Lifestyle/ ગરમીમાં આ 7 વસ્તુઓને ભૂલથીયે ફ્રિઝમાં ન રાખવી…જલદી ખરાબ થઇ જશે!!

આપણે એવી ચીજવસ્તુઓને રેફ્રિજરેટરમાં મૂકી દઇએ છીએ કે જેમને ઠંડા તાપમાને રાખવું યોગ્ય નથી હોતુ! જાણીએ Freeze Storage Mistakes વિશે…

Trending Tips & Tricks Food Lifestyle
Freeze Storage Mistakes, મધ, બ્રેડ, કેળાને ફ્રિઝમાં, પેટની સમસ્યા

Lifestyle: ઉનાળાની ઋતુ (Summer Season)માં ફ્રિઝ વાપરવાનું પ્રમાણ વધી જાય છે. આ ગરમીની સિઝનમાં ભોજન, શાકભાજી, ફળ અને અન્ય કેટલીયે વસ્તુઓ બહાર રાખવાથી ઝડપથી ખરાબ થઇ જાય છે. આથી લોકો એને સુરક્ષિત રાખવા માટે ફ્રિઝમાં મૂકે છે. જો કે, કેટલીયે વાર આપણે અજાણપણે કેટલીક ભૂલો (Freeze Storage Mistakes) કરીએ છીએ અને એવી ચીજવસ્તુઓ રેફ્રિજરેટરમાં મૂકી દઇએ છીએ કે જેમને ઠંડા તાપમાને રાખવું યોગ્ય નથી હોતુ!

કેટલાક ખાદ્ય પદાર્થો (Food) ફ્રિઝમાં રાખવાથી એમના સ્વાદમાં અને પોષણ (Taste & Nutrition)માં કમી આવી શકે છે. અલબત્ત, કેટલાક કિસ્સાઓમાં હાનિકારક તત્વો (Harmful Elements) પણ વિકસિત થઇ શકે છે. આનાથી પેટ સાથે સંલગ્ન સમસ્યાઓ અને અન્ય સ્વાસ્થ્યને જોખમી પરિબળો વધવાની આશંકાઓ રહે છે.

Freeze Storage Mistakes, મધ, બ્રેડ, કેળાને ફ્રિઝમાં, પેટની સમસ્યા

આ 7 વસ્તુઓને ફ્રિઝમાં ભૂલથીયે ન મૂકવી (Freeze Storage Mistakes)

તો ચાલો જોઇએ, એ 7 વસ્તુઓ વિશે જેમને, ખાસ કરીને ઉનાળામાં ફ્રિઝમાં મૂકવાનું ટાળવું જોઇએ…

1. બ્રેડ

મોટાભાગના ઘરમાં બ્રેડ (Bread)ને ફ્રિઝમાં મૂકવામાં આવતી હોય છે. પણ એમ કરવાથી એ ઝડપથી સૂકાઇ જાય છે અને સૉફ્ટ રહેતી નથી. ઠંડા તાપમાનમાં બ્રેડનો સ્ટાર્ચ ઝડપભેર ક્રિસ્ટલાઇઝ થવા લાગે છે અને એથી એનો સ્વાદ પણ બગડી જાય છે. આ સાથે જ ઘણી વાર એમાં ફૂગ લાગવાનું જોખમ પણ વધી શકે છે. આથી બ્રેડને એરટાઇટ કન્ટેનરમાં, બ્રેડ બોક્સમાં રુમ ટેમ્પરેચર પર રાખવું યોગ્ય છે, પણ જો બ્રેડ વધી હોય તો એને પ્લાસ્ટિકમાં રૅપ કરીને ફ્રિઝમાં મૂકી બ્રેડક્રમ્બ કે અન્ય વાનગી બનાવી શકાય છે.

Freeze Storage Mistakes, મધ, બ્રેડ, કેળાને ફ્રિઝમાં, પેટની સમસ્યા

2. ટમેટા

ટમેટા (Tomatoes)ને ફ્રિઝમાં રાખવાથી એનો કુદરતી સ્વાદ અને સુગંધ ઓછી થઇ શકે છે. ઠંડા તાપમાનના કારણે ટમેટાની બનાવટ નરમ અને દાણેદાર થઇ શકે છે એનાથી એ તાજા રહેતા નથી. ઓછા તાપમાને ટમેટામાં રહેલા એન્ઝાઇમ્સની પ્રક્રિયા પ્રભાવિત થાય છે, જેથી એની પાકવાની ક્રિયા અટકી જાય છે અને ગુણવત્તા ખરાબ થાય છે. આથી જ ટમેટાને પણ ફ્રિઝમાં મૂકવાની જગ્યાએ રુમ ટેમ્પરેચર પર રાખવા જોઇએ.

