Dharm & Bhakti: આપણમાંથી ઘણા લોકોને એવી ટેવ હોય છે કે સવારે ઊંઘ ઉડતાવેંત સૌપ્રથમ અરીસા (Mirror)માં પોતાનો ચહેરો જુએ છે. ઘણાને લાગશે કે ચહેરો જોવો અને વાળ સરખા કરવા એમાં શું ખોટું છે? વાસ્તુ શાસ્ત્ર (Vastu Shastra) અનુસાર, આ નાનકડી ભૂલ પણ તમારા આખા દિવસને ભરબાદ કરી શકે છે.
ચહેરા પર રાતભરની સુસ્તી હોય છે
વાસ્તુ શાસ્ત્ર કહે છે કે, જ્યારે પણ આપણે ઊંઘીને ઉઠીએ છીએ ત્યારે આપણી અંદર આળસ અને નકારાત્મક ઊર્જા ભરેલી હોય છે. તમે જોયું હશે કે સવારમાં આપણો ચહેરો થોડો સૂઝી ગયેલો અને નિસ્તેજ ભાસે છે. જ્યારે પણ આપણે અરીસો જોઇએ છીએ ત્યારે નકારાત્મક તરંગો આપણી આંખો દ્વારા પાછા શરીરમાં પ્રવેશી જાય છે અને એના પરિણામે આખો દિવસ આપણે ભારેખમ અને ચિડીયેલ રહીએ છીએ.
સ્વયંને જોવા કરતા ઈશ્વર સ્મરણ કરવું
શાસ્ત્રોક્ત રીતે, સવારના સમયે બ્રહ્મ મુહૂર્તની આસપાસનો સમય સૌથી પવિત્ર મનાય છે. સવારે ઉઠતા જ ઈષ્ટ દેવનું સ્મરણ કરવું જોઇએ અથવા પોતાની હથેળીઓનું દર્શન કરવું ઉચિત છે.

વાસ્તુ શાસ્ત્ર (Vastu Shastra) અનુસાર હથેળીના દર્શનનું રહસ્ય
પોતાની હથેળીઓને સવારમાં જોવાની અને આ મંત્ર જાપ કરવાની શાસ્ત્રોમાં સલાહ આપવામાં આવેલી છે. આ મંત્ર છે,
“કરાગ્રે વસતે લક્ષ્મી: કરમધ્યે સરસ્વતી
કરમૂલે તુ ગોવિન્દ: પ્રભાતે કર દર્શનમ્”
આનો અર્થ છે કે, હાથના અગ્ર ભાગમાં માતા લક્ષ્મી, મધ્ય ભાગમાં સરસ્વતી અને મૂળ ભાગમાં ભગવાન વિષ્ણુ (Lord Vishnu)નો વાસ હોય છે.
હથેળીના દર્શન કરવાથી તમે અધ્યાત્મ સાથે જોડાઓ છે અને દૈવીય ઊર્જાનો સંચાર થાય છે.

બેડની સામે અરીસો હોવો અનુચિત (Mirror in Front of Bed)
જો તમારા બેડની તદ્દન સામે જ ડ્રેસિંગ ટેબલ હોય તો આંખ ખૂલતાની સાથે જ તમને સૌપ્રથમ તમારો ચહેરો દેખાશે. આ વાસ્તુના દ્રષ્ટિકોણથી એક મોટો વાસ્તુદોષ છે.
ધાર્મિક દ્રષ્ટિએ એવું માનવામાં આવે છે કે, ઊંઘતી વખતે આપણા આત્માનો એક સૂક્ષ્મ અંશ શરીરની બહાર વિચરણ કરે છે અને અરીસો એ ઊર્જાને ભ્રમિત કરી શકે છે.
સવારે ઉઠીને શું કરવું?
સવારમાં ઉઠીને આ 4 કર્મ કરવા શુભ માનવામાં આવે છે.
1. અરીસો ઢાંકી દેવો
જો તમારા બેડરુમમાં અરીસો હોય અને એ દૂર કરી શકાય એમ ન હોય તો રાત્રે ઉંઘતી વખતે એની ઉપર એક સ્વચ્છ પડદો કે સફેદ કપડું ઢાંકી દેવું. એ નકારાત્મક ઊર્જા (Negative Energy)ને પાછી શરીરમાં શોષાવાથી રોકે છે.

2. ધાર્મિક ચિત્રોના દર્શન કરવા
તમારા સૂવાના ઓરડામાં ભગવાન, ઉગતા સૂર્ય કે કિલકિલાટ કરતા પંખીઓનું ચિત્ર (Photo) લગાવી શકો જ્યાં તમારી ઉઠ્યા બાદ સીધી નજર પડે! શાસ્ત્રોમાં આને મંગળ દર્શન કહે છે.
3. હથેળી ચૂમીને શરુઆત કરવી
પથારી છોડતા પહેલા તમારે પોતાની હથેળીઓ (Palm) જોવી જોઇએ અને પછી એમને ભાવથી ચહેરા પર ફેરવવી જોઈએ. આમ કરવાથી હથેળીની સકારાત્મક ઊર્જા શરીરમાં પ્રવાહિત થાય છે.
4. ચહેરો ધોયા બાદ અરીસામાં જોઇ શકો
જ્યારે તમે નાહીને ફ્રેશ થાઓ અને કમ સે કમ ઠંડા પાણીથી મોં ધોઇને કે આંખો ધોઇને સ્વસ્થ થઇ જાઓ ત્યારે અરીસો જોવો સુરક્ષિત છે. ધાર્મિક દ્રષ્ટિએ જળ શુદ્ધિ બાદ, શરીરનું આભામંડળ (Aura) સ્વસ્થ બની જાય છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: જૂતા-ચપ્પલ ક્યાં રાખવા જોઇએ? ઉંબરાની અંદર કે બહાર? જાણીએ…શું કહે છે વાસ્તુશાસ્ત્રના નિયમો…
આ પણ વાંચો: વાસ્તુશાસ્ત્ર મુજબ સ્નાન કર્યા પછી તરત આ 4 કામ ન કરવા, પ્રગતિ રુંધાશે, થશે ધનહાનિ!!
આ પણ વાંચો: વાસ્તુશાસ્ત્ર મુજબ આ વસ્તુઓ ઘરના મુખ્ય દરવાજા પાસે ન રાખવી
