Entertainment News/ જયા બચ્ચન…તમે આ શું કહ્યું?…લગ્ન ‘આઉટડેટેડ’ ટ્રેન્ડ…સિંગલ છે બોલીવુડની આ મહિલાઓ…!

જયા બચ્ચન પોતાની નીડર શૈલીથી બયાનો આપીને કારણ વિના સુર્ખીઓ મેળવી ચૂક્યા છે. એમણે કહ્યું કે, એ નથી ઇચ્છતી કે એની દોહિત્રી નવ્યા લગ્ન કરે…બોલીવુડ…

Trending Entertainment
જયા બચ્ચન

Entertainment News: જયા બચ્ચન પોતાની નીડર શૈલીથી બયાન આપીને કારણ વિના સુર્ખીઓ મેળવી ચૂક્યા છે. હાલમાં એમણે કહ્યું છે કે, એ નથી ઇચ્છતા કે એમની દોહિત્રી નવ્યા લગ્ન કરે..! કારણ કે લગ્ન ઘણો ‘આઉટડેટેડ’ ટ્રેન્ડ (Trend) બની ચૂક્યો છે! જો કે, અભિનેત્રી (Actress Jaya Bachchan) અને સાંસદની આવી વાત કંઇ નવી નવાઇની નથી! બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એવી અનેક અદાકારાઓ અને સ્ત્રી કલાકારો છે જે!!! જેમણે લગ્ન કર્યા વિના જ એમનું જીવન ખુલીને જીવ્યું છે!!

જયા બચ્ચન

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ના પત્ની અને લેજન્ડરી એક્ટ્રેસ જયા બચ્ચન પોતાની નીડર શૈલીથી બયાન આપીને કારણ વિના સુર્ખીઓ મેળવી ચૂક્યા છે. એમણે અત્યાર સુધી ઘણા મુદ્દાઓ વિશે પોતાનું મંતવ્ય જાહેર કર્યું છે. તાજેતરમાં જ આ અભિનેત્રીએ લગ્ન (Marriage) વિષયક બયાન આપતા જણાવ્યું છે કે, એ નથી ઇચ્છતી કે એમની પુત્રી શ્વેતાની દીકરી અર્થાત્ એમની દોહિત્રી નવ્યા નવેલી નંદા (Navya Naveli Nanda) લગ્ન કરે!!

જયા બચ્ચન નું લગ્ન વિશે બેબાક બયાન

જયા બચ્ચને લગ્નને આઉટડેટેડ દર્શાવતા એક ઇવેન્ટમાં એવું કહ્યું હતું કે, માણસે પોતાની જીંદગીને એન્જોય કરવી જોઇએ. એમણે એમ પણ જણાવ્યું હતું કે, એ નથી ઇચ્છતી કે, નવ્યા એમના પગલે-પગલે ચાલે અને લગ્ન પછી પોતાની કેરિયર (Career) છોડી દે! જયાની આ કોમેન્ટ પર કેટલાયે લોકોએ પોતાની સહમતિ દર્શાવી છે જ્યારે, કેટલાક એમની આલોચના (Criticize) પણ કરી રહ્યાં છે.

આમ જોઇએ તો જયા બચ્ચને કોઇ નવી વાત નથી કરી, આપણા બોલીવુડમાં એવી ઘણી ફીમેલ અભિનેત્રીઓ અને કલાકારો (Female Artists, Bollywood) છે જેમણે લગ્ન કર્યા વિના જ પોતાની કેરિયરને સફળતાના શિખરે પહોંચાડી છે અને કોઇને પણ હમસફર બનાવ્યા વિના પોતાનું જીવન ખૂલીને જીવી જાણ્યું છે! આ વિચારધારા ધરાવતી અને પોતાની આગવી ઓળખ ધરાવનારી કઇ-કઇ ફીમેલ આર્ટિસ્ટ્સ છે એ વિશે હવે આ લેખમાં આગળ જાણીશું…

