ચૂંટણી પ્રચાર/ ચૂંટણી આવી ચક્કરો વધ્યા : ભૂપેન્દ્ર યાદવ, મનીષ સિસોદિયા, અસદુદ્દીન ઓવૈસી આવશે ગુજરાત

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યનની ચૂંટણીઓનું રણસીંગુ ફૂંકાઇ ચૂક્યું છે અને તમામ પક્ષો મહદ અંશે પોતાના ઉમેદવારો જાહેર કરી ચૂક્યા છે. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને તમામ પક્ષોમાં ટિકિટને લઇને નારાજગી

Top Stories Gujarat Others Trending

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યનની ચૂંટણીઓનું રણસીંગુ ફૂંકાઇ ચૂક્યું છે અને તમામ પક્ષો મહદ અંશે પોતાના ઉમેદવારો જાહેર કરી ચૂક્યા છે. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને તમામ પક્ષોમાં ટિકિટને લઇને નારાજગી અને ભડકો જોવામાં આવી રહ્યો છે. અનેક નેતાઓ ચૂંટણી ફોર્મ ગઇ કાલે ભરી શક્યા નથી અલબત કારણો અલગ અલગ હોય શકે, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતમાં આ વખતે અનેક રીતે મહત્વની છે તે હકીકત છે. આ વખતે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીમાં ઝુકાવ્યું છે. તો BTP નો સાથ લઇ અને ઔવેસી પણ ગુજરાતમાં ગાબડા પાડવાનાં મુડમાં છે. ભાજપ લાંબા સમયથી ગુજરાતમાં સત્તાપર છે એટલે એન્ટીઇન્કમ્બસીનો ડર છે અને કોંગ્રેસને પોતાનો અનો કહેવાતા પોતાનાઓનો ડર છે.

તમામ ગુજરાતમાં સ્થિનિક સ્વરાજ્યની સંસ્થાને કબજે કરવા જોર લગાવી રહ્યા છે અને માટે જ તમામ પક્ષનાં રાષ્ટ્રીય નેતાનાં ગુજરાતમાં આગામી થોડા સમય માટે આંટા ફેરા જોવામાં આવશે. ચૂંટણી નેતા લાવી અને ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઓનાં ચક્કરો વધશે તે તર્જ પર જ આજે ગુજરાતમાં ભાજપનાં ભૂપેન્દ્ર યાદવ, આપનાં મનીષ સિસોદિયા અને AIMIMનાં અસદુદ્દીન ઓવૈસી ગુજરાત આવી રહ્યા છે.

ભૂપેન્દ્ર યાદવ

Image result for ભૂપેન્દ્ર યાદવ

Political / TMC ને ઉખાડવા બંગાળમાં આજે BJP અધ્યક્ષ જે.પી.નડ્ડા ની પરિવર્તન યાત્રા

ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી આજે ગુજરાત આવશે.  ભૂપેન્દ્ર યાદવ અમદાવાદ એરપોર્ટ પર આવશે. પ્રદેશ ભાજપના નેતાઓ ભૂપેન્દ્ર યાદવનું ગુજરાતમાં સ્વાગત કરશે. ભૂપેન્દ્ર યાદવ કમલમ ખાતે બેઠકોનો દોર યોજશે. આપને જણાવી દઇએ કે, ચૂંટણીમાં ટિકિટનો ભારે કકડાટ છે અને ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના પ્રભારી છે ત્યારે યાદવની આ મુલાકાત અનેક રીતે મહત્વની જોવામાં આવે છે. જો કે, ભાજપની યાદી પ્રમાણે
યાદવ ચૂંટણી પ્રચાર સહિતના મુદ્દે આયોજન અંગે ચર્ચા કરશે અને કમલમ ખાતે સાંજે પત્રકાર પરિષદને પણ સંબોધન કરશે.

મનીષ સિસોદિયા

Image result for manish sisodia

Political / ‘નિર્ણયોનું પોટલું પટારામાં’ છતા ઉમેદવારોની પસંદગી અંગે બન્ને પક્ષોમાં કકળાટનો સૂર

આવી જ રીતે ગુજરાતમાં સ્થાનીય ચૂંટણી મુદ્દે આમ આદમી પાર્ટીએ પણ ઝુકાવ્યું છે અને ગુજરાતમાં ભાજપનાં ગઢમાં ગાબડા પાડવા મથી રહ્યું છે ત્યારે આમ આદમીનાં સેનાપતિ કહી શકાય તેવા મનીષ સિસોદિયા પણ પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, આમ આદમી પાર્ટીનાં નેતા મનિષ સિસોદિયા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી છે. મનીષ સિસોદિયા અમદાવાદમાં રોડ-શો કરશે. સાથે સાથે આપ નેતા સંજય સિંહ પણ અમદાવાદ આવી રહ્યા છે. હાટકેશ્વર, નાગરવેલ હનુમાનથી રોડ-શો શરૂ થશે અને બને નેતા ગુજરાત આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરશે અને બાદમાં પત્રકાર પરિષદ સંબોધશે.

અસદુદ્દીન ઓવૈસી

Image result for owaisi and congress

રાજકારણ / શંકરસિંહનાં U-ટર્નની વાતો વચ્ચે આ સત્ય છે કે, ગુજરાતમાં કોંગ્રેસને ‘આયાતી’ નેતાઓ બહું ફળ્યા નથી

ગુજરાતનાં માઇનોરીટી વોટને અંકે કરવા આજે AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. સાંજે 5 કલાકે સુરત એરપોર્ટ આવશે અને સુરતમાં અસદુદ્દીન ઓવૈસી ભરૂચ-દહેજ રોડ પર જનસભાને સંબોધશે. આપને ફરી એક વખત જણાવી દઇએ કે, BTP અને AIMIM વચ્ચે ગુજરાતમાં ગઠબંધન થયું છે અને સ્થાનીય સ્વરાજની ચૂંટણીને AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી ચૂંટણી પ્રાચાર આર્થે ગુજરાત આવી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો