Vastu Tips/ વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે સીડીઓની નીચે શું બનાવવું અશુભ છે? જાણો વાસ્તુના જરુરી નિયમો…

વાસ્તુ (Sidi Vastu) અનુસાર, સીડીઓની નીચે એવી જગ્યાનું નિર્માણ કરવાથી બચવું જોઈએ જ્યાં લાંબો સમય સુધી રહેવું, પૂજા કરવી અથવા તો આગ અને પાણી સાથે…

Trending Religious Rashifal Dharma & Bhakti
Sidi Vastu અનુસાર ઘરની સીડી નીચે શું બનાવવું અને શું ન બનાવવું જોઇએ? જાણો 5 Important વાસ્તુ નિયમો!

Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં સીડીઓની નીચેની જગ્યા અંગે (According to Sidi Vastu) કેટલાક વિશેષ નિયમો દર્શાવવામાં આવેલા છે. વાસ્તુ માન્યતાઓ અનુસાર, અહિં કેટલીક વસ્તુઓનું નિર્માણ કરવાથી ઘરની ઊર્જા અને સુખ-શાંતિ માટે ઉચિત માનવામાં નથી આવતું.

આજકાલ નાના અને કૉમ્પેક્ટ ઘરોમાં જગ્યાનો યોગ્ય વપરાશ કરવા માટે લોકો સીડીઓ નીચે ખાલી જગ્યામાં અલગ-અલગ વસ્તુઓ બનાવડાવે છે. ક્યાંક આ સ્થળે કિચન બનાવવામાં આવે છે તો ક્યાંક પૂજા ઘર કે બાથરુમ (Kitchen, Temple or Toilet) બનાવી દેવાય છે. જો કે વાસ્તુ શાસ્ત્ર (Vastu Shashtra)માં સીડીઓની નીચેની જગ્યા અંગે કેટલાક વિશેષ નિયમો દર્શાવવામાં આવેલા છે. વાસ્તુ માન્યતાઓ અનુસાર, અહિં કેટલીક વસ્તુઓનું નિર્માણ કરવાથી ઘરની ઊર્જા અને સુખ-શાંતિ માટે ઉચિત માનવામાં નથી આવતું.

સીડીઓની નીચે શું ન બનાવવું જોઈએ (What not to make under Staircase)
સીડીઓની નીચે શું ન બનાવવું જોઈએ (What not to make under Staircase)

સીડીઓની નીચે શું ન બનાવવું જોઈએ? (What not to make under Staircase)

વાસ્તુ અનુસાર, સીડીઓની નીચે એવી જગ્યાનું નિર્માણ કરવાથી બચવું જોઈએ જ્યાં લાંબો સમય સુધી રહેવું, પૂજા કરવી અથવા તો આગ અને પાણી સાથે જોડાયેલું કામ હોય! ખાસ કરીને આ 3 વસ્તુઓને સીડીની નીચે બનાવવાથી બચવાની સલાહ આપવામાં આવે છે.

1 પૂજા ઘર (Temple)

According to Sidi Vastu સીડીની નીચે મંદિર અથવા પૂજા ઘર બનાવવાનું વાસ્તુ પ્રમાણે શુભ માનવામાં નથી આવતું. એવી માન્યતા છે કે પૂજા સ્થળને ઘરના શાંત અને પવિત્ર સ્થાને બનાવવું જોઈએ જ્યારે સીડીઓની ઉપર-નીચે લોકોની અવરજવર ચાલુ જ રહે છે. આથી જ પૂજા ઘર માટે સીડીઓની નીચેની જગ્યા પસંદ કરવાના સ્થાને ઘરમાં એક અલગ અને સ્વચ્છ સ્થાને રાખવું બહેતર માનવામાં આવે છે. વાસ્તુ પરંપરા અનુસાર, ઈશાન ખૂણા અર્થાત્ ઉત્તર-પૂર્વ દિશાને પૂજા સ્થળ માટેનું પ્રમુખ સ્થાન માનવામાં આવે છે.

2. કિચન (Kitchen)

સીડીઓની નીચે કિચન કે ભોજન બનાવવાની જગ્યા રાખવી એ વાસ્તુના નિયમોથી વિરુદ્ધ છે. રસોડાને અગ્નિ તત્વ સાથે જોડવામાં આવે છે અને સીડીઓની નીચેનો ભાગ ભારે અને દબાણયુક્ત ક્ષેત્ર માનવામાં આવે છે. વિશેષ કરીને, ચૂલા અથવા તો ભોજન પકાવવાની મુખ્ય જગ્યા સીડીઓની નીચે રાખવાથી બચવાની સલાહ આપવામાં આવે છે. વાસ્તુ સંબંધી કેટલીયે આધુનિક ગાઈડ મુજબ પણ સીડી નીચે કિચન બનાવવાથી બચવાની સલાહ આપવામાં આવે છે.