જયા બચ્ચન

લતા મંગેશકર

બોલીવુડના બુલબુલ (Nightingale of Bollywood) તરીકે ઓળખાતી લેજન્ડ ગાયિકા લતા મંગેશકરે (Lata Mangeshkar) પોતાનું સમગ્ર જીવન લગ્ન કર્યા વિના જ વિતાવી દીધું હતું. આ સ્વર્ગસ્થ ગાયિકાનું યોગદાન હિન્દી સિનેમાના ઇતિહાસમાં સૌથી મોટું ગણાય છે. એમણે વર્ષ 1940 થી માંડીને વર્ષ 2020 સુધી અગણિત ગીતો ગાયા હતા. એમણે માત્ર હિન્દી જ નહિં પરંતુ, કેટકેટલી અલગ-અલગ ભાષાઓમાં પણ ગીતો ગાયા હતા જે આજે પણ લોકપ્રિય છે! ભારત રત્નથી સન્માનિત આ ઉચ્ચ કોટિની ગાયિકાને ઇન્ડસ્ટ્રીમાં હર કોઇ ‘લતા દીદી’ કહીને સંબોધતા હતાય એ 92 વર્ષની વયે આ ફાની દુનિયાને છોડીને પરમતત્વમાં વિલીન થઇ ગયા ત્યાં સુધી એ એકલા જ રહ્યાં હતા અને એમના લગ્ન વિશે જાહેરમાં કોઇએ ચર્ચા સુદ્ધાં કરી ન હતી!

જયા બચ્ચન

સુષ્મિતા સેન

ફેમિના મિસ ઇન્ડિયા 1994 અને મિસ યુનિવર્સ 1994 (Miss Universe 19194) જેવા મોટા અને અવ્વલ દરજ્જાના બ્યુટી કોન્ટેસ્ટ્સમાં વિજેતાનો તાજ જીતી ચૂકેલી સુષ્મિતા સેન (Sushmita Sen) પણ એક સિંગલ મધર છે. એ હાલ 50 વર્ષની થઇ ચૂકી છે અને હજુ પણ પોતાના માટે ‘પરફેક્ટ મેન‘ની એમની શોધ જારી છે. બોલીવુડની સૌથી સફળતમ અભિનેત્રીઓ પૈકીની એક એવી સુષ્મિતાએ પણ સમય સાથે પોતાને બદલી નાખી છે અને એમણે લગ્ન ન કરવા છતાં દત્તક પુત્રીઓની માતા બનવાનું પસંદ કર્યું છે! એમની બે પુત્રીઓ છે જેની પાલક માતા બનીને એ એમને ઉછેરી રહી છે. સુષ્મિતાના સંબંધો ઘણા જ ચર્ચાસ્પદ રહેલા છે…છેલ્લે એ મોડલ રોહમન શૉલ સાથે રિલેશનશિપમાં હતી પણ પછી એ બંનેનું બ્રેક અપ (Break Up) થઇ ગયું હતું.

જયા બચ્ચન

તબ્બુ

એક અત્યંત પ્રતિભાશાળી અભિનેત્રી તબ્બુ (Tabbu)નું નામ એવી એક્ટ્રેસીસમાં સામેલ છે જેમણે સમય સાથે પોતાને ઢાળી દેવામાં સફળતા મેળવી છે. વર્ષ 1990 થી માંડીને 2025 સુધી, તબ્બુ દરેક દશકામાં પોતાની અભિનયક્ષમતાથી છવાઇ ગયેલી જોવા મળે છે. વર્ષ 1999માં ‘હમ સાથ સાથ હૈ’ હોય કે વર્ષ 2022ની ‘ભૂલભૂલૈયા 2’ આ ઢાંસુ અભિનેત્રીએ પોતાના દમદાર કામથી દરેક પેઢીનું દિલ જીતી લીધું છે! વીતેલા વર્ષોમાં તબ્બુનું નામ અનેક એક્ટર્સ સાથે જોડાયું છે, પણ આ અભિનેત્રીએ કોઇ સાથે લગ્ન નથી કર્યા અને સિંગલ (Single) રહેવાનું પસંદ કર્યું છે! 54 વર્ષની વયે પણ એ સતત કામમાં વ્યસ્ત છે અને પ્રગતિના શિખરો સર કરી રહી છે. તબ્બૂ ટૂંક સમયમાં જ પ્રિયદર્શન દિગ્દર્શિત, અક્ષય કુમારની મૂવી ‘ભૂત બંગલા’માં જોવા મળશે.

