Entertainment News: બોલીવુડના મશહૂર સિંગર અરિજીત સિંહ (Arijit Singh, Bollywood Singer) દ્વારા પાછલા દિવસોમાં એક એવી પોસ્ટ કરવામાં આવેલી જેનાથી એના ફેન્સ નિરાશ થઇ ગયા હતા! એણે સોશિયલ મીડિયા દ્વારા જાહેર કર્યું કે હવે એ પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ લેશે…આ ઘોષણાથી એના ચાહકો ઘણા જ દુ:ખી થઇ ગયા હતા. પણ અરિજીતે સ્પષ્ટ કર્યુ કે, એ ઘણા લાંબા સમયથી આ બાબતે વિચાર કરી રહ્યા હતા અને એમણે અંતે આ નિર્ણય લઇ જ લીધો.
આ નિવૃત્તિ પછી ધમાકેદાર વાપસી કરતા અરિજીતે કોલકાતામાં એક સ્ટેજ શો (Kolkata Live Show) કરીને એના ફેન્સને ખુશ કરી દીધા છે! એણે સિતાર વાદક અનુષ્કા શંકર (Sitar player Anushka Shankar)ની સાથે નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં લાઇવ શો કર્યો હતો, જે જોયા બાદ આ પ્રતિભાશાળી ગાયકના ચાહકોના જાનમાં જાન આવી છે!

કોલકાતામાં અરિજીત સિંહ (Arijit Singh)નો લાઇવ શો
અનુષ્કા શંકરના ‘ચેપ્ટર ટૂર 2026’ માં અરિજીતે એક ગેસ્ટ પર્ફોર્મર તરીકે ભાગ લીધો હતો. જેવી અનુષ્કાએ અરિજીતને સ્ટેજ પર આમંત્રિત કર્યો કે તરત જ આખું ઑડિટોરિયમ તાળીઓની ગડગડાટથી ગૂંજી ઉઠ્યું! સોશિયલ મીડિયા (Social Media) પર હવે કોલકાતામાં આયોજીત થયેલી આ ઈવેન્ટનો વીડિયો વાયરલ (Viral) થઇ રહ્યો છે.
સ્ટેજ પર આવતાવેંત આ અનોખા સિંગરે એના ફેન્સનું અભિવાદન કર્યુ અને સ્માઇલ સાથે કહ્યું કે, “હું ઘણો નર્વસ છું…મને બોલાવવા બદલ ધન્યવાદ!” આ ગજબ ઈવેન્ટનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે અને એ જોઇ-જોઇને ફેન્સ પોતાનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે.
અરિજીતે ખૂબસૂરત સોન્ગ ગાયું
અનુષ્કા તથા તબલાવાદક વિક્રમ ઘોષ સાથે સંગત કરીને અરિજીતે “માયા ભોરા રાતી….”ની પ્રસ્તુતિ કરી, જે એક બંગાળી રચના છે અને એ મૂળ રુપે લક્ષ્મી શંકર દ્વારા ગવાયેલી કૃતિ છે. આ ગીતનું સંગીત અનુષ્કાના પિતા, દિવંગત સિતારવાદક પંડિત રવિ શંકર (Pandit Ravi Shankar) દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતુ. અરિજીતના આ જાદુઇ પર્ફોર્મન્સે ઓડિયન્સને મંત્રમુગ્ધ કરી દીધા હતા!

