Lifestyle/ બ્રેકફાસ્ટમાં હૅલ્ધી દહીં સોજીના ચીલા બનાવો…2-3 ખાઇને પેટ તૃપ્ત થશે પણ મન નહિં…ફટાફટ ટેસ્ટી રેસિપી…

Dahi Suji Chilla (દહીં સોજીના ચીલા) સવારના નાસ્તા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. તમે આ હૅલ્ધી અને ટેસ્ટી વાનગીને એક વાર ટ્રાય કરશો તો ચોક્કસ રેગ્યુલર બનાવતા થઇ જશો!

Lifestyle Food Health & Fitness Trending
Dahi Suji Chilla,બાળકો, બ્રેકફાસ્ટ, રેસિપી, દહીં સોજીના ચીલા

Lifestyle: જો તમે સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા ધરાવો છો તો તમારે સવારના શિરામણ અર્થાત્ બ્રેકફાસ્ટ (Breakfast)થી દિવસની શરુઆત કરવી જોઇએ. સવાર-સવારમાં તળેલું કે ગળ્યું ખાવાની જગ્યાએ આ દહીં સોજીના ચીલા (Dahi Suji Chilla) ખાશો તો એની સામે ઉપમા પણ ફિક્કી લાગશે! બાળકો (Kids)ને તો આ ચીલા અત્યંત પસંદ પડે છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, આમાં કોઇ વિશેષ સામગ્રીની પણ આવશ્યકતા નથી હોતી. માત્ર અમુક મસાલા અને દહીં સાથે સોજીને મિશ્રિત કરીને આ વાનગી બનાવી શકાશે.

દહીં સોજીના ચીલા (Dahi Suji Chilla)નો બ્રેકફાસ્ટ

નાસ્તામાં ચીલા બનાવવાની વાત આવે એટલે આપણને બેસન કે સોજી જ યાદ આવે! લોકો બ્રેકફાસ્ટમાં લગભગ ચણાના લોટના કે પછી સોજીના પુડલા જ બનાવતા હોય છે. પણ હવે નવા વર્ષે જો તમે તમારા મેનુમાં કંઇક નવીન ઉમેરવા માગો છો તો દહીં સોજીના ચીલા (Dahi Suji Chilla) શ્રેષ્ઠ વિકલ્પ છે. તમે આ હૅલ્ધી અને ટેસ્ટી વાનગી (Healthy & Tasty Recipe)ને એક વાર ટ્રાય કરશો તો ચોક્કસ રેગ્યુલર રીતે બનાવતા થઇ જશો! દહીંમાં તો પોષક તત્વોની ભરમાર હોય છે.

સવાર-સવારમાં કામકાજની દોડાદોડીમાં સમય ઓછો મળતો હોય છે અને એવામાં ફટાફટ નાસ્તો બની જાય તો એવી રેસિપી ગૃહિણી હોય કે વર્કિંગ વુમન, બધાની પ્રિય બની જાય છે. આવી જ એક રેસિપી અમે તમારા માટે લઇને આવ્યા છીએ, અને એ છે સોજી, અને દહીંના ચીલા!

Dahi Suji Chilla,બાળકો, બ્રેકફાસ્ટ, રેસિપી, દહીં સોજીના ચીલા

સુપર હૅલ્ધી અને ટેસ્ટી હળવો આહાર

માત્ર દસ કે પંદર મિનિટમાં તૈયાર થનારી આ વાનગી હૅલ્ધી પણ છે અને ટેસ્ટી પણ! એને વધારે સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે તમે એમાં તમારી પસંદની શાકભાજી (Vegetables) પણ ઉમેરી શકો છો. વજન ઘટાડવા (Weight Loss) માગતા લોકો માટે પણ આ એક ઉત્તમ વિકલ્પ છે અને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે તમે ઝડપથી બનાવીને એને ખાઇ શકો છો.

આ નાસ્તાને તમે બ્રેકફાસ્ટ ઉપરાંત, હળવા ડિનર (Dinner) તરીકે પણ ગ્રહણ કરી શકો છો. આ સુપર હૅલ્ધી અને ટેસ્ટી નાસ્તો એનર્જીનો ભરપૂર સ્ત્રોત (Energy Source) છે અને કેવળ 10 મિનિટમાં રેડી (10 Minute Recipe) થઇ જાય છે. વળી, બાળકોને ટિફિન (Lunchbox)માં આ વાનગી આપવાથી એમનું પેટ પણ ભરાશે અને એમને પોષણ પણ મળશે. કારણ કે આ તદ્દન ઓછા તેલમાં તૈયાર થઇ જાય છે. તો ચાલો, હવે આ સુપર હૅલ્ધી રેસિપી બનાવવાની રીત અને એના માટે આવશ્યક સામગ્રી વિશે જાણી લઇએ…

શી રીતે બનાવશો દહીં સોજી ના ચીલા?

