Lifestyle: દરેક હૅલ્ધી વસ્તુ દરેક ઉંમરમાં સ્વાસ્થ્ય માટે સારી નથી હોતી. બાળકો (Children) અને ખાસ કરીને, શિશુઓનું શરીર અત્યંત નાજુક હોય છે અને એમને એ જ ખોરાક (Food) આપવો જોઇએ જે એમની ઉંમર, પાચન અને વિકાસ (Growth) માટે ઉત્તમ હોય!! જો તમે 5 ફુડ યોગ્ય ઉંમરમાં અને ઉચિત રીતે આપો છો તો એનાથી બાળકનું સ્વાસ્થ્ય મજબૂત બને છે પરંતુ, ઉતાવળે આપવામાં જોખમ પણ ઊભું થઇ શકે છે!
બાળકોની તંદુરસ્તીના વિષયમાં દરેક મા-બાપ સતર્ક હોય જ છે. એ હંમેશાં એવું જ ઇચ્છે છે કે એમનું લાડકવાયું સંતાન સ્વસ્થ રહે, એને યોગ્ય પોષણ (Nutrition) મળે અને એનો ઉચિત વિકાસ થાય. આ જ વિચારધારાને અનુસરીને અમુક માતા-પિતા (Parents) પોતાના બાળકોને એવો આહાર ખવડાવે છે જે હૅલ્ધી (Healthy) તો હોય જ છે પરંતુ, એની વય અને પાચન ક્ષમતા (Digestive Ability)ના હિસાબે ટૉક્સિન્સ (Toxins) અર્થાત્ ઝેર સમાન સાબિત થાય છે. વિશેષ કરીને, 1 વર્ષથી માંડીને 5 વર્ષની વય સુધીના બાળકોની ડાયેટ (Diet)માં બેલેન્સ અને એમની ઉંમર (Age) પ્રમાણે પસંદગી અત્યંત જરુરી છે. તો ચાલો જાણીએ કે, કયા 5 હૅલ્ધી ફુડ (Healthy Food) નાનકડાં ભૂલકાં માટે નુકસાનદાયક હોય છે અને આપણે કઇ ઉંમર સુધી એ ન ખવડાવવા જોઇએ…
બાળકોને કયા પાંચ આહાર ન આપવા જોઇએ?

1. મધ
આયુર્વેદ અનુસાર, મધ (Honey)ને અમૃત માનવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે 1 વર્ષની વયથી નાના બાળકોને મધ આપવાની સદંતર મનાઇ છે. એનાથી બોટુલિઝમ બેક્ટેરિયા (Botulism bacteria) થઇ શકે છે જે શિશુ માટે જીવલેણ પણ નીવડી શકે છે!

2. આખા નટ્સ અને સૂકો મેવો
ડ્રાયફ્રુટ્સ (Dry Fruits) જેવા કે, બદામ, અખરોટ, કાજુ વગેરે પોષક તત્વોથી સબર હોય છે પરંતુ, એક થી ત્રણ વર્ષના બાળકોને એ આખા ખવડાવવા ન જોઇએ. એનાથી એનું ગળું રુંધાવાનું જોખમ હોય છે. જો એ ખવડાવવા હોય તો એને પાઉડર કે પેસ્ટના સ્વરુપમાં જ આપવા જોઇએ.

3. હાઈ-પ્રોટીન ચીઝ અને પનીર
ચીઝ અને પનીર (Cheese & Paneer)માં પ્રોટીન તથા કેલ્શિયમ હોય છે પણ ઘણી વધારે માત્રામાં આપવાથી બાળકને કબજીયાત, ગૅસ અને પાચન સંબંધી તકલીફો થઇ શકે છે. બે વર્ષથી નાના બાળકોને એ સીમિત માત્રામાં જ આપવા જોઇએ.
4. ગાયનું દૂધ
ગાયનું દૂધ (Cow Milk) અત્યંત પોષણ પ્રદાન કરે છે પરંતુ, બાળક એક વર્ષનું થાય એ પહેલાં એ આપવાથી આયર્નની કમી, એલર્જી અને પાચનસંબંધી સમસ્યાઓ સર્જાઇ શકે છે. બાળક માટે 1 વર્ષની વય સુધી માતાનું દૂધ કે પછી ફોર્મ્યુલા મિલ્ક જ શ્રેષ્ઠ હોય છે.

5. ફાઇબરયુક્ત શાકભાજી
પાલખ, બ્રોકોલી કે બીન્સ જેવી ફાઇબર (Fiber)થી સભર શાકભાજી (Vegetables) હૅલ્થ માટે અત્યંત ગુણકારી હોય છે પરંતુ, ત્રણ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે એ પચાવવું ઘણું અઘરું બની જાય છે. જો તમારે એમને આ શાકભાજી ખવડાવવી જ હોય તો એને ઉચિત રીતે રાંધીને નાના ટુકડામાં જ ખવડાવવી જોઇએ અને કાચી તો સદંતર ન ખવડાવવી.
આ ફુડ ખાવાથી શું નુકસાન થાય છે?
1. ગળું રુંધાવું કે શ્વાસમાં ગૂંગળામણ
2. પેટ દર્દ, ગૅસ, ઊલટી કે ઝાડા
3. એલર્જી, ત્વચા પર ચકામા
4. રોગપ્રતિકારક શક્તિ નબળી થવી
5. પોષક તત્વોનું ઉચિત અવશોષણ ન થવું
બાળકોને આહાર આપતાં પહેલા ધ્યાન રાખવું
1. ઉંમર અનુસાર પાચન શક્તિને સમજો
2. નવો ખોરાક આપતા પહેલા થોડી માત્રામાં ખવડાવીને ટ્રાય કરો
3. ડૉક્ટર (Doctor) કે ન્યુટ્રિશનિસ્ટની સલાહ લો
4. ઘરમાં બનેલું તાજું ફુડ ખવડાવવું
5. પેક અથવા પ્રોસેસ્ડ ફુડ (Processed Food)થી બચવું
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: આ 5 લક્ષણો દર્શાવે છે કે હાડકાં ખોખલાં થઇ રહ્યાં છે, અવગણશો નહિં, ડૅમેજ થતા બચાવી લો
આ પણ વાંચો: યુવાનો માટે વધુ પ્રોટીન જોખમી, બોડી બિલ્ડર બનશો પણ કિડની ખરાબ કરશો…!!
