November Month/ સૂર્ય-મંગળ સહિત 6 ગ્રહ નવેમ્બરમાં બદલશે ચાલ…જાણો કઈ રાશિ માટે શુભ અને કોના માટે પડકારજનક હશે આ મહિનો?

ગ્રહોનું આ ગોચર (November 2026 Grah Gochar) દેશ-દુનિયાની તમામ રાશિઓ પર પોતાની અસર દર્શાવશે. તો ચાલો જાણીએ કે કઈ રાશિઓ માટે નવેમ્બર શુભ…

Trending Religious Rashifal Dharma & Bhakti
November 2026 Grah Gochar કઈ રાશિઓ માટે Challenging અને કઈ રાશિઓ માટે લાવશે big benefits..?

November Month: નવેમ્બરના મહિના (November 2026 Grah Gochar)ને જ્યોતિષિય દ્રષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મહિને સૂર્ય-મંગળ, બુધ સહિત 6 ગ્રહ ચાલ પરિવર્તન કરવા જઈ રહ્યાં છે. ગ્રહોનું આ ગોચર દેશ-દુનિયાની તમામ રાશિઓ પર પોતાની અસર દર્શાવશે. તો ચાલો જાણીએ કે કઈ રાશિઓ માટે નવેમ્બરનો મહિનો શુભ હોઈ શકે છે અને કોણે સાવધાનીપૂર્વક વર્તવાનું રહેશે? આ ઉપરાંત એ પણ જાણીશું કે નવેમ્બરમાં કયા-કયા ગ્રહો (Planets) પોતાની ચાલ બદલશે?

નવેમ્બર 2026 ગ્રહ ગોચર (November 2026 Grah Gochar)

નવેમ્બરના મહિનામાં સૌથી પહેલા તો શુક્ર (Shukra Grah) 6 નવેમ્બરે રાશિ પરિવર્તન કરશે. શુક્રનું આ ગોચર કન્યા રાશિમાં થશે. ત્યાર બાદ 12 નવેમ્બર 2026ના રોજ મંગળ ગ્રહ (Mangal Grah) પોતાની નીચ રાશિ કર્કમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરી જશે. 13 નવેમ્બરે બુધ ગ્રહ (Budh Grah) માર્ગી થશે. 14 નવેમ્બરના દિવસે શુક્ર કન્યા રાશિમાં માર્ગી થશે. આ ઉપરાંત, 16 નવેમ્બરે સૂર્ય દેવ (Sun) નીચ તુલા રાશિમાંથી નીકળીને વૃશ્ચિકમાં પ્રવેશ કરશે. આ સાથે જ 25 નવેમ્બરે રાહુ-કેતુ (Rahu-Ketu) પણ રાશિ પરિવર્તન કરશે. રાહુનું ગોચર મકર રાશિમાં થશે જ્યારે કેતુ કર્ક રાશિમાં પ્રવેશ કરશે.

November 2026 Grah Gochar
November 2026 Grah Gochar

કઈ રાશિઓ માટે શુભ રહેશે નવેમ્બર મહિનો? (November 2026 Good for which Rashi)

ગ્રહ-નક્ષત્રોની ચાલથી નવેમ્બર મહિનામાં સિંહ, વૃશ્ચિક, તુલા અને ધનુ રાશિ વાળા જાતકોને શુભ પરિણામો મળી શકે છે.

સિંહ રાશિનો આત્મવિશ્વાસ વધશે અને આ ઉપરાંત કાર્યક્ષેત્રમાં પણ સારા પરિણામો પ્રાપ્ત થશે.

વૃશ્ચિક રાશિના જાતકો તો ઊર્જાથી ભરપૂર દેખાશે. વૃશ્ચિક રાશિના વિલંબિત કાર્યો આ મહિને પૂર્ણ થઈ શકે છે.

તુલા રાશિના જાતકોને આર્થિક લાભ અને કૌટુંબિક જીવનમાં આનંદ પ્રાપ્ત થશે.

ધનુ રાશિના જાતકોને વ્યવસાયમાં લાભ પ્રાપ્ત થશે. કેટલાક નોકરિયાતોને મોટી જવાબદારી મળી શકે છે અથવા તો પ્રમોશન થઈ શકે છે.

આ ઉપરાંત, વૃષભ, મિથુન, કન્યા, કુંભ અને મીન રાશિના જાતકો માટે આ મહિનો સામાન્ય રહી શકે છે.

Makar Rashi- ધ્યાન યોગ કરવો
Makar Rashi- ધ્યાન યોગ કરવો

કઈ રાશિઓ માટે પડકારજનક રહેશે નવેમ્બર મહિનો? (November 2026 challenging for which rashi)

કર્ક રાશિના જાતકોએ નવેમ્બરમાં સાવધાન રહેવાની જરુર રહેશે. મંગળની સ્થિતિથી સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવની સ્થિતિ સર્જાઈ શકે છે. આ ઉપરાંત, આર્થિક બાબતોમાં પણ સાવધાન રહેવું પડશે.

મકર રાશિના જાતકો માટે આ મહિનો માનસિક તણાવનું કારણ બની શકે છે, યોગ અને ધ્યાન કરવાથી લાભ થશે.

મેષ રાશિના જાતકોએ પણ નવેમ્બર મહિનામાં સતર્ક રહેવાની જરુર રહેશે. કાર્યસ્થળે દરેક કામ સમજી-વિચારીને કરવું.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો:

આ પણ વાંચો: નવેમ્બર 2026માં આ 4 રાશિઓ સૌથી લકી…ભાગ્યનો મળશે ભરપૂર સાથ! કેરિયર અને કમાણીમાં બમ્પર ફાયદો!

આ પણ વાંચો: 24 ઓક્ટોબરથી બુધ ચાલશે ઊલટી ચાલ…વૃષભ સહિત આ 3 રાશિઓની બદલાશે કિસ્મત…પ્રમોશન અને ધનલાભ!