આ રેસિપી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Dahi Suji Chilla,બાળકો, બ્રેકફાસ્ટ, રેસિપી, દહીં સોજીના ચીલા

સામગ્રી

1 કપ સોજી

1/2 કપ દહીં

જરુર મુજબ પાણી

1 ચમચી આદુ-લસણની પેસ્ટ

1 ચમચી ચિલી ફ્લેક્સ

1/2 ચમચી હળદર

1/2 ચમચી ગરમ મસાલો

સ્વાદાનુસાર મીઠું

ઝીણી સમારેલી શાકભાજી

1/2 નંગ ડુંગળી

1/2 નંગ કેપ્સિકમ

1 નંગ ટમેટું

1-2 ચમચી કોથમીર

1-2 નંગ લીલા મરચા

છીણેલું પનીર કે ચીઝ (વૈકલ્પિક)

Dahi Suji Chilla,બાળકો, બ્રેકફાસ્ટ, રેસિપી, દહીં સોજીના ચીલા

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ 1 કપ સોજીમાં 1/2 કપ દહીં અને જરુર મુજબ પાણી ઉમેરીને એક બેટર બનાવો અને એને સારી રીતે ફેંટી લો.

2. આ મિશ્રણને અડધો કલાક ઢાંકીને રેસ્ટ આપો જેથી સોજી સરસ રીતે ફૂલી જાય.

3. હવે તમે આ ચીલામાં જે પણ શાકભાજી મિક્સ કરવા માગતા હો એને બારીક સમારીને ઉમેરી દો. તમે એમાં ડુંગળી, ટમેટા ઉપરાંત કેપ્સિકમ, કોથમીર અને લીલા મરચા (Onion, Tomato, Capsicum, Coriander and Green Chilies) જેવી શાકભાજીને બારીક સમારીને ઉમેરી શકો છો.

4. હવે બેટરની કન્સિસ્ટન્સી ચેક કરો અને જરુર જણાય તો પાણી ઉમેરીને સેટ કરો.

5. એક નૉન સ્ટિક પૅન કે તવા પર ઘી કે તેલ લગાવીને એને ગ્રીસ કરો અને હળવું ગરમ કરો.

6. પૅન ગરમ થાય એટલે તૈયાર બેટરને કડછી વડે રેડીને ચીલાને ફેલાવી દો અને શેકાવા દો.

7. જ્યારે એક તરફ થોડો શેકાય એટલે થોડું તેલ કે ઘી (Oil or Ghee) રેડીને અન્ય તરફ પલટાવી દો અને સારી રીતે બીજી તરફ પણ શેકાવા દો.

8. ચીલાને બંને તરફથી સરસ ગોલ્ડન કલરના શેકીને એક પ્લેટમાં કાઢી લો. આ રીતે તમામ ચીલા તૈયાર કરી લો.

9. બાળકો માટે બનાવતા હો તો તમે શેકાયેલા ચીલાની વચ્ચે છીણેલું પનીર કે ચીઝ (Paneer or Cheese) ઉમેરીને ફોલ્ડ કરીને સર્વ કરી શકો છો.

તો તૈયાર છે તમારા સ્વાદિષ્ટ દહીં સોજી ચીલા…એને તમે મનપસંદ ચટણી કે કેચ અપ સાથે ગરમાગરમ પીરસી શકો છો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભાત વધ્યા હોય તો શું કરવું? નો ટેન્શન…બ્રેકફાસ્ટમાં બનાવો વધેલા ભાતના ચીલા…ઝટપટ ટેસ્ટી રેસિપી..!

આ પણ વાંચો: બેસન-સોજીના નહિં, નાસ્તામાં સાબુદાણાના ચીલા બનાવો…હૅલ્ધી-ટેસ્ટી રેસિપી…

આ પણ વાંચો: સવારના નાસ્તામાં બનાવો હૅલ્ધી પાલખ ચીલા, આ રહી ફટાફટ બ્રેકફાસ્ટ રેસિપી…!