Lifestyle/ આમળા કેન્ડીનો મુખવાસ, છે ઇમ્યૂનિટી વર્ધક…ઘરે બનાવવાની અત્યંત સરળ રેસિપી…

આમળા એક સુપરફૂડ છે. શું તમે ક્યારેય આમળા કેન્ડીનો મુખવાસ ખાધો છે ખરો? એ સ્વાદિષ્ટ હોવા ઉપરાંત, એના નિયમિત સેવનથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે…

Lifestyle Food Health & Fitness Trending

Lifestyle: આમળાનો ખટમીઠો સ્વાદ કોને પસંદ નથી પડતો? આમળા કેન્ડી બજારમાં તો તૈયાર મળે જ છે પણ તમે એને ઘરે પણ આસાનીથી બનાવી શકો છો. અહિં પ્રસ્તુત છે આમળા કેન્ડીની રેસિપી…

શિયાળાની ઋતુ (Winter) આવતાની સાથે જ ચોમાસાનો મંદાગ્નિ જેમ જઠરાગ્નિમાં પરિવર્તિત થઇ જાય છે એ જ પ્રમાણે રસોડા અને ગૃહિણીઓની ઊર્જામાં વૃદ્ધિ થઇ જાય છે! લીલાછમ શાકભાજીની આવકની સાથોસાથ લીલા કાચ જેવા આમળા પણ ઠેર-ઠેર દેખાવા લાગે છે. આમળા એક સુપરફૂડ છે જેનું સેવન શિયાળામાં સ્વાસ્થ્ય (Health) માટે ઘણું જ ઉત્તમ ગણાય છે. શિયાળામાં બજારમાં આમળાનું ધૂમ વેચાણ થાય છે. ઘર-ઘરમાં ઠંડીની સિઝનમાં એમાંથી ભાત-ભાતની વાનગીઓ અને વ્યંજન બનતા હોય છે. કોઇ આમળાની ચટણી (Amla Chatni) ખાવાનું પસંદ કરે છે તો કોઇને આમળાને મુરબ્બો (Amla Murabba)! કોઇ આથેલા આમળા ખાવાનું પસંદ કરે છે તો વળી કોઇને આમળાનું અથાણું (Amla Pickle) પસંદ હોય છે! આ તમામ વસ્તુઓ સ્વાદિષ્ટ હોય છે પણ શું તમે ક્યારેય આમળાની કેન્ડી (Amla Candy) ખાધી છે ખરી? એ સ્વાદિષ્ટ હોવા ઉપરાંત, સ્વાસ્થસભર મુખવાસ છે. એના સેવનથી ઇમ્યુનિટી (Immunity Booster) બુસ્ટ થાય છે અને જેથી વાયરલ ઇન્ફેક્શન (Viral Infection)નું જોખમ પણ મોટા ભાગે રહેતું નથી. ઘણા લોકોને એનો ખાટો સ્વાદ ગમતો ન હોય તો તમે આમળાનું મુખવાસ (Mukhwas)ના સ્વરુપમાં સેવન કરી શકો છો. હવે જો તમે આમળાની કેન્ડી ઘરે જ તૈયાર કરવા માગતા હો તો અહિં પ્રસ્તુત છે એની સરળ રેસિપી (Recipe)…

શી રીતે બનાવશો આમળા કેન્ડી?

આમળા કેન્ડી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

1 કિલો તાજા આમળા

500 ગ્રામ ગોળ અથવા ખડી સાકર

સંચળ સ્વાદાનુસાર (અડધી ચમચી જેટલું)

પાણી

બનાવવાની વિધિ

1. આમળા કેન્ડી બનાવવા માટે તદ્દન લીલા, રેસા વગરના તાજા આમળા (Fresh Amla) લેવા. એમને પાણી વડે સ્વચ્છ કરી લેવા.

2. હવે એક મોટી સ્ટીલની તપેલીમાં પાણી લઇને ઉકળવા દેવું. ત્યારબાદ સ્વચ્છ આમળાને ઉમેરીને 10 મિનિટ સુધી એમાં ઉકળવા દેવા.

3. આમળા નરમ થયેલાં જણાય એટલે એમને એક ચારણીમાં કાઢી લેવા અને ઠંડા થાય એટલે ઠળીયાં કાઢી લેવા.

4. હવે એમના નાના ટુકડાં કરીને એક બાઉલમાં લઇ લો. એમની ઉપર સમારેલો ગોળ અથવા ખડી સાકર (Jaggery or Rock Sugar)નો બારીક ભૂકો અથવા દળેલી ખાંડ ઉમેરી દેવી.

5. હવે આ બાઉલને ઢાંકીને એક દિવસ સુધી એમાં રસબસ થવા દો.

6. જ્યારે એની ઉપર સાકર કે ગોળનું કૉટિંગ થઇ જાય ત્યારે એને એક ટ્રે અથવા સ્ટીલની થાળીમાં ફેલાવીને મૂકો અને પછી તડકે મૂકી દો. એમના પર ઘઉં-ચોખા ચાળવાના મોટા ચાળણા ઢાંકી દેવા.

7. દરરોજ રાત્રે ઘરમાં લાવી દઇને બીજે દિવસે સવારે ફરીથી તડકે મૂકવા. આમ કરવાથી થોડા જ દિવસોમાં આમળા સૂકાઇ જશે. એની ઉપર સંચળ, મરી પાઉડર કે પછી ચાટ મસાલો (Black Salt, Chat Masala)…તમને જે પસંદ હોય એ ભભરાવી શકો છો.

8. તડકેથી લાવીને આ તૈયાર આમળા કેન્ડીને ઠંડી થાય પછી એક કાચના જાર કે એરટાઇટ કન્ટેનરમાં ભરી લેવા અને આ મુખવાસ મહિનાઓ સુધી ખરાબ થતો નથી! તમે દરરોજ જમ્યા પછી કે ગમે ત્યારે આ મુખવાસને માણી શકો છો!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શિયાળામાં ગોળને અવશ્ય તમારા ડાયેટમાં સામેલ કરો…સ્વાસ્થ્યને મળશે ઘણા લાભ…આ 5 રેસિપીથી!

આ પણ વાંચો: હળદર કેવળ કિચનનો મસાલો નથી, દવા છે! ન્યુટ્રિશનિસ્ટ પાસેથી જાણીએ એના 8 જાદુઇ સ્વાસ્થ્ય લાભ વિશે…

આ પણ વાંચો: આ પાંચ હૅલ્ધી ફુડ બાળકો માટે છે ઝેરસમાન! કેટલી વય સુધી ન આપવા જોઇએ, એ વિશે જાણીશું…