Lifestyle: શિયાળાની ઠંડી મોસમમાં પાલખ પનીર પરોઠા બાળકો (Kids)ના લંચ બોક્સ માટે તદ્દન પરફેક્ટ રેસિપી ગણાય છે. એમને પોષણ મળવાની સાથે એમનો સ્વાદ પણ સંતોષાશે!
ઠંડીમાં પોષણયુક્ત પાલખ પનીર પરોઠા (Palak Paneer Paratha) રેસિપી
દિવસની શરુઆત જો હૅલ્ધી અને સાથે-સાથે સ્વાદિષ્ટ નાસ્તાથી થાય એનાથી વધારે રુડું શું હોઇ શકે? કેટલાય લોકો સવારના સમયે બ્રેકફાસ્ટ તો કરે છે પણ દરરોજ એક જ પ્રકારનો નાસ્તો ખાઇ-ખાઇને કંટાળી જવાય છે! આ શિયાળા (Winter)ની ઠંડી મોસમમાં જો તમે કંઇક અલગ જ બનાવવા માગતા હો તો આ મસ્ત રેસિપી (Healthy & Tasty Recipe) અવશ્ય ટ્રાય કરી શકો છો. અત્યારે પાલખની ભાજી માર્કેટમાં ઠેર-ઠેર જોવા મળે છે અને એનો ભરપૂર લાભ લઇને તમે આ હૅલ્ધી અને ટેસ્ટી પરોઠા બનાવી શકો છો.

વ્યસ્ત જીવનશૈલીમાં પોષણ લેવું જરુરી
આજની વ્યસ્ત જીવનશૈલીમાં કામધંધે જવાની ઉતાવળમાં મોટા ભાગના લોકો સવારનો બ્રેકફાસ્ટ યોગ્ય રીતે લઈ પણ શકતા નથી! વાસ્તવમાં બદલાઇ રહેલી જીવનશૈલી (Lifestyle) અને ભાગમભાગ ભર્યા જીવનમાં લોકો પાસે સમયની કમી હોય છે અને આથી ઘણા લોકો કશું પણ ખાધા વિના જ કામ પર નીકળી જાય છે. જો કે, સવારનું શિરામણ અર્થાત્ નાસ્તો કરવો એક સ્વસ્થ આદત છે. એનાથી તંદુરસ્તી જાળવવામાં સહાયતા મળી રહે છે. આખી રાતના ઉપવાસ પછી સવારમાં હૅલ્ધી બ્રેકફાસ્ટ (Breakfast) કરવાથી શરીરમાં એનર્જી (Energy)નો સંચાર થાય છે અને દિવસભર કામ કરવાની શક્તિ મળી રહે છે અને આખો દિવસ જળવાઇ પણ રહે છે.
પરોઠા સૌના હોટ-ફેવરિટ
આજકાલ તો લોકોને જમવાનું બનાવવાનો સમય પણ ઘણો જ ઓછો મળતો હોય છે. આથી જ એ એવી રેસિપીની શોધમાં રહેતા હોય છે કે, જે ઝડપથી બની જાય અને સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ માટે પણ લાભકારક હોય. આમ તો પરોઠા જાત-જાતના બને છે અને સમગ્ર ભારત (India)માં એના ચાહકોએ એને રોજબરોજના આહારમાં અપનાવી લીધેલા છે. સવારનો નાસ્તો હોય કે બાળકો (Children)નું લંચ બોક્સ (Lunch Box), પરોઠા તો હોટ-ફેવરિટ હોય છે! જો તમે આહારની પોષણ વેલ્યૂ (Nutrition Value)ને ઓર વધારવા માગતા હો તો આ એક જબરદસ્ત વિકલ્પ છે. સ્વાદ અને સ્વાસ્થનો સંગમ એટલે પનીર તથા પાલખથી બનતા આ મસ્ત પરોઠા!
આ પરોઠા સ્વાદમાં તો લાજવાબ બનશે જ પણ એની ખાસિયત એ છે કે એમાં વપરાતી પાલખ (Spinach)માં અનેક પોષક તત્વો જેવા કે, ફાઇબર, આયર્ન અને અનેક પ્રકારના વિટામિન (Fiber, Iron, Vitamins) હાજર હોય છે. આ ઉપરાંત, પનીર પ્રોટીન અને કૅલ્શિયમ (Protein & Calcium)નો એક ઉત્તમ સ્ત્રોત ગણાય છે. આ પરોઠા બાળકોથી માંડીને વડીલો સુધી હર કોઇને પસંદ આવશે.

