Lifestyle/ લિવરને હૅલ્ધી રાખવા માગો છો? તો રોજ પીઓ બ્લેક કૉફી…ફેટી લિવરનું જોખમ ઘટાડો!

બ્લેક કૉફીમાં એવા કેટલાય શક્તિશાળી એન્ટિઑક્સિડન્ટ્સ હોય છે જે તમારા લિવરમાં જામેલી ચરબીને ઓગાળવામાં મદદ કરે છે અને લિવરને ડૅમેજ થતાં બચાવે છે…

Trending Food Health & Fitness Lifestyle

Lifestyle: કૉફી એક એવી વસ્તુ છે જે લિવરમાંથી ફેટ (Fat)ને દૂર કરવામાં ઘણી મદદગાર સાબિત થાય છે. એ ફેટી લિવરનું જોખમ (Fatty Liver Risk) પણ દૂર કરે છે. જો કે આ કૉફી કોઇ સાધારણ કૉફી નથી પણ વિશેષ પ્રકારની કૉફી (Coffee) છે જેનું આહાર નિષ્ણાતોના મતે યોગ્ય રીતે સેવન કરવું જરુરી છે.

ફૅટી લિવરનો રોગ આજકાલ સમાજની ઘણી ઝડપથી વધતી જતી સમસ્યા બની ચૂકી છે. દેશની ઘણી મોટી જનસંખ્યા આ સમસ્યા સામે ઝઝૂમી રહી છે. એવા કેટલાય રિપોર્ટ્સ પ્રકાશિત થયા છે કે, જેમાં લગભગ 40% ભારતીયો (Indians)ને ફૅટી લિવર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે, ફૅટી લિવરથી શી રીતે છૂટકારો મેળવી શકાય એ આમ જોઇએ તો સરળ છે. કેવળ તમારા ડાયેટ અને જીવનશૈલી (Diet & Lifestyle)માં પરિવર્તન કરવા માત્રથી ઘણો જ બદલાવ આવશે.

કૉફી લિવર માટે ફાયદાકારક કેવી રીતે?

કેટલાય સાયન્ટિફિક રિસર્ચ (Research) અને તબીબોના મતે, હૅલ્ધી ડાયેટ લેવા ઉપરાંત દરરોજ કૉફીનું સેવન કરવું તમારા યકૃત અર્થાત્ લિવર માટે ફાયદાકારક છે. જો કે, એને તમારે યોગ્ય રીતે પીવી જોઇએ. કૉફીમાં એવા કેટલાય શક્તિશાળી એન્ટિઑક્સિડન્ટ્સ (Antioxidants) હોય છે જે તમારા લિવરમાં જામેલી ચરબીને ઓગાળવામાં મદદ કરે છે. લિવર ડૅમેજ થતાં બચાવે છે અને એનો પૂર્ણ સ્વરુપે ફાયદો પ્રાપ્ત થાય એ માટે તમારે એનું આ રીતે સેવન કરવું જરુરી છે.

બ્લેક કૉફી પીઓ

લિવર સ્વસ્થ રહે એ માટે તમારે બ્લેક કૉફી (Black Coffee)નું સેવન કરવું જોઇએ. તમારે તમારી કૉફીમાં ખાંડ, દૂધ, મલાઇ (Sugar, Milk, Cream) કે કોઇ અન્ય સિરપ વગેરે મિક્સ ન કરવા જોઇએ.

દૂધનો વપરાશ વિવેકબુદ્ધિથી કરો

જો તમને આ પ્રમાણે બ્લેક કૉફી પીવાનું પસંદ નથી તો તમે એમાં લૉ-ફૅટ દૂધ કે પછી સ્કિમ્ડ મિલ્ક (Skimmed Milk) પણ ભેળવી શકો છો પરંતુ એની માત્રા ઓછી હોય એ જરુરી છે. જો તમને કૉફીની કડવાશ ઓછી કરવી હોય તો તમે એમાં તજ પાઉડર (Cinnamon Powder) પણ મિક્સ કરી શકો છો.

રિસર્ચના રિપોર્ટ અનુસાર, તમે દરરોજ આવી કૉફી બનાવીને 2 થી 4 કપ સુધી પી શકો છો પરંતુ, જો તમને હાઈ બ્લડ પ્રેશર (High BP), પાચનસંબંધી તકલીફ કે પછી નિંદ્રાને લગતી કોઇ સમસ્યા હોય તો તમારે ડૉક્ટર (Doctor)ની સલાહ વિના આ કૉફી ન પીવી જોઇએ.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અઠવાડિયામાં કેટલી વાર સાબુથી નહાવું જોઇએ? દરરોજ નહાવાથી સ્કિન થશે ખરાબ…!

આ પણ વાંચો:

આ પણ વાંચો: