Lifestyle: ઉનાળાનો પ્રારંભ થતા જ બજારમાં કેરી ઠેર-ઠેર જોવા મળે છે, આમ તો કેરીની અનેક વાનગી બનતી હોય છે પરંતુ ગરમીની સિઝનમાં ગૃહિણીઓ એક વસ્તુ ખાસ કરીને બનાવે જ છે અને એ છે આમ પન્ના (Aam Panna) અર્થાત્ કાચી કેરીનો બાફલો! સ્વાસ્થ્ય (Health) માટે એ અત્યંત ફાયદાકારક હોય છે.
માર્ચ મહિનો શરુ થતા જ ગરમીએ પોતાનું પ્રચંડ સ્વરુપ દેખાડવાનું શરુ કરી દીધું છે અને આ ઋતુમાં લૂ (Heat Stroke) લાગવાનું જોખમ વધારે રહે છે. આનાથી બચવા માટે લોકો અનેક પ્રકારના ખાદ્યપદાર્થોનું સેવન કરતા જોવા મળે છે જેમ કે, કાચી કેરી, તરબૂચ, ટેટી, લીંબુનું શરબત, શેરડીનો રસ વગેરે….

કાચી કેરીનો બાફલો (Aam Panna) ઉનાળામાં સ્વાસ્થ્યવર્ધક પીણું
ઉનાળા (Summer Season)નો પ્રારંભ થતા જ બજારમાં કેરી ઠેર-ઠેર જોવા મળે છે, આમ તો કેરીની અનેક વાનગી બનતી હોય છે પરંતુ ઠંડક આપે એવી રેસિપી ઉનાળામાં તરોતાજા બનાવી દે છે. ગરમીની સિઝનમાં ગૃહિણીઓ એક વસ્તુ ખાસ કરીને બનાવે જ છે અને એ છે આમ પન્ના અર્થાત્ કાચી કેરીનો બાફલો! આ બાફલો (Kachi Keri no Baflo) સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે અને એ બનાવવાનું પણ ઘણું જ સરળ છે. ઘણાને આ રેસિપી વિદિત હશે પરંતુ જે લોકોને એ કેવી રીતે બનાવવી એની જરા પણ માહિતી નથી એમના માટે અમે અહિં આ રેસિપી (Recipe) લઇને આવ્યા છીએ…તમને અવશ્ય પસંદ પડશે!
શી રીતે બનાવશો કાચી કેરીનો બાફલો?
કાચી કેરીનો બાફલો બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે. ઉનાળાની ગરમીમાં એ રાહત આપશે.

સામગ્રી
4 નંગ કાચી કેરી
2 ટી સ્પૂન શેકેલો જીરા પાવડર
3 ટી સ્પૂન સંચળ
1 ટેબલસ્પૂન ફુદીનાના પાન
સ્વાદાનુસાર મીઠું

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ 4 કાચી કેરી (Raw Mango)ને સારી રીતે ધોઇ લેવી.
2. હવે કૂકરમાં આ કેરીઓ ડૂબે એટલું પાણી લેવું અને એમાં કાચી કેરી ઉમેરીને બે સીટી વાગે ત્યાં સુધી થવા દેવું.
3. જ્યાં સુધી કેરી બફાય ત્યાં સુધી એક પૅનમાં જીરું લઇને શેકી લો અને પછી એને ઠંડુ કરીને પાવડર બનાવી લો.
4. હવે કૂકરમાંથી કેરીઓને કાઢી લો અને ઠંડી થવા દો.
5. જ્યારે એ ઠંડી થાય ત્યારે એક તપેલામાં લઇને એની છાલ અને ગોટલી કે ગોટલા દૂર કરીને પલ્પને સારી રીતે મૅશ કરી લો.
6. હવે એમાં તમારે જેવી કન્સિસ્ટન્સી જોઇએ એ પ્રમાણે પાણી ઉમેરો.
7. ત્યાર બાદ એમાં સંચળ, શેકેલો જીરા પાવડર, મીઠું (Salt) ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. જરુર લાગે તો હેન્ડ બ્લેન્ડર વડે મિક્સ કરી લેવું.
8. હવે એમાં ફુદીનાના પાન (Mint Leaves) ઉમેરો આને ફ્રીઝમાં ઠંડુ થવા મૂકી દો.
તો તૈયાર છે ઠંડુ-ઠંડુ કાચી કેરીનું બાફલા શરબત…કાળઝાળ ગરમીમાં આ પીણું તમારા શરીરને એ શીતળતા પ્રદાન કરશે.
આ પણ વાંચો: સવારના નાસ્તામાં બનાવો હૅલ્ધી પાલખ ચીલા, આ રહી ફટાફટ બ્રેકફાસ્ટ રેસિપી…!
આ પણ વાંચો: બ્રેકફાસ્ટમાં હૅલ્ધી દહીં સોજીના ચીલા બનાવો…2-3 ખાઇને પેટ તૃપ્ત થશે પણ મન નહિં…ફટાફટ ટેસ્ટી રેસિપી…
