Lifestyle: જો તમને બાથરુમ, કિચન સિંક વગેરે સ્વચ્છ અને ચમકદાર પસંદ હોય તો વોશ બેસિન સાફ કરવા માટે આ ઉપાયો (Wash Basin Cleaning Tips) અપનાવી શકો છો. આમ કરવાથી વોશ બેસિન પર લાગેલા ડાઘ-ધબ્બાં સાફ થઇ જાય છે અને એની દુર્ગંધ પણ દૂર થઇ જાય છે.
બાથરુમને સાફ કરવાનું કામ ઘણું જ મુશ્કેલીભર્યુ લાગે છે. કેટલાક લોકો અઠવાડિયામાં એક કે બે વખત જ બાથરુમ સાફ કરે છે. આના પરિણામે વોશબેસિન (Wash Basin) પર પીળા ડાઘા જમા થવા લાગે છે. આ ડાઘ દૂર કરવાનું કામ ઘણી વાર મુશ્કેલ બની જાય છે!
જો તમને બાથરુમ, કિચન સિંક વગેરે સ્વચ્છ અને ચમકદાર પસંદ હોય તો વોશ બેસિન સાફ કરવા માટે આ ઉપાયો (Wash Basin Cleaning Tips) અપનાવી શકો છો. આમ કરવાથી વોશ બેસિન પર લાગેલા ડાઘ-ધબ્બાં સાફ થઇ જાય છે અને એની દુર્ગંધ પણ દૂર થઇ જાય છે. તમારું આખું બાથરુમ તદ્દન સ્વચ્છ અને સુગંધીદાર તરોતાજા બની જશે!
વોશ બેસિનને સાફ કરવાની ટિપ્સ (Wash Basin Cleaning Tips)
જો તમને પણ સ્વચ્છ અને ચમકદાર બાથરુમ પસંદ હોય તો વોશ બેસિન સાફ કરવા માટે આ ઘરગથ્થું નુસખા અજમાવી શકો છો.

1. એમોનિયા પાવડર
બાથરુમમાં કે વોશ બેસિનમાં લાગેલા જીદ્દી ડાઘથી છૂટકારો મેળવવા માટે તમે એમોનિયા (Ammonia powder)નો ઉપયોગ કરી શકો છો. આ માટે 1 કપ પાણીમાં 4 ચમચી સિરકો (Vinegar) ઉમેરીને એને મિક્સ કરી લો અને બાથરુમ અથવા તો જ્યાં પણ ડાઘા પર રેડી દેવો. એના ઉપર એમોનિયા પાવડર છાંટી દેવો. લગભગ 5 મિનિટ બાદ એની ઉપર સિરકાયુક્ત મિશ્રણ સ્પ્રે કરી દો. થોડી વાર પછી બ્રશથી વોશ બેસિનને ક્લિન કરી લો.

2. લીંબુ, સોડા અને મીઠું
વોશ બેસિન સાફ કરવાનો અન્ય એક ઘરગથ્થું ઉપાય છે 5-6 લીંબુની છાલ (Lemon Peel) લઇને એને મીઠું ઉમેરી મિક્સરમાં સારી રીતે પીસી લે. આ તૈયાર સોલ્યુશનમાં થોડું હાર્પિક કે કોઇ અન્ય બાથરુમ ક્લિનર મિક્સ કરી લેવું. આ પેસ્ટને વૉશ બેસિન પર લાગેલા જીદ્દી ડાઘ પર લગાવીને થોડી વાર માટે એમ જ રાખો. ત્યારબાદ, બ્રશથી ઘસીને ક્લીન કરી લો.
3. ફટકડી
બાથરુમના ગંદા અને પીળા વૉશ બેસિનને ક્લીન કરવા માટે ફટકડી (Alum)નો ઉપયોગ કરી શકાય છે. આ અત્યંત અસરકારક ઉપાય છે. એના માટે ફટકડીને પાણીમાં ઉમેરીને એક ઘોળ બનાવી લો. એને 10 મિનિટ સુધી ઉકાળી લો અને જ્યાં પણ ડાઘ લાગેલા હોય ત્યાં સારી રીતે લગાવી લો. થોડા સમય બાદ, બ્રશથી વોશ બેસિનને ક્લીન કરી લો. આમ કરવાથી પીળા ડાઘ સાફ થઇ જશે.

4. નેપ્થેલીન બોલ્સ
જે પણ લોકોના બાથરુમ (Bathroom)માંથી ઘણી જ બદબૂ આવતી હોય અને વિશેષ કરીને, વોશ બેસિનમાંથી…તો પછી તમે એમાં નેપ્થેલીન બોલ્સ (Naphthalene Balls) રાખી દો. પાણીમાં નેપ્થેલીન બોલ્સ ઝડપથી ઓગળતા નથી પરંતુ, એનાથી બાથરુમની દુર્ગંધ દૂર થઇ જાય છે! આનાથી વોશ બેસિનની પાઇપમાંથી જીવડાં પણ બહાર આવતા નથી અને પાઇપમાં રહેલો સડો પણ દૂર થઇ જાય છે.
આ પણ વાંચો: ટોયલેટથી પણ વધારે ગંદા હોય છે ઘરના આ 8 સ્થાન! રોજ કરો સફાઈ નહિં તો રોગોનું જોખમ તોળાશે!
આ પણ વાંચો: વોશિંગ મશીનમાં કેવી રીતે ધોવા રીંગ વાળા પડદા? મૂંઝાશો નહિં, અજમાવો આ ટિપ્સ…
આ પણ વાંચો: દાંત પર જામેલી પીળી છારીને હટાવો, આ ઘરગથ્થું ટિપ્સથી બનાવો સફેદ-ચમકદાર…!