શી રીતે બનાવશો પાલખ અને પનીરના પરોઠા?
પાલખ અને પનીરના આ પરોઠા બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.
સામગ્રી
2 કપ ઘઉંનો લોટ
1 કપ ઝીણી સમારેલી પાલખ
1 કપ છીણેલું પનીર
1-2 લીલા મરચા
1 નાનો ટુકડો આદુ
1/2 ચમચી જીરું
સ્વાદાનુસાર મીઠું
તેલ અથવા ઘી
સર્વ કરવા માટે બટર

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ (Wheat Flour) લો. એમાં ઝીણી સમારેલી પાલખ, છીણેલું પનીર, તમે જેટલું તીખું ખાતા હો એ મુજબ લીલા સમારેલા મરચા, છીણેલું આદુ, આખું જીરુ તથા સ્વાદાનુસાર મીઠું (Salt) ઉમેરી લો.
2. આ મિશ્રણમાં થોડું-થોડું પાણી ઉમેરીને નરમ લોટ બાંધી લો. તમે ઇચ્છો તો એમાં ઝીણું સમારેલું લીલું લસણ (Green Garlic) પણ ઉમેરી શકો છો.
3. હવે આ ગૂંથેલા લોટને થોડું તેલ લઇને કેળવી લો અને 10 મિનિટ રેસ્ટ આપો.
4. હવે આ લોટમાંથી નાના નાના લુવા લઇને એને અટામણની મદદથી વણી લો. તમે ઇચ્છો એ આકાર, ગોળ અથવા ચોરસ આપી શકો છો.
5. એક નૉન સ્ટિક કે લોખંડના તવાને ગરમ કરીને એને ગ્રીસ કરી લો. પરોઠાને ગરમ તવા પર નાખીને શેકાવા દો.
6. થોડું શેકાય એટલે એની બંને તરફ ઘી કે તેલ (Ghee or Oil) લગાવીને સોનેરી રંગનું થાય ત્યાં સુધી શેકી લેવું. આ રીતે તમામ પાલખ પનીર પરોઠા તૈયાર કરી લેવા.
તો તૈયાર છે સરળ રીતે બનતા આ ટેસ્ટી પરોઠા…જેની ઉપર બટર (Butter) લગાવીને તમે ચા, કેચઅપ અથવા લીલી ચટણી (Tea, Ketchup or Green Chutney) સાથે સર્વ કરી શકો છો. બાળકો અથવા તમારા ઑફિસ લંચ બોક્સમાં ભરવા માટે આ વાનગી ઉત્તમ રહેશે.
આ પણ વાંચો: શિયાળામાં ગોળને અવશ્ય તમારા ડાયેટમાં સામેલ કરો…સ્વાસ્થ્યને મળશે ઘણા લાભ…આ 5 રેસિપીથી!
આ પણ વાંચો: ચટપટું આમળાનું અથાણું, તેલ-મસાલા વગર આ હૅલ્ધી રીતે બનાવો…શિયાળામાં માટે છે સુપરફૂડ…
આ પણ વાંચો: આમળા કેન્ડીનો મુખવાસ, છે ઇમ્યૂનિટી વર્ધક…ઘરે બનાવવાની અત્યંત સરળ રેસિપી…