3. કેળા

ક્યારેય પણ ફ્રિઝમાં કેળા (Bananas) ન મૂકવા જોઇએ. આમ કરવાથી એની છાલ જલદીથી કાળી પડવા લાગે છે, જે જોવામાં પણ ખરાબ લાગે છે. ઠંડા તાપમાન પર કેળા પાકવાની પ્રક્રિયા પ્રભાવિત થાય છે અને અંદરની બનાવટ નરમ અને ચીપચીપી થઇ શકે છે. આનાથી સ્વાદ અને ગુણવત્તા બંને ખરાબ થાય છે. આથી જ કેળાને ફ્રિઝમાં મૂકવાની જગ્યાએ રુમ ટેમ્પરેચર પર રાખવા જોઇએ.

Freeze Storage Mistakes, મધ, બ્રેડ, કેળાને ફ્રિઝમાં, પેટની સમસ્યા

4. મધ

મધ (Honey)ને ખરાબ થતું અટકાવવા અને લાંબા સમય સુધી ચલાવવા માટે ઘણા લોકો એને ફ્રિઝમાં મૂકી દે છે. આમ કરવાથી મધ ક્રિસ્ટલાઇઝ થઇને જામવા લાગે છએ, અને એની બનાવટ દાણેદાર થઇ જાય છે. મધને ઠંડી અને સૂકી જગ્યાએ રુમ ટેમ્પરેચર પર સ્ટોર કરવું જોઇએ.

5. કોફી

કૉફી (Coffee) પાવડરને એરટાઇટ કન્ટેનરમાં સૂકી જગ્યાએ રાખવું બહેતર રહે છે. ફ્રીઝમાં રાખવાથી એ ભીની થઇને એમાં ગઠ્ઠા પડવાની સંભાવનાઓ રહે છે. વળી ઓછા તાપમાનમાં કૉફી એની આસપાસની ગંધને સરળતાથી શોષે છે એથી એનો અસલ સ્વાદ અને સુગંધ ઓછી થઇ શકે છે. આ સાથે જ વધુ ભેજ હોવાથી એમાં ફૂગ લાગવાનું જોખમ રહે છે.

Freeze Storage Mistakes, મધ, બ્રેડ, કેળાને ફ્રિઝમાં, પેટની સમસ્યા

6. તુલસીના પાન

મોટા ભાગે લોકો તુલસીના પાન (Tulsi Leaves)ને ફ્રિઝમાં મૂકી દેતા હોય છે જેથી એ લાંબો સમય ચાલી શકે! પરંતુ, એમ કરવાથી પાન ઝડપથી કરમાવા લાગે છે અને એમની કુદરતી સુગંધ ઓછી થઇ જાય છે. આ સંજોગોમાં તુલસીના પાનને જરુર પ્રમાણે આવશ્યકતા હોય એ મુજબ જ છોડ પરથી તાજા તોડવા જોઇએ.

7. લસણ

ફ્રિઝમાં લસણ (Garlic)ને રાખવાથી એમાં ભેજ વધી જાય છે જેથી એ ઝડપથી અંકુરિત થઇ શકે છે. વધારે ભેજના કારણે લસણની કળીઓ નરમ પડવા લાગે છે અને એમાં ફૂગ લાગવાનું જોખમ વધે છે. આ સંજોગોમાં, લસણને રુમ ટેમ્પરેચર પર રાખવું બહેતર રહેશે.


આ પણ વાંચો: ઉનાળામાં હોઠ કેમ ફાટી જાય છે? સુંવાળા અને ગુલાબી રાખવા અજમાવો ઘરગથ્થું ઉપચાર

આ પણ વાંચો: ઇસબગુલ ફક્ત ઉનાળામાં જ કેમ ખાવું જોઈએ? જાણી લો ખાવાની સાચી રીત

આ પણ વાંચો: ગરમીમાં પીઓ ઠંડુ-ઠંડુ પાન શરબત….પાચન માટે સર્વોત્તમ…વિશેષ ઉનાળુ ડ્રિંક રેસિપી…