3. બાથરુમ કે ટોયલેટ (Bathroom or Toilet)

According to Sidi Vastu સીડીઓની નીચે ટોયલેટ અથવા બાથરુમ બનાવવાનું પણ વાસ્તુની દ્રષ્ટિએ સારું માનવામાં નથી આવતુ. પાણી, ડ્રેનેજ અને સીડીઓના ભારે માળખાને એક જ સ્થળે રાખવા અંગે પણ વાસ્તુમાં આપત્તિ દર્શાવવામાં આવેલી છે.

જો ઘરનાં જગ્યાની કમી હોય તો પણ બાથરુમ બનાવતા પહેલા એના સ્થાન, વેન્ટિલેશન અને ડ્રેનેજની વ્યવહારિક જરુરિયાતોને ધ્યાનમાં રાખવી જરુરી છે. વાસ્તુ માન્યતાઓમાં પણ સીડીઓની નીચે ટૉયલેટ બનાવવાનું ટાળવાની સલાહ આપવામાં આવેલી છે.

સીડીઓની નીચે શું બનાવવું (What to make under Staircase)
સીડીઓની નીચે શું બનાવવું (What to make under Staircase)

4. તો પછી સીડીઓની નીચે શું બનાવવું? (What to make under Staircase)

જગ્યાનો ઉપયોગ કરવો હોય તો સીડીઓની નીચે ઘરનો સામાન્ય સામાન મૂકવા માટે બંધ સ્ટોરેજ અથવા ઉપયોગી કેબિનેટ બનાવી શકાય છે. પરંતુ એને સાફ અને વ્યવસ્થિત રાખવો જરુરી છે. જૂના, તૂટેલા-ફૂટેલા અથવા બેકાર સામાનને અહિં લાંબો સમય જમા કરીને ન રાખવો જોઇએ.

જૂતા-ચપ્પલ રાખવાની બાબતે પણ વાસ્તુ વિશેષજ્ઞોની સલાહ એક સમાન નથી હોતી આથી જ ઘરની દિશા અને પૂર્ણ લેઆઉટ જોવો વધુ બહેતર છે.

5. સીડીઓની જગ્યાને રાખો સાફ અને પ્રકાશિત (Sidi Vastu Tip)

વાસ્તુ (Sidi Vastu) ઉપરાંત, વ્યવહારિક રીતે પણ સીડીઓની નીચેનો ભાગ અંધારિયો કે ભેજ અથવા કબાડ (Waste)થી ભરેલો ન હોવો જોઇએ. સારો પ્રકાશ અને યોગ્ય વેન્ટીલેશન (Ventilation) આ જગ્યાને વધુ ઉપયોગી અને સુરક્ષિત બનાવે છે. તૂટેલા સામાં કે બેકાર વસ્તુઓ જમા કરવાથી આ જગ્યા જલદી અવ્યવસ્થિત બની જાય છે.

આ ઉપરાંત, વાસ્તુ સંબંધી માન્યતાઓમાં દક્ષિણ, દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ દિશાને સીડીઓ માટે અનુકૂળ માનવામાં આવે છે જ્યારે ઉત્તર-પૂર્વ અથવા ઘરના કેન્દ્ર સ્થાનમાં અર્થાત્ બ્રહ્મસ્થાનમાં સીડીઓ બનાવવાથી બચવાની સલાહ આપવામાં આવે છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો : ઘરની બારીઓને શું તમે હંમેશાં બંધ રાખો છો? વાસ્તુ અનુસાર વધી શકે છે સમસ્યાઓ…આજે જ બદલો આદત!

આ પણ વાંચો : ભગવાન વિષ્ણુ અને માતા દુર્ગાને ભૂલથીયે ન ચડાવવા આ ફૂલો…કયા પુષ્પો વર્જીત માનવામાં આવે છે? જાણો વાસ્તુ નિયમ…

આ પણ વાંચો : ધનતેરસ 2026 ના ઘરની આ દિશામાં હંમેશાં ભરીને રાખો પાણીનો ગ્લાસ…મોજ કરાવશે ધન્વંતરી!