ત્રિપાઠીએ ‘સપના દીદી’ અંગે વાતચીત કરી
એક ઇન્ટરવ્યૂમાં પ્રતિભાવાન અભિનેતા પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi)એ એ વાતની પુષ્ટિ કરી હતી કે, એ પણ ‘સપના દીદી’નું શૂટિંગ કરી રહ્યાં હતા અને દીપિકા પાદુકોણ અને ઈરફાન ખાન સાથે કામ કરી ચૂક્યાં હતા! બંને કલાકારોની ભરપૂર પ્રશંસા કરતા આ ફિલ્મ પૂરી ન થવા અંગે એણે અફસોસ જતાવ્યો હતો!
એવું પ્રતીત થઇ રહ્યું છે કે, આ કહાણીનો મૂળ વિચાર વિશાલ ભારદ્વાજના મનમાં કોઇક ખૂણે ધરબાઇ ગયો હતો અને એણે એને એક નવીન સ્વરુપમાં પ્રસ્તુત કરવાનો નિર્ણય લઇ લીધો!

‘ઓ રોમિયો’ ફિલ્મની સ્ટારકાસ્ટમાં શાહીદ કપૂર, તૃપ્તિ ડિમરી, નાના પાટેકર, અવિનાશ તિવારી, તમન્ના ભાટિયા, દિશા પટણી (Shahid Kapoor, Trupti Dimri, Nana Patekar, Avinash Tiwari, Tamannaah Bhatia, Disha Patani) જેવા કલાકારો ઉપરાંત પીઢ અભિનેત્રી ફરીદા જલાલ પણ સામેલ છે. આ ફિલ્મના નિર્માતા છે સાજીદ નડિયાદવાલા અને 13 ફેબ્રુઆરી અર્થાત્ આજે સિનેમાઘરમાં મોટા પડદે રિલીઝ થનાર છે!
આ પણ વાંચો: અક્ષય ખન્નાની એક્ઝિટ બાદ ‘દ્રશ્યમ 3’ માં અજય દેવગન સાથે કામ કરી ચૂકેલા અભિનેતાની એન્ટ્રી..!
આ પણ વાંચો: પ્લેબેક સિંગિંગમાંથી રિટાયરમેન્ટ પછી અરિજીત સિંહની સ્ટેજ પર વાપસી….કોલકાતામાં કર્યો લાઇવ શો…
આ પણ વાંચો: મનોજ બાજપેયીની ફિલ્મ ‘ધૂસખોર પંડિત’ અંગે વિવાદ…નિર્માતાએ કર્યો ખુલાસો…કહ્યું, “…કાલ્પનિક કહાણી છે!”
