Vastu Tips/ ઘરની બારીઓને શું તમે હંમેશાં બંધ રાખો છો? વાસ્તુ અનુસાર વધી શકે છે સમસ્યાઓ…આજે જ બદલો આદત!

Window Vastu અનુસાર એવું માનવામાં આવે છે કે લાંબા સમય સુધી બંધ રહેતી બારીઓથી આ ઊર્જાનો પ્રવાહ અવરોધાઈ શકે છે અને વાસ્તુ દોષની સ્થિતિ બની શકે છે…

Trending Religious Dharma & Bhakti
Window Vastuની 6 Powerful ટિપ્સ: ઘરમાં વધશે સકારાત્મકતા અને સુખ-સમૃદ્ધિ!

Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં સકારાત્મક વાતાવરણ જાળવી રાખવા માટે નાની-નાની વસ્તુઓનો ખ્યાલ રાખવો આવશ્યક છે. આ બાબતોમાં ઘરની બારીઓ પણ સામેલ છે. વાસ્તુ (Window Vastu) મુજબ, બારીઓનો યોગ્ય ઉપયોગ ઘરની ઊર્જાને પ્રભાવિત કરે છે. જો તમારા ઘરની બારીઓ વધુ સમય સુધી બંધ રહ્યાં કરે છે તો વાસ્તુ અનુસાર આ ટેવ સારી નથી માનવામાં આવતી. તો ચાલો જાણી લઇએ, બારી સાથે જોડાયેલા વાસ્તુ નિયમો વિશે…

બંધ બારીઓથી આ મુશ્કેલીઓ સર્જાઈ શકે (Window Vastu Tips)

વાસ્તુ (Window Vastu) મુજબ, બારીઓનો યોગ્ય ઉપયોગ ઘરની ઊર્જાને પ્રભાવિત કરે છે. જો તમારા ઘરની બારીઓ વધુ સમય સુધી બંધ રહ્યાં કરે છે તો વાસ્તુ અનુસાર આ ટેવ સારી નથી માનવામાં આવતી. એના વિવિધ પાસાઓને જોઇશું.

વાસ્તુ દોષ (Vastu Dosh)

વાસ્તુ શાસ્ત્ર (Vastu Shashtra)માં ઘરની આંતરિક ઊર્જાના પ્રવાહને ઘણું જ મહત્વ આપવામાં આવેલું છે. Window Vastu અનુસાર એવું માનવામાં આવે છે કે લાંબા સમય સુધી બંધ રહેતી બારીઓથી આ ઊર્જાનો પ્રવાહ અવરોધાઈ શકે છે અને વાસ્તુ દોષની સ્થિતિ બની શકે છે. આથી જ દિવસમાં કેટલોક સમય ખાસ કરીને સવારે અને સાંજે બારીઓને ખોલવાની સલાહ આપવામાં આવે છે.

લાંબો સમય બારીઓ બંધ રહેવાથી Negativity
લાંબો સમય બારીઓ બંધ રહેવાથી Negativity

નકારાત્મકતાની અસરો (Negativity)

લાંબો સમય બારીઓ બંધ રહેવાથી (Closed Windows) ઘરનું આંતરિક ઊર્જાનું સંતુલન પ્રભાવિત થઈ શકે છે. વાસ્તુ અનુસાર, એનાથી નકારાત્મકતા વધવાની માન્યતા છે. આનો પ્રભાવ ઘરના વાતાવરણ પર પણ પડે છે અને આર્થિક સમસ્યાઓ, કૌટુંબિક તણાવ અને સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓને પણ આની સાથે જોડીને જોવામાં આવે છે.

ધૂળ-માટી રહિત બારીઓ (Clean Windows)

કેવળ બારીને ખોલવી જ જરુરી નથી, એમની સફાઈ પર પણ વિશેષ ધ્યાન આપવું જરુરી છે. ધૂળ માટી વાળી બારીઓને કારણે ઘરમાં કુદરતી સૂર્યપ્રકાશ અને હવાની અવર-જવરમાં વિઘ્ન ઉત્પન્ન થઇ શકે છે.

ભારેખમ પડદા (Heavy Curtains)

બારીઓ પર ઘણા જ ભારે પડદા લગાવવાથી પણ કુદરતી સૂર્યપ્રકાશ અને હવાની અવર-જવરમાં વિઘ્ન ઉત્પન્ન થઇ શકે છે. વાસ્તુ અનુસાર, હળવા પડદા કે જેમના દ્વારા હવા અને પ્રકાશ ઓરડામાં આવી શકે એ લગાવવા ઉચિત છે. દિવસના સમયે જરુર પ્રમાણે પડદા હટાવીને જ બારીઓ ખોલવી ઉચિત માનવામાં આવે છે.

અવાજ કરતી બારીઓ (Noisy Windows)

જો બારી ખોલતા અથવા બંધ કરતી વખતે સતત કિચૂડ-કિચૂડના અવાજ આવે તો એ વાસ્તુની રીતે શુભ માનવામાં નથી આવતું. આ સંજોગોમાં બારીનું સમારકામ સત્વરે કરાવવું જોઇએ અથવા એના મિજાગરામાં ઓઇલિંગ કરી લેવું જોઇએ.

Sunlight and Fresh Air in the morning
Sunlight and Fresh Air in the morning

સ્વાસ્થ્ય પર અસરો (Health Effects)

સવારના સમયે બારીઓને ખોલવાથી ઘરમાં તડકો અને તાજી હવા પ્રવેશે છે. એથી રુમનું વાતાવરણ બહેતર રહે છે. જ્યારે, સતત બંધ રહેનારા ઓરડામાં હવાનું આવાગમન ઓછું થઈ જાય છે. આથી જ સ્વાસ્થ અને સાફ-સફાઈના દ્રષ્ટિકોણથી પણ ઘરમાં પ્રોપર વેન્ટિલેશન આવશ્યક છે.


આ પણ વાંચો : જો ઉઠાવી લીધો તો શું કરશો?!!…..રસ્તે પડેલા સિક્કા કે નોટ મળવું શુભ છે કે અશુભ?

આ પણ વાંચો : સીડીઓની દિશા અને જગ્યા જ નહિં પણ સંખ્યા નિશ્ચિત કરે છે ઘરનું વાસ્તુ! 5, 8, 11 અને 14 માં છુપાયેલું છે રહસ્ય!

આ પણ વાંચો : સવાર-સવારમાં આટલી ભૂલો ન કરવી! ઉઠતા જ અરીસો જોવો એ વાસ્તુદોષ બની શકે!!