જયા બચ્ચન

એકતા કપૂર

સાસુ-વહુની સીરીયલોથી જાણીતી થયેલી અત્યંત સફળ પ્રોડ્યુસર એકતા કપૂર (Ekta Kapoor) પણ સિંગલ છે અને એમણે પોતાનું સમગ્ર જીવન ફિલ્મ મેકિંગમાં સમર્પિત કરી દીધેલું છે. માત્ર 19 વર્ષની વયમાં એમણે ટેલિવિઝન સીરીયલ પ્રોડ્યૂસ કરવાનું શરુ કર્યું હતું અને એ પછી તો એમણે પાછું વળીને જોયું સુદ્ધાં નથી!! ‘ક્યું કિ સાંસ ભી કભી બહુ થી’, ‘કહાની ઘર ઘર કી’, ‘કસૌટી ઝીંદગી કી’, ‘નાગિન’, ‘બડે અચ્છે લગતે હૈ’ તથા ‘યે હૈ મોહબ્બતેં’ જેવી અત્યાધિક લોકપ્રિય સીરીયલો એકતા કપૂરની દેન છે. એમની ફિલ્મોએ માત્ર બોક્સ ઓફિસ પર જ નહિં પરંતુ ઓટીટી (OTT) પર પણ એકતા કપૂર પ્રોડક્શને ધમાલ મચાવેલી છે! એ એક સિંગલ માતા (Single Mother) છે, એમનો એક પુત્ર છે જેનો એ એકલા હાથે ઉછેર કરી રહી છે.

જયા બચ્ચન

ગીતા કપૂર

કોરિયોગ્રાફર ગીતા કપૂર…બોલીવુડ અને ટીવીનું એક જાણીતું નામ છે. એ ટેલિવિઝન પર ડાન્સ ઇન્ડિયા ડાન્સ, ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર, સુપર ડાન્સર, ડાન્સ પ્લસ જેવા રિયાલિટી ડાન્સ શૉઝનો ભાગ રહી ચૂકેલી છે. આ ઉપરાંત, એમણે ગીતા (Choreographer Geeta Kapoor) એ અનેક બોલીવુડ મૂવીઝમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ પણ કરેલું છે. એમને સૌપ્રથમ સફળતા કરણ જોહરની પ્રથમ ફિલ્મ કુછ કુછ હોતા હૈ થી મળી હતી. તેઓ ફરહા ખાનની સ્ટુડન્ટ રહી ચૂકી છે. આજના સમયની એક સફળતમ કોરિયોગ્રાફરે પોતાના જીવનનો સફર એકલા જ ખેડવાનો નિર્ણય લઇને સિંગલ રહેવાનું પસંદ કરેલું છે.

જયા બચ્ચન

અમીષા પટેલ

સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડનેસ અને બ્યુટીથી છવાઇ ગયેલી મશહૂર એસ્ટ્રેસ અમીષા પટેલ (Amisha Patel) હજુ સુધી સિંગલ સ્ટેટસ ધરાવે છે. એમણે લગ્ન કર્યા નથી. એમનું નામ અનેક લોકો સાથે જોડાયું હતું પણ અમિષાએ કોઇ સાથે લગ્ન કરવાનું પસંદ કર્યુ નથી. બોલીવુડની સૌથી સફળ અભિનેત્રીઓમાં એમનું નામ સામેલ છે. એમણે સિંગલ રહીને અભિનય ક્ષેત્રે સક્રિય રહેવાનું પસંદ કરેલું છે. ‘કહો ના પ્યાર હૈ’ જેવી હીટ ફિલ્મથી કેરિયરની શરુઆત કરીને હજુ પણ એ સક્રિય છે અને બે વર્ષ પહેલા એમની ફિલ્મ ‘ગદર 2’ એ બોક્સ ઑફિસ પર ધમાલ મચાવી દીધી હતી! અમીષાનો ‘સકીના બેગમ’ વાળો રોલ સ્ક્રિન પર ઘણાને પસંદ આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કાજોલ એ બાળકોના માતા-પિતા સાથેની દલીલને વાજબી ઠેરવી, કહ્યું-‘આ જરૂરી છે’

આ પણ વાંચો: સંજય લીલા ભણશાળી અને ઇસ્માઇલ દરબાર વિવાદ પર પુત્ર અવેઝનું બયાન…’હીરામંડી’ કેમ છોડી..!

આ પણ વાંચો: ઐશ્વર્યા રાયને મુસ્લિમ બનાવીશ પછી લગ્ન કરીશ, પાકિસ્તાની મૌલવી અબ્દુલ કાવી