આ પછી ઈવેન્ટમાં અરિજીતે લગભગ 20 મિનિટ સુધી અનુષ્કા સાથે મળીને ‘ટ્રેસિસ ઑફ યુ…’નું ડ્યુએટ વર્ઝન દર્શકો સમક્ષ પ્રસ્તુત કર્યુ, જે ઓરિજીનલી અનુષ્કા અને નોરા જોન્સનું સોન્ગ છે. આ ગીતને પણ પ્રેક્ષકોએ ઘણું જ વધાવ્યું હતુ.
અનુષ્કા શંકરના ઘરે મુલાકાત કરી
આ ગજબનાક પર્ફોર્મન્સ બાદ, અરિજીતે જણાવ્યું હતુ કે એ તાજેતરમાં જ અનુષ્કા શંકરના ઘરે ગયો હતો જ્યાં બંનેએ સાથે મળીને એક નવી ધૂન પર કાર્ય કર્યું હતુ. અરિજીતના આ ખુલાસા બાદ એના ફેન્સ એવી આશામાં ઝૂમી ઉઠ્યા છે કે કદાચ આ બંને પ્રતિભાઓ સાથે મળીને ભવિષ્યમાં કંઇક વિશેષ લઇને આવશે!
અત્રે ઉલ્લેખનીય છે કે, 27 જાન્યુઆરીએ એક પોસ્ટ શૅર કરીને અરિજીતે પ્લેબેક સિંગિંગમાંથી સંન્યાસ (Playback Singing Retirement) લેવાનું એલાન કરેલું જે પછી આ એમનું પ્રથમ જાહેર પર્ફોર્મન્સ છે જેણે એના ચાહકોને ખુશ કરી દીધા છે!

ફેઇમ ગુરુકુળ’ શોથી કેરિયરની શરુઆત
સિંગર ઈલા અરુણ વર્ષ 2005 માં રિલીઝ રિયાલિટી શો ‘ફેઇમ ગુરુકુળ’ (Fame Gurukul) માં જજ સ્વરુપે સામેલ હતી. આ શોથી જ અરિજીતે પોતાની મેઇનસ્ટ્રીમ કેરિયરની શરુઆત કરી હતી. એમાં એ વિનર તો ન બન્યો પણ આ દરમિયાન, ઈલા અરુણે એને ઘણો જ સપોર્ટ કર્યો હતો. એ બંનેની એક ક્લિપ વાયરલ બની હતી જેમાં આ યુવા સિંગર ડૂસકા ભરીને રડતો નજરે ચઢે છે!
એને આ શોમાંથી બહાર જતાં ઈલાએ 3 વાર બચાવ્યો હતો અને એ જાણી ગઈ હતી કે એ સૌથી વધુ ટેલેન્ટેડ છે. એણે કહ્યું કે, જજ જાવેદ ભાઈ, શંકર મહાદેવન સાહેબ અને કેકે (Javed Akhtar, Shankar Mahadevan, KK) એ તો એને બહાર કરી દીધો હતો. જે દિવસે એ એલિમિનેટ થયો એ જ દિવસે મેં કહેલું કે, “અરિજીત જ લાંબી રેસનો ઘોડો છે! એ મને ઘણો પસંદ છે…હું એને આ (જીંદગીના) નવા ચેપ્ટર માટે ઢગલાબંધ શુભકામનાઓ આપું છુ. મારી દુઆઓ હંમેશા એની સાથે છે!”
ઈલા અરુણ (Ela Arun)ની આ વાત સાચી ઠરે એવું એનું ગજબ પર્ફોર્મન્સ જોઇને લોકો અરિજીત પાસે હવે આવા નિત નવા પર્ફોર્મન્સિસની અપેક્ષા રાખી રહ્યા છે.
આ પણ વાંચો: જયા બચ્ચન…તમે આ શું કહ્યું?…લગ્ન ‘આઉટડેટેડ’ ટ્રેન્ડ…સિંગલ છે બોલીવુડની આ મહિલાઓ…!
આ પણ વાંચો: સંજય લીલા ભણશાળી અને ઇસ્માઇલ દરબાર વિવાદ પર પુત્ર અવેઝનું બયાન…’હીરામંડી’ કેમ છોડી..!
આ પણ વાંચો: ઐશ્વર્યા રાયને મુસ્લિમ બનાવીશ પછી લગ્ન કરીશ, પાકિસ્તાની મૌલવી અબ્દુલ કાવી
